કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં વર્ષો સુધી સેવા આપનાર અને હાલમાં નિવૃત ડો. મનુભાઈ કોઠારીએ પોતાના વર્ષોના અનુભવના આધારે દેશી દૂધીનો એક ખુબજ અસરકારક અને અકસીર ઇલાજ જણાવ્યો છે. ડો. કોઠારી તેમની નિવૃત્તિ પછી પણ આ હોસ્પિટલમાં એનાટોમી વિભાગમાં ચાલતા સંશોધન કાર્યમાં ભાગ લેતા હતા અને એ સમય દરમિયાન અલગ અલગ શારીરિક ફરિયાદો લઈને આવતા દર્દીઓને તેમણે તેમના સંશોધનના આધારે દેશી દૂધીનો ઉપાય જણાવતા હતા.
ડો. મનુભાઈ કોઠારીના જણાવેલા દેશી દૂધીના ઉપાયથી દર્દીઓને કોઈ પણ પ્રકારના દુખાવા કે કષ્ટ વગર અને કોઈ પણ સર્જરી કરાવ્યા વગર ખુબજ ઓછા ખર્ચે ખુબજ સારું પરીણામ મળ્યા હતા. ડો. મનુભાઈ કોઠારી દર્દીઓને માત્ર દૂધીના રસનું સેવન કેવી રીતે કરવું એ સમજાવતા હતા અને કોઈ પણ પ્રકારની દવા આપ્યા વગર દર્દીઓને એક મહિના પછી ફરી આવવાનું કહીને મોકલી આપતા હતા.
એક મહિના સુધી ડો. મનુભાઈ કોઠારીએ જણાવ્યા મુજબ દૂધીના રસનું સેવન કર્યા પછી જ્યારે દર્દી ડોક્ટરને ફરીવાર મળવા આવતા ત્યારે દર્દીઓની તમામ સમસ્યાઓ દૂર થઈ ગઈ હોવાનું જણાવતા અને જ્યારે દર્દીઓ ડો. મનુભાઈ કોઠારીને પૈસા કે કોઈ ભેટ આપવાનું કહેતા તો ડો. કોઠારી તેમની આ ભેટ અને પૈસા જરૂરીયાત વાળા લોકોને આપવાનું કહેતા હતા.
આ જયુસનુ સેવન કરવાથી દમ, હાંફ ચડી જવો, અસ્થમા, મંદ પડેલી પાચનક્રિયામાં સુધારો, કોલેસ્ટેરોલ, હૃદયરોગ, કબજીયાત, શરીર પર ગાંઠો થવી અને શરીરની ગરમી જેવી અનેક સમસ્યાઓથી મુક્તિ આપે છે, આ ઉપરાત નિયમિત દૂધીના રસનું સેવન કરવાથી બાયપાસ સર્જરી, એસીડીટી, સંધિવા, બ્લડપ્રેશર, કફ, ગેસ, આંખ, કાન, માથાનો દુખાવો, ડાયાબીટીસ વગેરે જેવા અનેક રોગોથી મુક્તિ આપે છે.
વધેલું વજન ઘટાડવા અને શરીર પર જામેલી ચરબીના થર ઘટાડવા માટે ખુબજ ઉપયોગી છે દૂધીનો રસ, આ ઉપરાત બ્લોક થયેલી નસો પણ ખોલવાની શક્તિ રહેલી છે આ જયુસમાં. આ ઉપાયથી અનેક લોકોને નવું જીવન મળ્યું છે, જે લોકો પથારીમાંથી ઉભા પણ થઈ શકતા નહોતા એવા લોકો હવે આરામથી હવે ૪-૫ કિલોમીટર ચાલી શકે છે.
દૂધીનું જયુસ બનાવવાની રીત:- રપ૦ ગ્રામ તાજી દેશી દુધી છાલ સાથે છીણી લો અથવા તેના ટુકડા કરી લો, ત્યારબાદ તેમાં તુલસી અને ફુદીનાનાં ર૦-૨૦ પાન નાખી મિકસર મશીનમાં તેને ક્રશ કરી લો, ક્રશ થઈ ગયા બાદ એ રસને પાતળા કપડાથી ગાળીને બરાબર નિચોવી લેવું, ત્યારબાદ તેમાં ૪-૫ મરીનો ભૂકો તથા સહેજ સંચળ પાવડર ઉમેરીને તાજે તાજુ જ શરબતની જેમ પીઈ જવું. સમસ્યા ખુબજ વધારે હોય તો દિવસમાં ત્રણ ટાઈમ સવાર, બપોર, સાંજ તાજુ જ બનાવીને આ જયુસ પીવું.
ખાસ નોંધ:- આ જયુસ હંમેશા તાજું બનાવીને જ પીવું અને ફ્રીઝમાં રાખેલું જયુસ પીવું નહી. દરેક વ્યક્તિની તાસીર જુદી જુદી હોય છે એટલે આ જયુસ કોઈ માટે રામબાણ તો કોઈ માટે બિનઅસરકારક હોઈ શકે છે. ઉપર જણાવેલો પ્રયોગ કે સેવન કરતા પહેલા જાણકાર વ્યક્તિની સલાહ જરૂર લેવી.