જ્યારે દૂધની વાત આવે ત્યારે આપણા મગજમાં તેની એક ચોક્કસ લાક્ષણિકતા ઊપસી આવે છે. જેમકે તે સામાન્ય બંધારણ તેમજ સારો સ્વાદ તથા સુગંધ ધરાવતું હોય. પરંતુ ઘણી વખત તેમા કોઈ કારણોસર ખરાબ વાસ આવતી હોય છે. જેમકે ખરાબ કે બગડી ગયેલા દૂધની વાસ, ખાટી ઍસિડીક વાસ, દ્રાક્ષ જેવી વાસ, ધાતુના વાસણ અથવા પુંઠા માથી આવતી હોય તેવી વાસ, દવા, રસાયણો અને જંતુનાશકો ની વાસ, ખોરાક ને કારણે આવતી ઍરોમેટીક અથવા વધારે પડતી મીઠી વાસ વગેરે. તેના માટે ઘણા કારણો જવાબદાર હોય છે જે તેમા દર્શાવવામાં આવ્યા છે તથા તેને અટકાવવા ના ઉપાય આપેલ છે. જે તે વાસ આવવા માટે તેના માટે કોઈ ચોક્કસ કારણ જવાબદાર હોય છે.
દૂધમાં આવતી વાસ ચોક્કસ રીતે યોગ્ય ઉપાયો વાપરીને તેને રોકી શકાય છે. તેમા મુખ્યત્વે સ્વચ્છતા, રહેઠાણ, પશુઓ ની યોગ્ય સાર-સંભાળ, પશુ-આહાર, દૂધ દોહવાની યોગ્ય પદ્ધતિ, દૂધ દોહતી વખતે રાખવાની યોગ્ય કાળજી, દૂધ માટેના યોગ્ય વાસણો, દૂધ સાચવવા ની વ્યવસ્થા, દૂધનું યોગ્ય તાપમાન વગેરે નો સમાવેશ થાય છે.
૧) ખરાબ કે બગડી ગયેલા દૂધની વાસ :-
કારણો :-
– બેક્ટેરિયા દ્વારા દૂધનો બગાડ.
– દૂધ ઉત્પાદન માં ઉપયોગમાં લેવામાં આવતા વાસણો ખરાબ કે ગંદા હોવા.
– કોઢ અને ગમાણ ગંદા હોવા.
– પશુ પોતે ગંદુ હોય.
– દૂધ દોહ્યા પહેલા ગાયને અને તેના આંચળ ને બરાબર સાફ ન કરવા અને બરાબર ન સુકવવા.
– ખરાબ પાણી નો ઉપયોગ.
અટકાવવા ના ઉપાય :-
– પશુ ની રહેઠાણ વ્યવસ્થા અને પશુને શુદ્ધ રાખવું.
– શુદ્ધ પાણી નો ઉપયોગ કરવો.
– દોહતા પહેલા આંચળ ને જંતુનાશક દવાવાળા પાણી થી બરાબર ધોવા, સાફ કરવા અને સુકવવા.
૨) ખાટી ઍસિડીક વાસ / દ્રાક્ષ જેવી વાસ :-
કારણો :-
– દોહ્યા બાદ દૂધને તરત ઠંડુ ન પાડવું અથવા યોગ્ય તાપમાને ઠંડું ન કરવું.
– ગંદા માટી વાળા વાસણો.
અટકાવવા ના ઉપાય :-
– દૂધ હેરફેર કરતા સાધનો નીચોક્ક્સાઇ રાખવી.
– દૂધને દોહ્યા બાદ યોગ્ય ૪૦ ફેરનહીટ તાપમાને ગરમ કરવુ.
૩) ધાતુના વાસણ અથવા પુંઠા માથી આવતી હોય તેવી વાસ :–
કારણો :-
– કટાઈ ગયેલા વાસણ માં દૂધ દોહવાથી.
– પાણી માં તાંબું, લોહ તત્વ અને મેંગેનીઝ નામના સૂક્ષ્મ ક્ષાર નુ પ્રમાણ વધારે હોવું.
– ક્લોરિન યુક્ત જંતુનાશકો નો વધુ પડતો ઉપયોગ.
– દૂધને સૂર્ય ના તાપમાં અથવા ફ્લોરેસન્ટ લાઇટ માં વધારે સમય ખુલ્લું રાખવાથી.
અટકાવવા ના ઉપાય :-
– ઉચ્ચ ગુણવત્તા વાળા સ્ટેઇનલેસ સ્ટીલ ના વાસણો, રબર, પ્લાસ્ટિક ના સાધનો નો ઉપયોગ કરવો.
– વધુ પડતા ક્ષાર વાળા પાણી માથી ક્ષાર દૂર કરી પાણી વાપરવું.
– ક્લોરિન યુક્ત જંતુનાશકો નો ઉપયોગ ઓછો કરવો.
– સૂર્ય ના તાપ અને ફ્લોરેસન્ટ લાઇટ થી દૂધને દૂર રાખવું.
૪) ખોરાક ને કારણે આવતી ઍરોમેટીક અથવા વધારે પડતી મીઠી વાસ :–
કારણો :-
– મકાઈ/જુવાર નુ સાઇલેજ અને ડુંગળી દૂધ દોહવાના 2-3 કલાક પહેલા પશુઓ વધારે
પ્રમાણમાં ખાઇ લે.
– કોબીજ ના પાન નો પશુ-આહાર તરીકે વધુ પડતો ઉપયોગ.
અટકાવવા ના ઉપાય :–
– સાઇલેજ દૂધ દોહ્યા પછી આપવું.
– પૂરતી હવા-ઉજાસ વાળા રહેઠાણ રાખવા.
– કોબીજ ના પાન શકય હોય તો પશુઓ ને ન આપવા.