ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક વ્યક્તિના પેટમાંથી સ્ટીલની 62 ચમચી નીકળવાનો મામલો સામે આવ્યો છે. ખરેખર, એક માણસના પેટમાંથી સ્ટીલની 62 ચમચી કાઢવામાં આવી છે.
ઓપરેશન કરનાર ડોક્ટરો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના કહેવા પ્રમાણે, આ વ્યક્તિ એક વર્ષથી ચમચી ખાતો હતો. આ વ્યક્તિનું ઓપરેશન કરનાર ડોક્ટર રાકેશ ખુરાનાએ જણાવ્યું કે 32 વર્ષીય દર્દી વિજયે આ ચમચી ખાઘી હતી.
મુઝફ્ફરનગરના મંદસૌર વિસ્તારના 32 વર્ષીય વિજયને પેટમાં દુખાવાની ફરિયાદ હતી. દર્દ વધી જતાં વિજય ડોક્ટર પાસે ગયો, ત્યારે ડોક્ટરે સ્થિતિ ગંભીર જોઈ વિજયને દાખલ કર્યો. તબિયત વધુ બગડતાં તબીબોએ પેટનું ઓપરેશન કર્યું હતું, જેમાં ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાં 62 ચમચી જોઈને તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ પછી, ડૉક્ટરે દર્દીના પેટનું ઓપરેશન કર્યું અને એક પછી એક ચમચી બહાર કાઢી. જ્યારે ડોક્ટરે ચમચીની ગણતરી કરી તો તેણે 62 ચમચીની સંખ્યા જણાવી. આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.