કિંગ ચાર્લ્સ III પર ફેંકવામાં આવ્યા ઇંડા, ઈંડા ફેંકનાર કહ્યું – આ દેશ ગુલામોના લોહી થી બનાવવા માં આવ્યો છે; આવી જ ઘટના 1986માં ક્વીન એલિઝાબેથ સાથે બની હતી.

News

યોર્કશાયરમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. પોલીસે આ કૃત્ય કરનાર 23 વર્ષના યુવકની ધરપકડ કરી છે. કિંગ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે દિવસની મુલાકાતે ઉત્તર ઇંગ્લેન્ડના યોર્કશાયર પહોંચ્યાં હતાં. અહીં વિરોધ કરી રહેલા એક યુવકે તેમના પર ઈંડાં ફેંક્યા હતા.
પૈસાવાળા ગુજરાતીઓને લાગ્યો ફ્લેટમાં રહેવાનો ચસ્કો, 15 કરોડના ફ્લેટમાં 15 લાખનું બાથરૂમ અને ચુકવે છે 50 હજાર સુધીનું મેઇન્ટેઇનન્સ

એક પોલીસ અધિકારીએ કહ્યું – રાજા અને રાણી મિકલગેટ બાર (યોર્કશાયરના પરંપરાગત શાહી પ્રવેશદ્વાર) પર લોકો સાથે વાત કરી રહ્યા હતા. લોકો રાજાને આવકારવા માટે ‘ગોડ સેવ ધ કિંગ’ ગાતા હતા ત્યારે એક વ્યક્તિએ નારા લગાવતાં તેમના પર ઈંડાં ફેંક્યા હતા. ઇંડાં ફેંકનાર યુવક બૂમો પાડી રહ્યો હતો – આ દેશ ગુલામોના લોહીથી બનેલો છે. અમે તે યુવકની ધરપકડ કરી છે.

ચાર્લ્સ રાજા બની શકે એ માટે ઘણા લોકોએ જીવ ગુમાવ્યાઃ આરોપી
પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ બાદ વ્યક્તિએ કહ્યું- હું ગુલામી, કોલોનિયલિઝ્મ અને સામ્રાજ્યવાદના પીડિતોની સાથે છું. આ ઇંડાં ન્યાયના માપદંડ તરીકે ફેંકવામાં આવ્યાં હતાં. આ ન્યાય તે લોકો માટે છે, જેમણે તે માણસ (કિંગ ચાર્લ્સ)ને રાજા બનાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એવો ન્યાય છે, જે લોકો જોઈ શકે છે.

પોલીસે હાથ-પગ બાંધીને આરોપીને ઝડપી લીધો હતો
ઘટનાસ્થળે હાજર એક મહિલાએ કહ્યું- અમે બધા રાજા અને રાણીની રાહ જોઈ રહ્યા હતા. બધા ખૂબ જ ઉત્સાહિત હતા. જેવા બંને મિકલગેટ બાર પાસે પહોંચ્યા કે તરત જ એક વ્યક્તિએ તેમના પર 5 ઈંડાં ફેંક્યાં. મેં પોલીસને એક માણસના હાથ-પગ બાંધીને લઈ જતા જોયા. જ્યાંથી ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં એ બાજુ કેટલાક લોકો બેનર લઈને ઊભા હતા. બેનર પર લખવામાં આવ્યું હતું – નોટ માય કિંગ એટલે મારો રાજા નથી.
ભાજપના કન્ફર્મ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

કોણ છે આરોપી?
ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર, ઈંડાં ફેંકનારી વ્યક્તિનું નામ પેટ્રિક થેલવેલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની તેમની પ્રોફાઇલ અનુસાર, તે ડાબેરી કાર્યકર્તા છે અને સ્થાનિક ચૂંટણીમાં ગ્રીન પાર્ટીનો ઉમેદવાર રહી ચૂક્યા છે. પેટ્રિક યુનિવર્સિટી ઓફ યોર્ક ગાર્ડનિંગ સોસાયટીના પ્રમુખ પણ રહી ચૂક્યો છે. તેઓ બ્લોગ પર ક્લાઈમેટ ચેન્જ વિશે લખતા રહે છે.

રાણી એલિઝાબેથ પર પણ ઈંડાં ફેંકવામાં આવ્યાં છે
આ પહેલીવાર નથી, જ્યારે રાજવી પરિવારના કોઈ સભ્ય પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હોય. 1986માં રાણી એલિઝાબેથ પર પણ ઇંડાં ફેંકવામાં આવ્યાં હતાં. તે પતિ પ્રિન્સ ફિલિપ સાથે ન્યૂઝીલેન્ડ ટૂર પર ગયા હતા. એ દરમિયાન બંને ખુલ્લી કારમાં લોકો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મહિલાઓએ તેમના પર ઈંડાં ફેંક્યા હતા. પોલીસે બંને મહિલાની ધરપકડ કરી હતી.

કિંગ ચાર્લ્સને 2001માં એક છોકરીએ થપ્પડ મારી હતી
2001માં પ્રિન્સ ચાર્લ્સ લાતવિયાના પ્રવાસે હતા. એ દરમિયાન એક 16 વર્ષની છોકરીએ તેને થપ્પડ મારી હતી. છોકરી છતાં તેના હાથમાં એક ફૂલ હતું, જેનાથી તેણે પ્રિન્સ ચાર્લ્સને થપ્પડ મારી હતી. આટલું જ નહીં, યુવતીએ બ્રિટનને દુનિયાનો દુશ્મન પણ કહી દીધું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે અફઘાનિસ્તાનમાં યુદ્ધના વિરોધમાં પ્રિન્સ ચાર્લ્સને થપ્પડ મારી હતી.

Leave a Reply

Your email address will not be published.