મારી નજર પાણી પુરી વાળા ના ખુમચા ઉપર પડી, મારી પત્ની ઉભી ઉભી પાણી પુરી ખાતી હતી પણ…

Story

કાલે સાંજે… હું થોડો વહેલો ઘરે આવવા નીકળ્યો. રસ્તા મા શાકભાજી ની માર્કેટ ઘર પાસે ભરાઈ છે.. ત્યાં મારી પત્ની ઘરે થી ચાલતી ચાલતી શાક લેવા રોજ  આવે. મને થયું એ ઉભી હોય તો તેને બેસાડી ઘરે લઈ જાવ… તેને ચાલવું નહીં.. મેં એકટીવા ઉભું રાખ્યું.. આજુ બાજુ નજર કરી… મારી પત્ની ક્યાંય દેખાણી નહીં..

મેં એકટીવા ચાલુ કર્યું.. ત્યાં મારી નજર પાણી પુરી વાળા ના ખુમચા ઉપર પડી. મારી પત્ની ઉભી ઉભી પાણી પુરી ખાતી હતી. દોસ્ત એ એટલી સ્વાદ થી લીજ્જત અને આનંદ થી પાણી પુરી એ ખાતી હતી કે.. આવો તેના ચહેરા નો ભાવ કે.. આનંદ તો હું તેને મોંઘી હોટેલ માં જમવા લઈ જાવ ત્યારે પણ જોયો ન હતો.

તેના ચહેરા પરનો નિર્દોષ આનંદ  જોઈ  મને તેને ડિસ્ટ્રબ કરવી યોગ્ય ન લાગ્યું.. મેં મારું એકટીવા બંધ કરી તેના ભોળા ચહેરા ને નિરખતો રહ્યો. તેણે પાણી પુરી નો રાઉન્ડ પુરો કર્યા પછી ની છેલ્લી મસાલા પુરી માંગી અને તૃપ્ત થયા નો આનંદ લીધો.

એટલે મેં એકટીવા ચાલુ કર્યું અને તેની બાજુ મા જઈ ઉભો રહ્યો. અચાનક મને જોઈ..હસ્તા..હસ્તા મોઢું લૂછતાં બોલી.. આજે વહેલા વહેલા ?

હા આજે વહેલો છુટ્યો.. ચાલ સ્કૂટર ની પાછળ બેસી જા… તારે ચાલવું નહીં..

અમે ઘરે પહોચ્યા.. હું બૂટ કાઢતા હસી પડ્યો.. એટલે મારી પત્ની બોલી.. હસવાનું શું એમાં ? હું રોજ થોડી પાણી પુરી ખાઉ છું ? તમારી જાણ માટે દસ રૂપિયા ની જ પાણીપુરી મેં ખાધી છે.. રોજ શાક ની લારી લારી એ ફરી તમારા રૂપિયા બચાવું છું તો.. કોઈ વખત આનંદ કરવાનો મારો અધિકાર નથી ? એ નિર્દોષપણે બોલતી રહી  તેમ તેમ મારી આખો માંથી આંસુ પડતા રહ્યા.

અરે તેમાં રડો છો શુ ? આજ થી પાણીપુરી ખાવા નું બંધ..મારી પત્ની બોલી

અરે ગાંડી.. મને દુઃખ એ વાત નું નથી કે તે પાણી પુરી કેમ ખાધી ? દુઃખ એ વાત નું છે.. આટલા વર્ષના લગ્ન જીવન પછી પણ હું એ ન જાણી શક્યો કે.. તને પાણીપુરી આટલી બધી ભાવે છે. આવ બેસ..મારી બાજુ મા.. આજે વહેલું આવવા નું કારણ તું મને પૂછતી હતી ને ? યાદ છે.. ગયા ઉનાળે તે કિધુ હતું.. ગરમી બહુ લાગે છે. AC હોવું જોઈએ. મેં કીધું હતું.. AC નું બિલ બહુ આવે. 

તે કિધુ હતું કેટલું આવે ? મહિને બે ત્રણ હજાર  રૂપિયા થી વધારે આવે. તમને કદી હું ઉનાળા મા હિલસ્ટેશન ઉપર ફરવા લઈ જાવ તેવી જીદ તો કદી પકડતી નથી.. ત્યાં તમારે  એક દિવસ ની હોટલ નું ભાડું ત્રણ હજાર કે.. ચાર હજાર આપવું પડે તો અહીં ઘર મા મહિનાના ત્રણ હજાર AC પાછળ ખર્ચી ના શકો ?

તારી વાત મેં  ગંભીરતા થી વિચારી હતી અને સાચી પણ લાગી હતી એટલે જાન્યુઆરીમા આવેલ લીવ એનકેશમેન્ટ ના રૂપિયા માથી મેં AC લખાવી દીધું છે. આજે AC ફિટ કરવા આપણા ઘરે આવે છે. મારી પત્ની મને ભેટી પડી મેં ચુકવેલ AC ની કિંમત તો તેણે મારા ગાલ ઉપર આપેલ ચુંબન ની સરખામણી માં શુન્ય હતી.

મારા કહેવાનો મતલબ એજ છે કે.. ઘણી વાર મોટી મોટી મહ્ત્વાકાંક્ષા રાખવા કરતા નાની નાની વસ્તુ માંથી આનંદ મેળવતા શિખવુ જોઇયે.

કોઈ વખત પાણી પુરી ની લારી એ ઉભા રહો.. કોઈ વખત રસ્તા ઉપર ઉભા રહી બરફ નો ગોળો ચૂસતા રહી ને જીંદગી ની પળે પળ નો આનંદ લૂટતા રહીએ.. રૂપિયાને આપણી આત્મીયતા અને નિખાલસતા સાથે કોઈ સબંધ નથી. બાકી દોસ્ત.. ઈચ્છાઓ તો કદી શહેનશાહો ની પણ પુરી નથી થઈ. આજની વાત ભલે દામ્પત્ય જીવન ઉપર હોય.. પણ પારિવારીક જીવનમાં પણ ઘણું લાગુ પડે છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *