છે તો એક બસ કંડક્ટર પણ તેણે છેલ્લા 30 વર્ષમાં કર્યું છે કંઈક એવું કે લોકો તેને આદરથી નમન કરે છે, તમે પણ જાણીને આદરથી નમન કરશો.

Story

જો તમારે ક્યારેક તમિલનાડુ ફરવા જવાનું થાય અને જો તમને સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ નંબર 70 માં મુસાફરી કરવાનો મોકો મળે, તો તમે એવા વ્યક્તિને મળશો કે જે “ટ્રી મેન” તરીકે પ્રખ્યાત છે. ટ્રી મેન વાસ્તવમાં 70 નંબરની બસના કંડક્ટર છે, તે એક સમાજ માં એક મોટા પરિવર્તન તરફ પ્રયાશ કરી રહ્યો છે. પર્યાવરણ પ્રત્યેના તેમના નિઃસ્વાર્થ અને સતત કાર્ય માટે એક મોટો વર્ગ તેમનું સન્માન કરે છે.

એમ.યોગનાથન લગભગ ત્રણ દાયકાથી પર્યાવરણ બચાવવા માટે લડી રહ્યા છે. વર્ષોથી તેણે પોતાની કમાણીથી તમિલનાડુના 32 જિલ્લામાં ત્રણ લાખથી વધુ રોપા ઉગાડ્યા છે. તેઓ તેમના માસિક પગારના ચાલીસ ટકા રોપા ખરીદવા અને રોપવા માટે અને સ્થાનિક શાળાઓ અને કોલેજોના બાળકોને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બનાવવા પાછળ ખર્ચે છે.

યોગનાથન મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. શાળાના દિવસો દરમિયાન તેઓ સખત ગરમીમાં ઝાડની છાયા નીચે બેસીને પ્રકૃતિ પર કવિતાઓ લખતા હતા. જ્યારે તેઓ 1987માં નીલગીરીમાં રહેતા હતા ત્યારે તેમનો સંઘર્ષ શરૂ થયો હતો. ત્યાં તેણીએ કોટાગીરીના લાકડા માફિયા સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું અને સળગાવવા માટેના લાકડા તરીકે વૃક્ષો કાપવાનો પણ ઉગ્ર વિરોધ કર્યો હતો.

યોગનાથન બારમા ધોરણ પછી તેમનો અભ્યાસ આગળ ચાલુ ના રાખી શક્યા, પરંતુ કુદરત માતા પાસેથી શીખવાનું ક્યારેય બંધ ન કર્યું. તે પર્યાવરણ વિશેની દરેક માહિતીને ખૂબ જ સરળતાથી આત્મસાત કરી લેતો હતો. છેલ્લા 15 વર્ષથી તેઓ પૂર્ણ સમય બસ કંડક્ટર તરીકે કામ કરે છે છતાં વૃક્ષો વાવવાના તેમના જુસ્સા માટે હંમેશા સમય કાઢી લે છે.

યોગનાથન કહે છે, “દર અઠવાડિયે મારી રજાના દિવસે, હું શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જઈને ત્યાંના મેદાનમાં વૃક્ષારોપણ કરવા જાઉં છું,”

યોગનાથનની વ્યૂહરચના એક સરળ વિચાર પર આધારિત છે જે શ્રેષ્ઠ પરિણામો તરફ દોરી જાય છે. દરરોજ તે તેનું કામ પૂરું કર્યા પછી તે તેના લેપટોપ સાથે પ્રકૃતિની સ્લાઇડ્સ સાથે નીકળી જાય છે. તે વિવિધ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓને મળે છે અને તેમને સ્લાઇડ્સ બતાવે છે. તે કહે છે, “જ્યારે પણ હું તે સ્લાઇડ્સ વિદ્યાર્થીઓને બતાવું છું, ત્યારે તેઓ વૃક્ષો વાવવા માટે તૈયાર થઈ જાય છે.”

જ્યારે વિદ્યાર્થીઓ એક વૃક્ષ વાવે છે, ત્યારે દરેક વૃક્ષને તેના વાવેતર કરનારનું નામ આપવામાં આવે છે. આ રીતે વિદ્યાર્થી પ્રથમ વખત અને દર વખતે પોતાના નામના વૃક્ષની સંભાળ લેવા ત્યાં જવાનું શરૂ કરે છે. યોગનાથન દ્વારા વાવેલો પહેલો છોડ હવે લાલ ફૂલોથી આચ્છાદિત ગુલાબનું વૃક્ષ બની ગયો છે. રોપા રોપાયા પછી, યોગનાથન તે વૃક્ષના વિદ્યાર્થીનું સંપૂર્ણ સરનામું લે છે અને છોડની સંભાળ માટે સતત સંપર્કમાં રહે છે. આજ સુધીમાં તેઓ 3700 થી વધુ શાળાઓમાં જઈને બાળકોને વૃક્ષોના મહત્વથી વાકેફ કર્યા છે.

આટલા વૃક્ષો વાવ્યા પછી પણ યોગનાથનનું જીવન ફૂલોથી ભરેલું નથી. તે ભાડાના મકાનમાં રહે છે તેથી તેની પત્ની અને બે બાળકો સાથે ગમેતે સમયે અહીંથી ત્યાં ઘર છોડીને જવું પડે છે. જ્યારે તેઓ ભાડાના મકાનમાં વૃક્ષો વાવે છે, ત્યારે મકાનમાલિક તરત જ તેમને ઘર છોડવાનું કહેતા હતા. તેઓને માત્ર તાળીઓ અને સન્માન જ નથી મળતું પણ સાથે સાથે વન વિભાગ દ્વારા તેમની સામે અનેક કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. યોગનાથન દ્વારા સરકારી રોડની બાજુમાં વૃક્ષો વાવવાની જીદ અને પછી તેને કાપવા ન દેવાના વિરોધના કારણે તેમના પર કેસ ચાલી રહ્યા છે.

બીજી તરફ તેને અત્યાર સુધીમાં 14 મોટા એવોર્ડ મળ્યા છે. તેમાંથી મુખ્ય રાજ્ય સરકારના ‘પર્યાવરણ વોરિયર’ છે. ઘણી વખત એવું બન્યું છે કે પૈસાની અછતને કારણે તેઓ એવોર્ડ લેવા માટે હાજર રહ્યા નથી. હરિત ક્રાંતિ નામની પોતાની વેબસાઈટ છે જેમાં તેમની અત્યાર સુધીની તમામ પ્રવૃત્તિઓની માહિતી મળી રહશે.

તેમનું માનવું છે કે દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જોઈએ. યોગનાથનને આર્થિક મદદ નથી મળી પરંતુ તેમના પોતાના પરિવારનો નૈતિક ટેકો તેમને આ કામ માટે સતત બલિદાન આપવા પ્રેરિત કરે છે. તેમના દ્વારા વાવેલા લગભગ તમામ વૃક્ષો જીવંત અને ઉછરી રહ્યાં છે. પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણની ચિંતા એ દરેક વ્યક્તિની જવાબદારી છે અને તો જ આપણે આવનારી પેઢીને હરિયાળી ધરતીનો વારસો આપી શકીશું.

Leave a Reply

Your email address will not be published.