આ દાદા દાદી 70 વર્ષની ઉંમરે પણ સખત મહેનત કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. લોકો દૂર-દૂરથી ગોલા ખાવા માટે આવે છે…

Story

આજે અમે તમને એક ઘટના વિષે વાત કરવાના છીએ જે ઘટના મેવાસા ગામના દાદા અને દાદીની જેમની ઉમર ૭૦ વર્ષની તો છે. પરંતુ તે ગોલા બનાવામાં એવી મહારત હાંસિલ કરી છે કે જેતપુર થી લઈને જૂનાગઢ ગોંડલ સુધી અને આ બાજુ રાજકોટ સુધીના લોકો દાદા દાદીના ગોલા ખાવા માટે આવી રહ્યા છે.

સામાન્ય રીતે 70 વર્ષની ઉંમરે વૃદ્ધ દાદા દાદી ગોલા વેચે એટલે દરેક લોકોને સવાલ થાય કે ઘરમાં દીકરા કે દીકરી નહિ હોય. આટલી ઉંમરે પણ વૃદ્ધ દાદા દાદીને કામ કરવું પડી રહ્યું છે પરંતુ તે કેશમાં એવું કઈ જ નથી મેવાસા ગામના ૭૦ વર્ષના દાદા દાદી મુકતા બેન અને પ્રેમજીભાઈ જેઠવાના સંતાનો સુરતમાં પણ ગોલા વેચી રહ્યા છે.

જયારે દીકરા નામથી જ આ દાદા અને દાદી ગોલા વેચવાનો ધંધો કરે છે.તે પણ આત્મનિર્ભર રીતે જીવવા માટે જ કરે છે. ખાસ વાત એ છે સાંજ પડતાની સાથે જ દાદી દાદી પાસે વાત કરવાનો પણ સમય રહેતો નથી.

કારણ કે એટલી મોટી સંખ્યામાં લોકો તેમના ફેમસ ગોલા ખાવા માટે આવે છે. તેથી તેમની જોડે સમય જ નથી રહેતો. પરંતુ ગોલા ખાવા આવનાર લોકોના મોઢે તેમના વખાણ ખુબજ સાંભરવા મળી રહ્યા છે.

તે દાદીના ગોલા ખાવા માટે દરેક લોકો પ્રેસિયલ આવતા હોય છે તેમના જેવા ગોલા જૂનાગઢમાં પણ નથી મળતા તેથી જૂનાગઢના લોકો પણ તે દાદા અને દાદીના ગોલા ખાવા માટે જાય છે તે દુકાન આગળની ભીડ જોઈને તમે પણ અંદાજો લગાવી શકો છો કે દાદા દાદીના ગોલા કેટલા ફેમસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *