આ પરંપરા આજે પણ જીવંત છે, આધુનિક સમયમાં પણ કુંભારો દ્વારા બનેલા માટીના ગરબાની ખુબ માંગ છે.

News

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારની ઉજવણી માટે વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે. આધુનિક સમયમાં માટીના ગરબાની જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે. પરંતુ બોટાદના ગઢડામાં આજે પણ માટીના ગરબાની પરંપરા જોવા મળે છે. ગઢડામાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા પર માટીના ગરબા બનાવવામાં આવે છે. આજના આધુનિક યુગમાં બજારમાં ચાઈનીઝ માટીના વિવિધ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા જોવા મળે છે. જેણે પરંપરાગત ગરબીનો ક્રેઝ ઓછો કર્યો છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ લોકો જૂની પરંપરા મુજબ માટીના ગરબા ખરીદીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી માટીમાં કામ કરતા પરિવારને રોજી રોટી મળે. ગઢડામાં માટીના ગરબા ખરીદવા લોકોનું આગમન થતાં કુંભાર પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે.

નવરાત્રિને હવે ગણતરી ના દિવસો જ બાકી છે, ત્યારે આધુનિક યુગમાં વિવિધ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટી ના ગરબાની જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે, જ્યારે અખંડ દીપકની પ્રાચીન પરંપરા અને નવરાત્રિ દરમિયાન બનાવેલા માટી ના ગરબા હજુ પણ અસ્તિત્વમાં છે. કુંભારના ચાકડા ઉપર આકાર પામીને નીભાંડામાં પાકેલા માટીના ગરબાની માંગ જોવા મળે છે .

નવરાત્રી એ વિશ્વનો સૌથી લાંબો તહેવાર છે. દરેક ગુજરાતી નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય છે. તેમાં પણ કોરોના જેવા મુશ્કેલ સમય બાદ નવરાત્રીના કલાકો ગણાઈ રહ્યા હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે . નવરાત્રી એ શક્તિ ઉપાસના નો તહેવાર છે અને નવરાત્રીનો તહેવાર ગુજરાતીઓના લોહીમાં એટલો સમાયેલો છે કે જ્યાં પણ ગુજરાતીઓ વસે છે ત્યાં નવરાત્રીનો તહેવાર ઉજવાય જ . આસો સુદ એકમથી નવરાત્રિ શરૂ થતાં જ વાતાવરણમાં દિવ્યતાનો અણસાર પથરાય જશે.

ગરબીની પ્રથાને સમર્થન આપતા કુંભાર મેરાભાઈ કહે છે કે આધુનિક યુગમાં બજારોમાં પણ વિવિધ પ્રકારના ગરબા જોવા મળે છે અને જ્યાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા જોવા મળે છે. તે સમયે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કુંભાર પરિવાર ચાકડા પર માટીના ગરબા બનાવી રહ્યો છે . આજના આધુનિક યુગમાં હવે બજારમાં વિવિધ ડિઝાઇન અને રંગબેરંગી ગરબા ઉપલબ્ધ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જૂની પરંપરા મુજબ માટીના ગરબા ખરીદીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. આથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન માટીના ગરબાની માંગ છે.

આધુનિક યુગમાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો માટીના ગરબાની માંગ કરી રહ્યા છે. જેથી માટીકામ બનાવતા પરિવારોને રોજી રોટી મળે. હાલ માટીના ગરબાની માંગ છે, ગઢડા મા માટીના ગરબા બનાવતા કુંભાર પરિવાર પણ તેમની આવકમાં વધારો થતા ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *