જાણો એવું તોહ શું થયું હતું કે હૃતિક રોશન કહો ના પ્યાર હૈ મુવી સુપરહિટ હોવા છતાં પણ એક રૂમમાં પોતાને બંધ કરીને ખુબ જ રડ્યો હતો…

Bollywood

હૃતિક રોશન બોલિવૂડનો એક એવો અભિનેતા છે જેના માત્ર અભિનય જ નહીં, ડાન્સ, એક્શન, કોમેડી અને લુક્સના પણ વખાણ થતા હોય છે. હૃતિક રોશને અત્યાર સુધીના પોતાના કરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. હૃતિકની ફેન ફોલોવિંગ પણ ઘણી વધારે છે. ડાન્સ શીખનારા લોકો માટે તો હૃતિક રોશન ગુરુ સમાન છે. ડાન્સના શોખીનો હૃતિકની ફિલ્મોની સાથે સાથે એના નવા ડાન્સ મૂવ્સની પણ રાહ જોતા હોય છે. અહીં અમે તમને હૃતિક રોશનને લગતી એક રસપ્રદ વાત જણાવી રહ્યા છીએ.

હૃતિક રોશને વર્ષ 2000માં ફિલ્મ કહો ના પ્યાર હૈ સાથે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી અમિષા પટેલે કામ કર્યુ હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. લોકોએ ફિલ્મને ખૂબ પસંદ કરી છે. આ ફિલ્મને કારણે હૃતિક રોશન અને અમિષા પટેલ રાતોરાત ફેમસ થઈ ગયા હતા. ફિલ્મના ગીતો પણ સુપરહિટ હતા. આજે પણ તે ફિલ્મના ગીતો લોકો સાંભળે છે અને તેમાં હૃતિકના ડાન્સ મૂવ્સ આજે પણ લોકોને યાદ છે. આટલી સફળતા મળી હોવા છતાં હૃતિક રોશન એકલતામાં રડતો રહેતો હતો અને તેણે બોલિવૂડ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો.

આ બાબતે વાત કરતાં હૃતિકના પિતા રાકેશ રોશને જણાવ્યું હતું કે, તેમના દીકરાને પ્રથમ ફિલ્મમાં જ ઘણી સફળતા મળી ગઈ હતી, પરંતુ તે ફિલ્મ પછી ગભરાઈ ગયો હતો. તે ઉત્સાહિત હોવાના સ્થાને પોતાના ઓરડામાં ખૂબ રડતો રહેતો હતો. તે વિચારી રહ્યો હતો કે તેણે બોલિવૂડમાં આવવાનો નિર્ણય ક્યાંક ખોટો તો નથી લઈ લીધોને? રાકેશ રોશને જણાવ્યું કે, મેં તેની પાસે જઈને પૂછ્યું કે તે કેમ રડી રહ્યો છે, તો તેણે કહ્યું કે હું આ બધું હેન્ડલ નથી કરી શકતો.

સ્ટૂડિયોમાં જતાની સાથે જ છોકરાઓ અને છોકરીઓ મને મળવા આવે છે. બધા લોકો મારી સાથે ફોટો પડાવવા માંગતા હોય છે. મને કંઈ પણ શીખવાની તક જ નથી મળી રહી. એક્ટિંગની તક નથી મળી રહી. હું કામ પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો. તે સમયે રાકેશ રોશને હૃતિકને સમજાવ્યું કે આ બદલાવને એક આશિર્વાદની જેમ સમજો. તેની સાથે એડજસ્ટ કરીને આગળ વધો. ત્યારપછી હૃતિક બોલિવૂડમાં એક મોટા અને સફળ અભિનેતા તરીકે આગળ વધ્યો.

Leave a Reply

Your email address will not be published.