આ ગામના દરેક લોકો પાસે છે પોતાનું પ્રાઇવેટ પ્લેન , શાક ભાજી લેવા પણ પ્લેન લઇ ને જ જાય છે

Life Style

પ્લેનમાં બેસવું આજે પણ અનેક લોકોનું સપનું હોય છે. લોકો પ્લેનને પસાર થતા આશ્ચર્યથી જોઈ રહેલા હોય છે. એમાં પણ પ્રાઈવેટ જેટ એટલે કે પોતાનું પ્લેન હોવું તો લક્ઝરી માાનવામાં આવે છે. એવામાં આજે એક એવા ગામની વાત કરીશું જેના મોટાભાગના લોકો પાસે પોતાનું પ્લેન છે અને તેમાં જ તેઓ નાસ્તો કરવા માટે અને ફરવા માટે જાય છે.

વાત છે અમેરિકાના ફ્લોરિડા પ્રાંતની સ્પ્રૂસ ક્રિક. આ ગામને રેસિડેન્સિયલ એરપાર્ક પણ કહેવામાં આવે છે. આ ગામમાં 1300 ઘર છે. જેમાં 5000 લોકો રહે છે. આમાંથી અડધાથી વધારે એટલે કે 700થી વધુ ઘરના લોકો પાસે પોતાનું પ્લેન છે. જે તમને તેમના ઘરની આગળ પાર્ક થયેલા જોવા મળી શકે છે.

મહિલાઓ આ 5 ખાદ્યપદાર્થો ખાવાનું ના ભૂલો, સ્તન કેન્સરથી કરશે બચાવ

આ દેશમાં દરેક મર્દે કરવા પડે છે બે વાર લગ્ન, ના કરે તો થાય છે આવી સજા!

બરફના કારણે લપસી પડી બસ, જોનારાના શ્વાસ થયા અદ્ધર, Video વાયરલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગામમાં રહેતા મોટાભાગના લોકો તાલીમ લીધેલા પાયલટ છે. એવામાં તેઓ પ્લેન રાખે અને ઉડાવે તે સામાન્ય વાત છે. પરંતુ આ ગામમાં અનેક જાણીતા વકીલ, ડૉક્ટર અને એન્જીનિયર્સ પણ રહે છે. તેઓ પણ પ્લેન રાખવાના શોખી છે. તેમણે પણ પ્લેન ઉડાડવાની તાલીમ લીધી છે. પ્લેનને ઉડાવવા અને લેન્ડ કરાવવા ગામની બહાર રનવે છે. ઘરેથી તેઓ કારની જેમ ચલાવતા રનવે સુધી લઈ જાય છે અને ત્યાંથી તેમને ગંતવ્ય સ્થાને પહોંચે છે.

મજાની વાત તો એ છે કે, આ ગામના મોટાભાગના લોકો દરેક શનિવારે રનવે પર ભેગા થાય છે અને ત્યાંથી પ્લેન ઉડાવીને પ્રાંતના કોઈ મોટા એરપોર્ટ પર જઈને નાસ્તો કરે છે. જે બાદ તેઓ પરત ફરે છે. જો કે, અમેરિકાનું આ માત્ર એક જ આવું ગામ નથી. ટેક્સાસ, વૉશિંગ્ટન, કેલિફોર્નિયા, એરિઝોના અને કોલોરાડો સહિત અનેક પ્રાંત એવા છે જેમાં આવા નજારા જોવા મળી શકાય છે. અમેરિકાની પ્રતિ વ્યક્તિ આવક ઉંચી છે એટલે તેમનું આવી રીતે પ્લેન ખરીદવું પણ સામાન્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *