ચોટીલા માં ચામુંડાના દર્શને તો બધા ગયા જ હશે પણ ત્યાંની આ એક ખાસ વાત વિષે મોટાભાગના લોકો નહીં જાણતા હોય, જાણો ચોટીલાનો ઇતિહાસ…

Uncategorized

ગુજરાતમાં મિત્રો ઘણા બધા અલગ અલગ ભગવાનના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, તેવા જ આજે આપણે એક પ્રાચીન મંદિર વિષે વાત કરીશું, ચામુંડા માતાનું મંદિર સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલું છે, આ મંદિરમાં ભક્તો હજારોની સંખ્યામાં માં ચામુંડાના દર્શને આવે છે.

આ મંદિરમાં ખાસ કરીને ભક્તો પૂનમના દિવસે મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે, દર્શન કરીને ભક્તો ચામુંડા માતાના આર્શીવાદ પણ લેતા હોય છે, આ મંદિરમાં આવતા ભક્તોનું એવું કહેવું છે કે આ મંદિરમાં સાક્ષાત ચામુંડા માતાને સ્થાપિત કરવામાં આવ્યા છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં આવતા બધા દુઃખો દૂર કરતા હોય છે.

મંદિરમાં આવતા ભક્તોને માતા ચામુંડાના દર્શન કરવા માટે સાડા છસો જેટલા પગથિયાં ચડવા પડે છે, આ મંદિરમાં આવતા ભક્તો માટે પગથિયાં ચડતા સમયે પણ અનેક પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે, આ મંદિરમાં ભક્તો માં ચામુંડાના દર્શન કરીને જીવનમાં એક અનેરો અહેસાસ કરતા હોય છે, તેથી ભક્તો માતા ચામુંડાના આર્શીવાદ લેવા માટે ઘણે દૂરથી અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે.

આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો ચોટીલા ડુંગરને એક હજાર વર્ષ જૂનો ડુંગર માનવામાં આવે છે, આ મંદિરમાં બિરાજમાન માતાજીને ચંડી ચામુંડા માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

માં ચામુંડાએ અત્યાર સુધી ઘણા ભક્તોને પરચાઓ આપ્યા છે, આ મંદિરમાં એક એવી પણ માન્યતા રહેલી છે કે રાતની આરતી પછી ડુંગર પર કોઈ પણ ભક્ત કે પૂજારી રોકાઈ શકતું નથી, આથી આ મંદિરમાં ભક્તો હજારોની સંખ્યામાં દર્શન કરીને તેમની માનેલી બધી મનોકામનાઓ પુરી કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.