ફિલ્મો ચાર પ્રકારના પાત્ર તો અચૂકપણે જોવા મળે છે જેમાં ખાસ કરીને કોમેડી પાત્ર ભજવનાર કલાકારો ફિલ્મને વધુ મનોરંજક બનાવે છે. આજે આપણે એક એવા કલાકાર વિશે વાત કરીશું જેઓએ અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરીને દર્શકોનું દિલ જીતી લીધું પરતું આજે તેઓ ગુમનામીમાં જીવન જીવી રહ્યા છે. આ કલાકાર એટલે એ સમય ના મશુર કોમેડીયન દિનેશ હિંગુ જેને આજે ઓળખવા મુશ્કેલ છે! આજે અમે આપને આ કલાકાર વિશે માહિતી આપીશું કે આજે તેઓ શું કરી રહ્યા છે અને કેવું જીવન વિતાવી રહ્યા છે.
દિનેશ હિંગુ દિગ્ગજ કલાકાર છે જેમણે લોકોને ખૂબ હસાવ્યા છે. ચાર દાયકાથી વધુ સમયથી લોકોને હસાવ્યા છે. દિનેશ હિંગુએ પોતાની કારકિર્દીની શરૂઆત વિલન તરીકે કરી હતી. તેને નાનપણથી જ અભિનયમાં રસ હતો. આ અભિનયની કળા થકી જીવનમાં ખૂબ જ સફળતા મેળવી છે. આજે તેમનું જીવન જે રીતે જીવી રહ્યા છે એ જાણીને તમને પણ દુઃખ થશે કે આખરે તેમનું જીવન આવું કંઈ રીતે થઈ ગયું.
વર્ષ 1963માં તેઓ ફિલ્મોમાં કામ કરવા મુંબઈ આવ્યા હતા. પરંતુ અહીં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તે થિયેટર સાથે જોડાયો અને સ્ટેજ શો પણ કરવા લાગ્યો. પહેલા તે સ્ટેન્ડ અપ કોમેડી કરતા હતા. દિનેશ હિંગુએ કિશોર કુમાર સાથે લગભગ એક દાયકા સુધી કામ કર્યું. તેઓ કલાકારોની નકલ કરતા હતા અને તેમની મિમિક્રી નાં કારણે ખૂબ જ લોકપ્રિય બન્યા.
ત્યારબાદ તેને 1967માં આવેલી ફિલ્મ તકદીરમાં વિલનનો રોલ કરવાનો મોકો મળ્યો, જેમાં તેને વધારે ધ્યાન ન મળ્યું. જયા બચ્ચનની અભિનીત ફિલ્મ કોરા કાગઝથી તેને તેની અસલી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ હતી. આ પછી તેણે પહેલીવાર નસબંધી ફિલ્મમાં કોમેડી કરી અને લોકોને તેની સ્ટાઈલ ખૂબ પસંદ આવી.
આ ઘટના પછી તો દિનેશ હિંગુનું કરિયર સફળતા ન શિખરો એ પહોંચ્યું અને તેમને ફિલ્મો મળવા લાગી. દિનેશ હિંગુએ જોની લીવર સાથે પણ ઘણી ફિલ્મો કરી. બાઝીગર ફિલ્મમાં દિનેશ હિંગુએ જે રીતે લોકોને હસાવ્યા તે ભાગ્યે જ કોઈ ભૂલી શકશે. તેણે એક એવા વ્યક્તિનું પાત્ર ભજવ્યું જે બોલ્યા વગર હસી લેતો હતો અને તેની સ્ટાઈલ પણ ઘણી હિટ રહી હતી. દિનેશ હિંગુએ 300 થી વધુ ફિલ્મો કરી. તેઓ 81 વર્ષના થઈ ગયા છે અને મુંબઈમાં તેમના પરિવાર સાથે રહે છે. હાલમાં તેમની પરિસ્થિતિ સામાન્ય છે અને હવે તેઓને ફિલ્મિજગતને અલવિદા કહી દીધું અને એક સામાન્ય વ્યક્તિ તરીકે જીવન વિતાવે છે.