મશહૂર ગાયિકા બ્રિટની સ્પીયર્સ તેના જીવનનું સૌથી મોટું રહસ્ય ખોલવા જઈ રહી છે, તેના માટે કર્યો 112 કરોડમાં સોદો.

Story

હોલીવુડની સૌથી લોકપ્રિય પોપ સિંગર બ્રિટની સ્પીયર્સ ટૂંક સમયમાં જ તેના જીવનના ઘણા ઊંડા રહસ્યો જાહેર કરવા જઈ રહી છે અને તેના માટે તેણે કરોડોમાં સોદો કર્યો છે. બ્રિટની સ્પીયર્સ જીવનના ઉતાર ચડાવ અને જૂની યાદો હવે લેખક બનીને કાગળ પર ઉતારશે. ‘પેજ સિક્સ’ના અહેવાલ મુજબ, બ્રિટની સ્પીયર્સ હવે એક પુસ્તક લખશે જેના માટે તેણે પ્રકાશન કંપની સિમોન એન્ડ શુસ્ટર સાથે કરાર કર્યો છે.

112 કરોડમાં સોદો, ખુલશે અનેક રહસ્યો
આ પુસ્તક એવા સમયે આવી રહ્યું છે જ્યારે બ્રિટની સ્પીયર્સને તેના પિતાની ‘સંરક્ષકતા’માંથી માત્ર 3 મહિના પહેલા જ આઝાદી મળી હતી. સિમોન એન્ડ શુસ્ટરે બ્રિટની સ્પીયર્સના જીવન પર પુસ્તક લખવાના અધિકારો પ્રાપ્ત કર્યા છે. આમાં તેના જીવનથી લઈને કરિયર, પરિવાર અને વિવાદો સુધીના સંબંધો સામે આવશે. રિપોર્ટ અનુસાર, આ સોદો 15 મિલિયન USD એટલે કે લગભગ 112 કરોડ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યો છે.

3 મહિના પહેલા પિતાના રક્ષણમાંથી મળી મુક્તિ
તમને જણાવી દઈએ કે માત્ર 3 મહિના પહેલા જ બ્રિટનીને તેના પિતા જેમી સ્પીયર્સની 13 વર્ષની સંરક્ષકતામાંથી મુક્ત કરવામાં આવી હતી. યુએસ કાયદા અનુસાર, કોર્ટ દ્વારા વૃદ્ધ અથવા માનસિક રીતે બીમાર વ્યક્તિ માટે તેનું કામ સંભાળવા માટે વાલીની નિમણૂક કરવામાં આવે છે. આને જ ‘સંરક્ષકતા’ કહે છે.

આ કારણે 2008માં પિતાને કન્ઝર્વેટરીશીપ મળી હતી
બ્રિટની સ્પીયર્સે જૂન 2021 માં તેના પિતાના વાલીપણામાંથી સ્વતંત્રતાની માંગ કરી હતી. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને વાર્ત કહી. બ્રિટ્ટનીએ કહ્યું કે તે ઊંઘી શકતી નથી અને દરરોજ રડે છે. તેથી તેઓ તેમના પિતાના રક્ષણમાંથી આઝાદી ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે બ્રિટની સ્પીયર્સના પિતા જેમી સ્પીયર્સ 2008થી સિંગરના પૈસા અને તેમના અંગત જીવન પર હક જમાવી રહ્યા હતા. જેમીને તે સમયે બ્રિટ્ટેનીની ‘સંરક્ષકતા’ આપવામાં આવી હતી કારણ કે તે સમયે બ્રિટની માનસિક સમસ્યાઓથી પીડાતી હતી અને તે સમયે, તેના બાળકોની સંભાળ રાખવાની જવાબદારી બ્રિટની સ્પીયર્સ પાસેથી લઇ લેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.