આ ખેડૂતે ખરીદી લીધુ હેલિકોપ્ટર, ઘરની નજીક 2.5 એકર જગ્યામાં બનાવી રહ્યા છે હેલિપેડ…

News

ભિવંડીના એક ખેડૂત જનાર્દન ભોઈર આજકાલ ખુબ ચર્ચામાં છે. કારણ કે તેમણે હેલિકોપ્ટર ખરીદી લીધુ છે. એક ખેડૂત પાસે હેલિકોપ્ટર… જાણીને વિશ્વાસ થવો મુશ્કેલ છે. પરંતુ આ સાચુ છે. વાત જાણે એમ છે કે પોતાના દૂધના ધંધા માટે અનેકવાર દેશના અન્ય ભાગોમાં જવું પડે છે. આથી તેમણે હેલિકોપ્ટર ખરીદી લીધુ. હવે તેઓ હેલિકોપ્ટરમાં બેસીને જરૂર પડ્યે ગમે ત્યાં જઈ શકશે.

ડેરી બિઝનેસ માટે ખરીદ્યુ હેલિકોપ્ટર:- ખેતીવાડી અને દૂધનો વ્યવસાય કરનારા ખેડૂત જનાર્દન ભોઈર આજકાલ આ હેલિકોપ્ટરની ટ્રાયલ પણ લઈ રહ્યા છે. ખેતીની સાથે સાથે જનાર્દનભાઈનો રિયલ એસ્ટેટનો પણ વેપાર છે. પોતાના કામ માટે તેઓ અનેકવાર દેશમાં અલગ અલગ જગ્યાએ મુસાફરી ખેડતા હોય છે.

અનેકવાર જવું પડે છે બહાર:- બહાર જવા માટે તેમણે હેલિકોપ્ટર ખરીદ્યુ છે. જનાર્દનનું કહેવું છે કે ડેરીના કારોબાર માટે તેમણે છાશવારે પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન જેવા વિસ્તારોમાં જવું પડે છે. 30 કરોડનું હેલિકોપ્ટર ખરીદીને તેમણે બધાને ચોંકાવી દીધા છે. સમગ્ર વિસ્તારમાં આજકાલ તેઓ ખુબ ચર્ચામાં છે.

15 માર્ચે મળશે હેલિકોપ્ટરની ડિલિવરી:- જનાર્દન ભોઈરે પોતાના ઘરની નજીક જ હેલિકોપ્ટર માટે હેલિપેડ પણ બનાવડાવી લીધુ છે. આ સાથે જ પાઈલટ રૂમ, ટેક્નિશિયન રૂમ પણ તૈયાર કરાવ્યા છે. તેમણે જણાવ્યું કે 15 માર્ચના રોજ મારે હેલિકોપ્ટરની ડિલિવરી લેવાની છે. મારી પાસે 2.5 એકર જગ્યા છે જ્યાં હેલિકોપ્ટર માટે રાઉન્ડ પટ્ટી અને અન્ય ચીજો બનાવીશું.

ભિવંડીમાં રહે છે અનેક અમીર વેપારી:- ભિવંડી વિસ્તારમાં અનેક મોટી કંપનીઓના ગોડાઉન છે જેનાથી લોકોને સારું ભાડું મળે છે. દેશની મોટાભાગની તમામ મોંઘી ગાડીઓ તમને ભિવંડી વિસ્તારમાં જોવા મળશે. અમેરિકાના રાષ્ટ્રપતિના કાફલામાં જોવા મળતી કેડિલેક કાર પહેલીવાર મુંબઈમાં નહીં પરંતુ ભિવંડી વિસ્તારમાં જ ખરીદવામાં આવી હતી. જનાર્દન ભોઈરની પાસે પણ અનેક ગોડાઉન છે. જેનાથી તેમને ખુબ સારી કમાણી  થાય છે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *