દીકરા માટે પિતાની એક સુંદર ભેટ : દીકરા માટે પિતાએ 68 દિવસમાં બનાવી લાકડાની Rolls Royce કાર, સોશ્યિલ મીડિયામાં વીડિયો થયો વાયરલ.

ajab gajab

દુનિયામાં દરેક સંબંધ પોતાનામાં ખાસ અને અલગ હોય છે. જેમ માતા અને બાળક વચ્ચે સંબંધ હોય છે, તેવી જ રીતે પિતા અને બાળક વચ્ચેનો સંબંધ પણ અલૌલિક હોય છે, જે વિશ્વમાં સૌથી વિશેષ છે. ખાસ કરીને જ્યારે પિતા અને પુત્રની (Father-Son) વાત આવે છે તો એવું કહેવાય છે કે પિતાનો સૌથી નજીકનો મિત્ર તેનો પુત્ર હોય છે, જે તેની જરૂરિયાતોને સમજે છે અને તેને પૂરી કરવાનો પ્રયાસ કરે છે. આ અનોખા સંબંધ સાથે જોડાયેલો એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિતાએ કેવી રીતે તેમના પ્રેમ અને અજોડ કુશળતાને જોડીને એક અદ્ભુત કાર બનાવી છે, જેની મોટાભાગના લોકો કલ્પના પણ કરી શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ કાર ચાલે પણ છે. વીડિયોમાં તમે કારને રસ્તા પર ફરતી પણ જોઈ શકો છો.

કારને જોઈને એવુ નથી લાગતુ કે તે લાકડાની બનેલી છે, આ કાર અસલી બાકીની કાર જેવી જ લાગી રહી છે. આ કારને બનાવવામાં જે પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેના વિશે ભાગ્યે જ સામાન્ય લોકો વિચારી શકે છે. આ શાનદાર વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

આ અદભૂત વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે, ‘પિતાના પ્રેમ અને અજોડ કૌશલ્યના સંયોજનથી માત્ર 68 દિવસમાં બનેલી લાકડાની કાર. પુત્ર માટે ખાસ ભેટ…’ આ વીડિયોને અત્યાર સુધીમાં 26 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા દ્વારા પિતાની આ ભેટને ખૂબ જ અદ્ભુત ગણાવી છે. એક યુઝરે લખ્યું, ‘ખૂબ સુંદર. માતા-પિતાનો પ્રેમ એ વિશ્વની શ્રેષ્ઠ ભેટ છે’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, શાનદાર…કાર. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.