એક પણ રૂપિયાની દવા વગર ફેફસાંમાંથી નિકોટિન સાફ કરવાના સરળ ઉપાયો…

Health

ધૂમ્રપાન કરવું એ આપણા આરોગ્ય માટે ખુબજ જોખમી છે, તે કેન્સરનું કારણ બની શકે છે, તમે આ સિગારેટ બોક્સ પર ઘણી વાર આ ટેગ લાઇન પણ જોઇ હશે. આ જાણવા છતાં જે લોકો ધૂમ્રપાન કરે છે તેઓ તેમના સ્વાસ્થ્યની સાથે અન્ય લોકોના આરોગ્યને પણ નુકસાન પહોંચાડે છે. સિગારેટના સતત સેવનથી નિકોટિન આપણા ફેફસાં માં ધીમે ધીમે એકઠું થવા લાગે છે.

ફેફસાંમાં રહેલું નિકોટિન આપણા શરીરમાં ધીમા ઝેર તરીકે કામ કરે છે અને ફેફસાંને બગાડે છે, આ ઉપરાંત, તે શ્વાસ, ગળા તેમજ અન્ય બીજા ઘણા રોગોનું કારણ બને છે. જોકે ધૂમ્રપાન કરવાની ટેવ છોડી દેવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો તમારે ખરેખર ધૂમ્રપાન છોડવું જ હોય તો પ્રથમ તો મજબૂત ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે અને બીજું યોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.

આજે અમે તમને આ આર્ટિકલ દ્વારા જણાવીશું કે ફેફસાંમાં રહેલું નિકોટિન તમે કેવી રીતે સાફ કરી શકો છો, કારણ કે આજે અમે તમને તમારા ફેફસામાંથી નિકોટિનને દૂર કરવાની વિશેષ રીત વિશે જણાવી રહ્યા છીએ. આનો ઉપયોગ કરીને, તમે કોઈપણ આડઅસર વિના સરળતાથી તમારી ધૂમ્રપાનની આદત છોડી શકો છો અને પહેલાની જેમ ફેફસાંને સાફ કરી શકો છો.

ફેફસાંમાંથી નિકોટિનને દૂર કરવાની આ રીતો છે ઉપયોગી…

1. એન્ટીઓકિસડન્ટ ખોરાકનું સેવન:- જો તમે વિટામિન સી ભરપૂર અને એન્ટીઓકિસડન્ટ ખોરાક જેવા કે લીંબુ, મોંસબી અને નારંગી જેવા ફ્રુટ કે ખોરાકનું સેવન કરો છો, તો તમારી મેટાબોલિક સિસ્ટમ મજબૂત બને છે. આ ઉપરાંત, મનને મજબૂત કરીને દરરોજના બદલે અઠવાડિયામાં ફક્ત 1-2 વખત ધૂમ્રપાન કરવું, જેથી તમે તમારા ફેફસામાં રહેલા નિકોટિનથી સરળતાથી છૂટકારો મેળવી શકો.

2. દરરોજ કસરત કરો:- જો તમે દરરોજ કસરત કરો છો તો તેનાથી તમારી શ્વાસ લેવાની સિસ્ટમ મજબૂત થાય છે. જેના કારણે ફેફસામાં જમા થયેલ નિકોટિન ધીરે ધીરે ઘટવા લાગે છે અને જો તમે કસરત નિયમીત કરો છો તો ફેફસાંમાં સંગ્રહિત નિકોટિનને ધીમે ધીમે એકદમ દૂર કરી શકો છો.

3. ડેરી ઉત્પાદનોનું સેવન ઓછું કરો:- જો તમે ફેફસામાં નિકોટિનની જામી ગયેલું હોય અને ફેફસાંમાં નિકોટિનના લીધે પેટના નીચલા ભાગમાં વારંવાર પીડા થતી હોય તો એ સમસ્યા ફેફસાના બગડવાને કારણે થાય છે અને આવી સ્થિતિમાં તમારા માટે ડેરી ઉત્પાદનો એટલે કે દૂધ કે દૂધમાંથી બનતી વસ્તુઓનું સેવન કરવું ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. આ તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

4. કેફિન અને ગળ્યું ખાવાનું ટાળો:- જ્યારે ફેફસામાં નિકોટિન એકઠું થાય છે ત્યારે કેફીન અને ગળપણનો વપરાશ ટાળવો જોઈએ, કારણ કે તેનું સેવન તમારા ફેફસાં તેમજ શરીર માટે ખૂબ જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી જો તમે ધૂમ્રપાન કરતા હોવ તો તમારે તે ખાવાનું ટાળવું જોઈએ.

5. પુષ્કળ પાણી પીવું:- પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવાથી ત્વચા તેજ થાય છે, પેટ સાફ રહે છે અને ફેફસામાંથી નિકોટિન સાફ થાય છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *