જાણો નવરાત્રીમાં લોકોને નચાવનાર અને પોતાના મધુર અવાજ થી સહુ ના દિલ પર રાજ કરનાર ‘દાંડિયા ક્વીન’ ફાલ્ગુની પાઠક આજે ક્યાં છે અને શુ કરી રહી છે?

Story

આપણે ત્યાં ગુજરાતની ધરામાં અનેક કલાકાર થઈ ગયા જેમાં અનેક ગાયક કલાકારો પણ છે, જેમને ભલે કર્મભૂમિ ગુજરાત ને ન બનાવી હોય પરંતુ આજે ગુજરાતનું નામ રોશન કરીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આજે આપણે વાત કરીશું દાંડિયા કવીનનાં નામથી ઓળખાતી ફાલ્ગુની પાઠક! આ નામ આવતાની સાથે જ સૌથી પહેલા તેમના ગરબા યાદ આવી જાય. આજે આપણે તેમના જીવન વિશે વાત કરીશુ કે તેઓ હાલમાં શું કરે છે અને કેવું જીવન જીવે છે.

ફાલ્ગુની પાઠકના અંગત જીવનની વાત કરીએ તો તેમનો જન્મ 12 માર્ચ 1963ના રોજ વડોદરામાં થયો હતો અને આજે તેઓ 56 વર્ષની થઈ ગયા છે છતાંય પણ તેમની લોકપ્રિયતા ઓછી નથી થઈ અને તેમનો પહેરવેશ અને દેખાવમાં પણ કઈ બદલાવ નથી આવ્યો. મહત્વની વાત એ છે કે, તેમને હજુ સુધી લગ્ન નથી કર્યા. ફાલ્ગુની ગુજરાતમાં ખૂબ જ પોપ્યુલર છે. ફાલ્ગુની ભલે હાલમાં કોઈ ફિલ્મોમાં કામ નથી કર્યું પરંતુ તે સ્ટેજ શો હજુ પણ ખૂબ જ કરે છે. આ થકી જ તેમને સફળતા મેળવી છે.

મુંબઈની નવરાત્રી ફાલ્ગુની પાઠકના ગરબા વિના અધુરી છે. નવરાત્રિ દરમિયાન ફાલ્ગુની એક શોના 20 લાખ રૂપિયા સુધીની ફી વસૂલે છે. આ સિવાય ફાલ્ગુની પાઠક અંબાણી પરિવારની ફેવરિટ સિંગર છે. અંબાણી પરિવારના ફંક્શનમાં ઘણીવાર ફાલ્ગુની પાઠક જોવા મળે છે. ફાલ્ગુની પાઠકને ભારતમાં ડાંડીયા ક્વીન તરીકે પણ જાણીતી છે. ફાલ્ગુની પાઠકે તેના કરિયરની શરૂઆત 1998માં તેના આલ્બમથી કરી હતી. તેનું ગીત ચૂડી જો ખનકી, મૈને પાયલ હૈ છનકાઈ અને મેરી ચૂનર ઉડ-ઉડ જાયે ખૂબ જ હિટ થયા હતા. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તેમને બાળપણથી જ સ્ટેજ શો કર્યા છે. સંગીતને જ પોતાનું જીવન બનાવ્યું છે.

ફાલ્ગુની પાઠકને અનેક બોલિવૂડ ફિલ્મોમાં ગીતો ગાવાની તક મળી પરંતુ તેણે પોતાના જ આલ્બમ પર કામ કર્યું. ફાલ્ગુની તેનાં પહેરવશ નાં લીધે ઘણી જ ફેમસ છે. ફાલ્ગુની હમેશાં છોકરાઓ જેવા જ કપડાં પહેરે છે. આ અંગે વાત કરતાં ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે તેણે સ્કૂલમાં જ સ્કર્ટ કે ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેને ખૂબ જ અન્કમ્ફર્ટેબલ ફીલ થયું હતું. લોકો તેના પહેરવેશ અને અવાજને સાંભળીને આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. 2013 માં એવા અહેવાલ આવ્યા હતા કે તેણે નવરાત્રી મહોત્સવ દરમિયાન 2 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

હાલમાં તેઓ શું કરી રહ્યા છે, તે જાણવું હોય તો તેમને સોશિયલ મીડિયામાં ખાસ ફોલો કરવા જોઈએ. ફાલ્ગુની પાઠક ના સોસિયલ મીડીયા પર લાખો મા ફોલોવરસ છે. ફાલ્ગુની પાઠક હાલમાં પણ સંગીત ક્ષેત્રજ કાર્યરત છે અને અવારનવાર પોતાના સ્ટેજ શો કરે છે. ઉંમર ને કામ સાથે કોઈ લેવા દેવા નથી. આજે તેઓ પોતાના જીવનમાં સંગીત સાથે જ જોડાયેલ હોય છે. તેઓ આ ઉંમરે પણ એટલું જ મધુરમય સંગીત ગાય છે. જ્યારે તેવો અમેરીકા મા પણ ગયા હતા અને તેવો એ ત્યા ના ફોટા પણ પોતાના સોસિયલ મીડીયા અકાઉન્ટ પર મુક્ય છે ખરેખર ફાલ્ગુની પાઠક એટલે ગુજરાતનું અમૂલ્ય ઘરેણું છે.

Leave a Reply

Your email address will not be published.