જાણો એવું તો શું થયું હતું કે કિર્તીદાન ગઢવી ચાલુ પ્રોગ્રામે રડી પડ્યા…, જુઓ વિડીયો….

Story

ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર નું લોકસાહિત્ય એવું છે કે જે ગંભીર માણસને પણ હસાવી દે અને ક્યારેય ન રહ્યો હોય તેવા માણસ ને ધ્રૂસકે ધ્રૂસકે રડવા આવે.. સૌરાષ્ટ્રના લોક સાહિત્ય માટે એવું કહેવાય છે કે તે મળતાં એ પણ માણસ બનાવી શકે. આ લોકસાહિત્યમાં એવી તાકાત અને જુસ્સો હોય છે. તેમાં પણ જો આ લોક સાહિત્યની સરવાણી ભીખુદાન ગઢવીના મોઢેથી સાંભળવા મળે તો પથ્થર જેવા દિલના લોકો પણ પીગળી જાય છે.

આવા જ દ્રશ્યો થોડા સમય પહેલા એક ડાયરા દરમિયાન જોવા મળ્યા હતા. આ ડાયરા ની સાંભળવા આવેલા સામાન્ય માણસો તો ઠીક પરંતુ સ્ટેજ ઉપર બેઠેલા કિર્તીદાન ગઢવી પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા. કિર્તીદાન ગઢવી જેને લોકો ડાયરા કિંગ તરીકે ઓળખે છે અને તેના ભજનની રમઝટ માં ભલભલા લોકો ભાન ભૂલીને નાચવા લાગે છે, તે વ્યક્તિ સ્ટેજ ઉપર બેઠા બેઠા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

આ ડાયરો યોજાયો હતો કચ્છના ભચાઉ તાલુકામાં. મોગલ ધામમાં શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ નિમિત્તે ભવ્ય સંતવાણી અને લોક ડાયરા નો કાર્યક્રમ યોજાયો હતો. આ લોકડાયરામાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર કલાકારો જોડાયા હતા અને તેને માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ડાયરાની રંગત બરાબર જામી હતી અને ડાયરામાં ભીખુદાનભાઈ ગઢવી પોતાની વાણીમાં માર્મિક પ્રસંગો સંભળાવી રહ્યા હતા. ભીખુદાન ગઢવી ની આગવી છટામાં વ્યક્ત કરેલા પ્રસંગના કારણે શ્રોતા હોય તો રડી રહ્યા હતા પરંતુ તેમની વચ્ચે બેઠેલા કિર્તીદાન ગઢવી પણ રડવા લાગ્યા.

ભીખુદાન ગઢવી એ ભગવાન રામના વનવાસ નો પ્રસંગ વર્ણવ્યો અને જ્યારે ભગવાન રામ અને માતા કઈ કઈ ના સંવાદને ભીખુદાન ગઢવી સ્ટેજ પરથી વ્યક્ત કર્યો ત્યારે કિર્તીદાન ગઢવીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં.

જેમ જેમ ભીખુદાન ગઢવી કૈકઇના રદયની વ્યથાને વર્ણવી રહ્યા હતા તેમ તેમ કિર્તીદાન ગઢવી ચોધાર આંસુએ રડવા લાગ્યા. શરૂઆતમાં તેમણે રૂમાલ કાઢીને આંસુ રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ જેમ-જેમ કથા આગળ ચાલતી રહી તેમ તેમ કિર્તીદાન ગઢવીના આંખમાંથી આંસુ પણ વહેવા લાગ્યા.

બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડતા કીર્તિદાન ને મોગલ ધામના મહંત એ માથે હાથ મૂકીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે કિર્તીદાન ગઢવી ને પાણી પીવડાવ્યું અને પછી કિર્તીદાન ગઢવી શાંત થયા. ભગવાન રામના વનવાસ ના પ્રસંગ ને પૂરો કરીને ભીખુદાન ગઢવી ભજન શરૂ કર્યું. આ ભજન ઉપર આહીર અને કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોએ ભીખુદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કરી દીધો.

દુનિયાના દરેક દેશમાં જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં કિર્તીદાન ગઢવી નો ડાયરો યોજાયો ચૂક્યો છે. કિર્તીદાન ગઢવીના ડાયરા ને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. કિર્તીદાન ગઢવી નો જન્મ સુરેન્દ્રનગરમાં થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા કિર્તીદાન ગઢવીએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો અને આજે તે આ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. ચારણ-ગઢવી પરિવારમાં જન્મેલાં કિર્તીદાન નાં રક્તમાં સંગીત વહે છે તેમને નાનપણથી જ સંગીત પ્રત્યે લગાવ હતો.

કીર્તિ દાને વાલવોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું હતું. ત્યારબાદ વલ્લભવિદ્યાનગરમાં બે વર્ષ સુધી તેમણે બીકોમ નો અભ્યાસ કર્યો. પરંતુ તેમનું મન સંગીતમાં હોવાથી અભ્યાસમાં તેમને રસ ન પડ્યો અને તેમણે વડોદરા યુનિવર્સિટીમાંથી ક્લાસિકલ સંગીતનો અભ્યાસ શરૂ કર્યો અને માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારથી શરૂ થયેલી તેમની સંગીતયાત્રા આજ સુધી અવિરત ચાલી રહી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે સંગીતની ડિગ્રી મેળવ્યા પછી કિર્તીદાન અને સંગીતના શિક્ષક તરીકે બે વર્ષ નોકરી પણ કરી હતી.

સંગીતના શોખને કારણે તે શાળા અને અન્ય સ્પર્ધામાં જ્યાં પણ તક મળે ત્યાં ગીત ગાતા હતા. ના પિતા પણ આ જ ક્ષેત્રમાં હતા તેથી તેઓ સમજતા હતા કે આ ક્ષેત્રમાં વધારે આર્થિક ઉપાર્જન નહીં થાય તે આ વાત પોતાના દીકરા કીરતીદાન ને પણ કહેતા. તેથી તેઓ કહેતા કે જીવન ફક્ત ગાવાથી નહીં ચાલે. તુ કિર્તીદાનના મોટાભાઈ જગદીશભાઈ ને તેના પર વિશ્વાસ હતો કે તે સંગીત ક્ષેત્રમાં કંઈક નવું કરશે. તેથી વિરોધ છતાં કીરતીદાન ને મ્યુઝિક ક્ષેત્રે તેમણે આગળ વધવા દીધા.

કિર્તીદાન ગઢવી ને સ્ટેજ ઉપર ગાવાની પહેલી તક પેટલાદ પાસે રામોદડી ગામના નવચંડી યજ્ઞમાં મળ્યો હતો. તેમણે સૌથી પહેલાં ડોલરભાઈ ગઢવી સાથે શ્યામ પિયા મોરે રંગ દે ગીત ગાયું હતું. ગીત ઉપર તેમની ઉપર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો અને ત્યાર પછી તેઓ પ્રખ્યાત થવા લાગ્યા. તેમને એક પ્રોગ્રામ માટે 400 રૂપિયા મળતા હતા. સ્વ જયદેવ ગઢવી એ કીરતીદાન ને કેરળમાં થયેલા એક ડાયરામાં ગાવાની તક આપી હતી.

એક મુલાકાત દરમિયાન કિર્તીદાન ગઢવી એવું જણાવ્યું હતું કે સુખ હોય તો બાળકને મોટું થવામાં વાર લાગે પરંતુ દુઃખ હોય તો બાળક મોટું વહેલું થઈ જાય. તે જેટલું સંઘર્ષ કર્યો છે તેટલો કોઈ કલાકાર જોવે તો પહેલા જ આ ક્ષેત્રને છોડી દે. શરૂઆતના સમયમાં નામના કમાવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડયો કેટલાક પ્રોગ્રામમાં તો આખી રાત બેસી રહેવું પડે અને સવારે ચાર પાંચ વાગ્યે ગાવાનો વારો આવે કેટલાકમાં તો વારો આવે જ નહીં. કેટલાક કાર્યક્રમો એવા પણ થયા કે જેમાં મને સ્ટેજ ઉપર બેસવા પણ દેવામાં ન આવ્યો આ સંઘર્ષથી હું ઘડાયો છું.

Leave a Reply

Your email address will not be published.