જાણો ક્યારથી શરૂ થાય છે ‘ચૈત્રી નવરાત્રી’: આ વખતે કંઈક દુલર્ભ જ સંયોગ આવી રહ્યો છે, જાણો આ 9 ગ્રહોનું પરિવર્તન આપી શકે છે લાભ…

knowledge

હિંદુ કેલેન્ડરનું નવું વર્ષ વિક્રમ સંવત 2079 શનિવાર, 2 એપ્રલથી શરૂ થઇ રહ્યું .તેનું નામ નળ છે અને રાજા શનિદેવ રહેશે. ચૈત્રી નવરાત્રી શનિવારથી જ શરૂ થાય છે અને 10 એપ્રિલ સુધી રહેશે. આ વખતે રેવતી નક્ષત્ર અને 3 રાજયોગમાં નવા વર્ષની શરૂઆત એક શુભ સંકેત છે. આ વખતે ચૈત્રી નવરાત્રની તિથિમાં કોઇ વધ-ઘટ નથી એટલે દેવી પર્વ પુરા 9 દિવસ સુધી રહેશે. આ રીતે અખંડ નવરાત્ર સુખ સમૃધ્ધિ આપનારું રહેશે.

દૈનિક ભાસ્કરના અહેવાલમાં જયોતિષાચાર્ય પંડિત પ્રફુલ્લ ભટ્ટેને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નવા વર્ષની સરૂઆતમાં મંગળ અને રાહુ-કેતુ પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. તો, શનિ પોતાની જ રાખી મકરમાં રહેશે. નવા વર્ષના સૂર્યોદયની કુંડળીમાં શનિ અને મંગળના સંયોગથી ધન, ભાગ્ય અને લાભનો શુભ યોગ બની રહ્યો છે. આ યોગની અસરથી મિથુન,તુલા અને ધન રાશિના લોકો માટે આ વર્ષ ખુબ જ શુભ રહેશે. તો, અન્ય રાશિઓ માટે મોટા બદલાવનો સમય રહેશે. ગ્રહોનો આવો સંયોગ 1563 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલાં 22 માર્ચે 459 ગ્રહોની સ્થિતિ બની હતી.

પુરીના જયોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના કહેવા પ્રમાણે, આ નવા વર્ષની શરૂઆત રેવતી નક્ષક્ષમાં થશે. તેનો સ્વામી બુધ છે. બુધને કારણે વેપારમાં લાભ થાય છે,તેથી આ નક્ષત્રમાં ખરીદ-વેચાણ શુભ માનવામાં આવે છે. વેપારનો કારક બુધ પણ આ નક્ષત્રમાં રહેશે. આ સાથે આખું વર્ષ મોટી લેવડ-દેવડ અને રોકાણ માટે શુભ રહેશે.

વર્ષની શરૂઆત મીન રાશિમાં થિ રહી છે. જેનો સ્વામી ગુરુ છે. એટલે આ સમય બધા માટે શુભ રહેશે. મંગળની અસરને કારણે પ્રોપર્ટી માર્કેટમાં તેજી આવવાનો યોગ છે. તો, ગુરુને કારણે ખરીદીમાં સુખ સમૃદ્ધિ વધશે.

આ વખતે નવા વર્ષની શરૂઆત સરળ, સતકીર્તિ અને વેશિ નામના રાજયોગમાં થઇ રહી છે,જેને કારણે નવરાત્રમાં ખરીદી, લેવડ-દેવ-, રોકાણ અને નવા કામની શરૂઆત માટે શુભ રહેશે. આ યોગાના શુભ પરિણામ આખું વર્ષ જોવા મળશે. આ કારણોસર, ઘણા લોકો માટે, આ વર્ષ સફળતા અને નાણાંકીય મજબુતીનું વર્ષ રહેશે. આ વર્ષમાં લોકોના કલ્યાણ માટેની યોજનાઓ બનશે અને તેની પર કામ પણ થશે. ચૈત્રી નવરાત્ર ઘણા લોકો માટે એક નવા પરિવર્તનનું વર્ષ રહેશે.

કાશી વિદ્યા પરિષદના મહામંત્રી પ્રો, રામનારાયણ દ્રિવિદી કહે છે કે આ વિક્રમ સંવતમાં ખગોળ મંત્રી પરિષદના 10 વિભાગોમાં રાજા અને મંત્રી સહિત 5 વિભાગો પાપી ગ્રહોની પાસે તથા 5 ગ્રહો શુભ ગ્રહોની પાસે રહેશે. આ વર્ષે રાજા-શનિ, મંત્રી-ગુરુ,સસ્યેશ- સૂર્ય, દુર્ગેશ-બુધ, ધનેશ-શનિ, રસેશ- મંગળ, ધાન્યેશ- શુક્ર, નીરસેશ- શનિ, ફળેશ- બુધ અને મેઘેશ- બુધ રહેશે.

વિક્રમ સંવત 2079માં રાજા શનિદેવ અને મંત્રી દેવ ગુરુ બૃહસ્પતિ રહેશે. ગ્રહોમાં ન્યાયાધીશ શનિદેવ કર્મના ફળ દ્રારા ન્યાય આપશે, જયારે દેવ ગુરુ સકારાત્મકતા વધારશે. જયારે શનિ વર્ષના રાજા હોય ત્યારે દેશમાં અરાજકતા અને અવ્યવસ્થા હોય છે, પરંતુ મંત્રી ગુરુ હોવાને કારણે વિદ્વાનોની સારી સલાહને કારણે પરેશની ઓછી થાય છે. આ સમયગાળા દરમ્યાન ધાર્મિક કાર્યોમાં વધારો થશે અને શિક્ષણનું સ્તર ઉંચુ આવશે.

નવા વર્ષની શરૂઆતમાં તમામ ગ્રહોની રાશિ પરિવર્તન થશે. એપ્રિલમાં મંગળ સૌપ્રથમ મકર રાશિ છોડીને 7મી તારીખે કુંભ રાશિમાં પ્રવેશ કરશે.8 તારીખે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 11 એપ્રિલે રાહુ-કેતુ રાશિ બદલીને મેષ અને તુલા રાશિમાં પ્રવેશ કરશે. 13 એપ્રિલે ગુરુ કુંભ રાશિમાં અને 14 તારીખે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે.

આ પછી. મહિનાના અંતમાં, શુક્ર 27 તારીખે તેની ઉચ્ચ રાશિ મીનમાં પ્રવેશ કરશે અને શનિ 28 તારીખે પોતાની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. ચંદ્ર દર અઢી દિવસે રાશિ બદલે છે. આ રીતે નવા વર્ષની શરૂઆતના એક મહિનામાં તમામ 9 ગ્રહો રાશિ બદલી નાંખશે.

Leave a Reply

Your email address will not be published.