જાણો કોણ છે આ રાજપૂત જેનાથી આખું પાકિસ્તાન ડરે છે, જેના માટે મુસ્લિમો પણ કરે છે નોકરી…

Story

આજના સમયમાં પાકિસ્તાનની અંદર હિંદુ પરિવાર અને ત્યાંના લોકોની હાલત કેવી છે, તેનાથી અત્યારે સૌ કોઈ લોકો વાકેફ છે. હા અત્યારે પાકિસ્તાનની અંદર રહેતા હિંદુ પરિવારની ઉપર ઘણી વખત અત્યાચારના ગુનાઓ સામે આવતા હોય છે. તેવામાં આજે અમે તમને જણાવીએ કે એક એવો રાજવી પરિવાર પાકિસ્તાનની અંદર રહે છે, જેનાથી આખું પાકિસ્તાન ડરે છે. તમે આ વાત ઉપર વિશ્વાસ કરી શકશો નહીં પરંતુ એકદમ સાચું છે, આ રાજવી પરિવાર પાકિસ્તાનની અંદર ખુબ જ શાંતિ અને ગૌરવની સાથે રહે છે.

આ પહેલા પાકિસ્તાન દેશ પણ આપણો જ ભાગ હતો અને એવા ઘણા બધા રજવાડાઓ હતા, જે રજવાડાઓ ભાગલા પડયા પછી પાકિસ્તાન દેશ ના ભાગમાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આજે અમે તમને તે રજવાડા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પાકિસ્તાનનું એક રજવાડું એટલે કે ઉમરકોટ રજવાડું છે. તેમજ ઉમરકોટ રજવાડા ના રાજા કરણી સિંહ સોઢા છે. કરણી સિંહ પાકિસ્તાનની અંદર ખૂબ જ શાંત અને સન્માનની સાથે રહે છે.

ખાસ વાતએ છે કે ઉમરકોટ રજવાડા ના રાજા એવા કરણી સિંહ તે પોતાના ક્ષેત્રના સિંહ કહેવામાં આવે છે. તેમજ જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે, ઘણા બધા નેતાઓ પણ આ રજવાડામાં હાજરી આપે છે. નવા શરીફ થી લઈને ઇમરાન ખાન સુધી અને બીજા ઘણા બધા મોટા મોટા નેતાઓ પણ, માત આપવા માટે જતા હોય છે.

પાકિસ્તાનના ઘણા બધા મીડિયા એજન્સી અને અખબાર વાળા લોકો લખે છે કે, કરણી સિંહ સોઢા પોતાના વિસ્તારની અંદર એક અલગ પ્રકારનું વાતાવરણ ધરાવે છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની અંદર આવેલું ઉમરકોટ રજવાડા ના રાજા કરણી સિંહ કોઈપણ રીતે રાજકારણમાં સક્રિય નથી પરંતુ, ઘણા બધા મીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે કહેવાઈ રહ્યું છે કે રાજકારણ તેમનાથી જ ચાલે છે. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ચૂંટણી પહેલા ત્યાંના પ્રદેશના તમામ નેતાઓ તેમની પાસે આવવાનું શરૂ કરી દે છે.

આ સિવાય રાજા કરણી સિંહ ની વાત કરીએ તો અને મોંઘીદાટ ગાડીઓ નો ખુબજ શોખ ધરાવે છે. એમાં તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેઓ બંદૂકધારી બોડીગાર્ડ અને હંમેશા પોતાની સાથે રાખે છે.

અને કરણી સિંહ ના પિતા હમીરસિંહ પણ પોતાના પરાક્રમી વ્યક્તિત્વને ગુંડાગીરી માટે ખૂબ જ પ્રખ્યાત હતા, તેમજ આ રાજવી પરિવાર પાકિસ્તાન દેશના રાજકારણની અંદર ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. કહેવાઈ રહ્યું છે કે, પાકિસ્તાન દેશ ભલે ગમે તેટલો મોટો હોય પરંતુ આ રાજવી પરિવાર ની સામે દરેક લોકો નિસ્તેજ બની જાય છે.

એવું પણ કહેવાય રહ્યું છે કે, તેમની સામે જવામાં લોકો ડર અનુભવતા હોય છે. હમીર સિંહ ના પિતા એટલે કે રાણા ચંદ્રસિંહ અમરકોટ ના શાસક પરિવારના હતા, તેમાં ચંદ્રસિંહ સાત વખતના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે. રાણા ચંદ્રસિંહ એ સ્વતંત્ર રીતે પાકિસ્તાન હિન્દુ પાર્ટીની રચના કરી હતી. તેમજ તેમના સ્વજનો રંગ પણ ભગવો હતો. આ ધ્વજ ની અંદર અને ત્રિશુલ ના નિશાન પણ છાપવામાં આવ્યા હતા.

તેની સાથે સાથે, વર્ષો પહેલા રાજા કરણી સિંહ રાજસ્થાન આવ્યા હતા અને ત્યારે તેમનું સ્વાગત ખુબજ ધામધુમથી કરવામાં આવ્યું હતું. તેની સાથે તેમના લગ્ન જયપુરના ઠાકુર માંન સિંહ ની પુત્રી પદ્મની સાથે થયા હતા. પરંતુ ખાસ વાત તો એ છે કે પાકિસ્તાનની અંદર કોઈએ પણ આ લગ્ન વિરુદ્ધ બોલવાની હિંમત પણ કરી નહોતી. તેની સાથે સાથે આ દરેક વાત પરથી સમજી ગયા હશો કે આ રાજવી પરિવારનો પાકિસ્તાનની અંદર કેટલું વર્ચસ્વ છે.

Leave a Reply

Your email address will not be published.