જાણો લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના ચરણોમાં કેમ બેસે છે – વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની કહાની.

Dharma

કેમ છો મિત્રો…
અમે તમારી સમક્ષ એવા ભગવાનની વાત કરવા જય રહ્યા છીએ જે આખી દુનિયાને ખૂબ જ સારો સંદેશ આપે છે અને સાથે જ ઘણા લોકોની દુવિધા પણ દૂર કરે છે. ઘણા લોકો ખાસ કરીને યુવા પેઢી આ સવાલ પૂછે છે કે મોટાભાગની તસવીરોમાં લક્ષ્મી માતાને ભગવાન વિષ્ણુના ચરણોમાં બેઠેલા કેમ બતાવવામાં આવે છે. કેટલાક લોકોને લાગે છે કે પ્રિયતમા અથવા પત્નીનું સ્થાન બધાથી ઉપર અને હૃદયમાં હોય છે, તો પછી મોટાભાગના ચિત્રોમાં લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુના ચરણોની બાજુમાં કેમ દેખાય છે. અમે તેનો જવાબ ચોક્કસ આપીશું અને આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ભગવાન વિષ્ણુની કથાને અંત સુધી ચોક્કસ વાંચજો.

ભગવાન શ્રી રામની તેજ અને સુંદરતા એટલી બધી હતી કે સ્ત્રીઓ તેમના તરફ આકર્ષિત થતી હતી. એકવાર માતા સીતા ભગવાન રામને જંગલમાં લઈ ગયા અને તેમને એક ઝાડ સાથે બાંધી દીધા કારણ કે તેઓ તેમના રામને બીજા કોઈની સાથે વહેંચવા માંગતા ન હતા. એમાં માતા સીતાની ઈર્ષ્યા નહોતી પણ એમાં સાચો પ્રેમ હતો.

એકવાર ભગવાન કૃષ્ણ ગોપીના રૂપમાં રાધાજી પાસે આવ્યા. તે સમયે રાધાજીના પગ ખૂબ દુખતા હતા અને શ્રી કૃષ્ણજીએ સ્વયં રાધાજીના પગ દબાવીને રાધાજીનું દુ:ખ દૂર કર્યું હતું. શું શ્રી કૃષ્ણનો મહિમા આમાં ઓછો પડ્યો, બિલકુલ નહીં. આ સાચો પ્રેમ હતો.

એ જ રીતે જ્યારે પાર્વતી માએ કાલીનું રૂપ ધારણ કર્યું ત્યારે મહાદેવને જમીન પર સૂવું પડ્યું અને કાલી માએ જ્યારે મહાદેવની છાતી પર પગ મૂક્યો ત્યારે જ તેઓ શાંત થયા હતા. શું પત્નીના પતિ સાથેના વર્તનથી તેનો પ્રેમ ઓછો થયો?.. ના, બિલકુલ નહીં. તે વિધિનું વિધાન હતું. મહાદેવે આ બ્રહ્માંડને બચાવવા માટે કર્યું અને તેનાથી તેમના પ્રેમમાં કોઈ ફરક પડ્યો નહોતો.

એવી જ રીતે ભગવાન વિષ્ણુની પત્નીનું ચરણોમાં બેસવું એ પણ સાચો પ્રેમ છે. આ માત્ર પ્રેમ જ નથી પરંતુ આ બ્રહ્માંડના જીવો માટે માતા લક્ષ્મીનો એક સંદેશ પણ છે.

તે સંદેશ એ છે કે જો મનુષ્ય તેમના ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરવા માંગે છે, તો તેમનો એકમાત્ર માર્ગ તેમના ચરણોમાં છે. જો કોઈ ભક્ત પોતાના ભગવાનનો પ્રેમ મેળવવા માંગતો હોય તો તેણે પોતાને સંપૂર્ણ રીતે વિષ્ણુજીને અર્પણ કરવું પડે છે અને તેનો માર્ગ ભગવાનના ચરણોથી શરૂ થાય છે.

માતા લક્ષ્મી આ જગતના તમામ જીવોને કહેવા માંગે છે કે તમે ગમે તેટલુ ધન, વૈભવ અને પરાક્રમ કમાઓ, જો તમારો નાથ તમારી સાથે નથી તો બધું વ્યર્થ છે, એટલે કે આપણા ભગવાનની પૂજા, પ્રાર્થના કરવાથી જ આપણને સંપૂર્ણ સુખ મળશે અને આ પૃથ્વી પર આપણું જીવન સફળ થશે.

લક્ષ્મી નારાયણની જય…

જો તમને ભગવાન વિષ્ણુની આ વાર્તા પસંદ આવી હોય, તો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો.

Leave a Reply

Your email address will not be published.