જીવનમાં સકારાત્મક રહેવું મહત્વપૂર્ણ છે કારણ કે તમારું નસીબ કોઈપણ સમયે તમારું જીવન બદલી શકે છે. દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ જેઓ વિપરીત પરિસ્થિતિમાં પણ સકારાત્મક રહી પોતાનું જીવન જીવે છે તેમની સાથે બધું બરાબર જ થાય છે.
હાલમાં કોન બનેગા કરોડપતિની 14મી સિઝન ચાલી રહી છે અને આ સિઝનને તેનો પહેલો કરોડપતિ મળી ગયો છે.તમને જાણીને નવાઈ લાગશે કે 1 કરોડ રૂપિયા જીતનારી મહિલા માત્ર 12માની સ્ટુડન્ટ છે.આ મહિલાનું નામ છે કવિતા ચાવલા. તેણે કહ્યું કે હું અહીં આવીને ખૂબ જ ગર્વ અનુભવું છું. તે કોલ્હાપુરની રહેવાસી છે અને ગૃહિણી છે. તેણીને કહ્યું કે તે તેના બાળપણમાં ખુબ મુશ્કેલી માં હતી.
તેમને કુલ ચાર ભાઈ-બહેન હતા અને તેમની માતાએ તેમને સિલાઈ કરીને ભણાવ્યા છે અને મોટા કર્યા છે મેં 12 માં ધોરણ સુધીનો અભ્યાસ કરીને ભણવાનું છોડી દીધું હતું અને સિલાઈ કામ કરવાનું શરૂ કર્યું હતું.જ્યારે હું 8 કલાક સિલાઈ કામ કરતી હતી ત્યારે મને 20 રૂપિયા મળતા હતા મેં મારા ભાઈ-બહેનોનો આ રીતે ઉછેર કર્યો. KBC જોયા પછી હું અહીં આવવા માંગતી હતી તેથી મેં તે પેપર વાંચીને શરૂઆત કરી અને 22 વર્ષ સુધી સખત મહેનત કરી અને અંતે મારી મહેનત રંગ લાવી.
આજે તેણે પોતાની મહેનતથી 1 કરોડ રૂપિયા જીત્યા છે. તેને કહ્યું કે તેણે તેના પુત્રના શિક્ષણ માટે મોટી લોન લીધી છે, તે પહેલા તે ક્લીયર કરશે અને પછી તેના પુત્રને વિદેશ ભણવા મોકલશે.