Flipkart ઉપરથી મંગાવ્યો 53,000 રૂપિયાનો Apple iPhone 12, પાર્સલમાં આવ્યો 20 રૂપિયાનો સાબુ

News

ફલિપકાર્ટ પર બિગ બિલિયન ડે સેલ ચાલી રહ્યું છે. ફોન તેમજ અન્ય પ્રોડક્ટ પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ગ્રાહકો વિલંબ કર્યા વિના આ સેલનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હવે યૂઝર્સે એ પણ ધ્યાન રાખવું પડશે કે સેલમાં ફાયદાને બદલે નુકસાન ન થઈ જાય. જે રીતે સિમરનપાલ સિંહ સાથે થયું હતું.

હા, ફ્લિપકાર્ટ પરથી સિમરનપાલ સિંહે બિગ બિલિયન ડે સેલનો લાભ લેવા માટે 53000 રૂપિયાની કિંમતના એપલ આઇફોન 12 ઓર્ડર કર્યા હતો. આઈફોન નો ઓર્ડર આપ્યા પછી ચોક્કસપણે તે ખૂબ જ ખુશ થયો હશે પરંતુ તેની આ ખુશી આધાતમાં ફેરવાઈ ગઈ જ્યારે તેની પાસે ફ્લિપકાર્ટ પરથી તેના ઘરે ડિલિવરી આવ્યા બાદ આઈફોનનું બોક્સ ખોલ્યું હતું. બોક્સ ખોલતાં તેણે જોયું કે બોક્સમાં iPhone ની જગ્યાએ નિરમા સાબુ છે.

સિમરનપાલ કહે છે કે ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડે સેલ દરમિયાન તેણે એપલ આઇફોન 12 ફોન ઉપર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું હતું, એટલે તેણે ઓર્ડર કર્યો હતો પરંતુ જ્યારે તેણે બોક્સ ખોલ્યું તો તેણે જોયું કે બોક્સમાં 20 રૂપિયાના બે સાબુ હતા. સૌથી વિશ્વસનીય શોપિંગ સાઇટ ફ્લિપકાર્ટની આવી હરકતે તમામ ગ્રાહકોને ચોંકાવી દીધા છે.

આ ઘટનાને લઈને સિમરનપાલે યુટ્યુબ પર એક વીડિયો અપલોડ કર્યો છે. ઓર્ડરને અનબોક્સ કર્યા પછી, જ્યારે સિમરનપાલને જોવા મળ્યું કે બોક્સમાં આઇફોનને બદલે સાબુ છે, ત્યારે તેણે ડિલિવરી બોય સાથે ઓટીપી શેર કરવાની ના પાડી. જો તેણે ઓટીપી શેર કર્યો હોત તો ઓર્ડર બરાબર છે અને તે ડિલીવરી થઈ ગયું છે એવું સાબિત થાત અને કંપની કદાચ પાછળથી તેની ફરિયાદ ના સ્વીકારે એવું પણ બની શકે તેમ હતું. આ પછી સિમરનપાલે ફ્લિપકાર્ટના ગ્રાહક કેન્દ્રમાં ફરિયાદ નોંધાવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદ દાખલ કર્યાના થોડા દિવસો બાદ કંપનીએ ભૂલ સ્વીકારી લીધી છે. કંપનીએ ફોનનો ઓર્ડર પણ રદ કર્યો છે અને ગ્રાહકને સંપૂર્ણ રકમ પણ પરત કરી છે. ભલે આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે, પરંતુ તેમ છતાં ગ્રાહકો તરફથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *