ખેલૈયાઓ માટે સારા સમાચારઃ નવરાત્રિના દિવસોમાં રાત્રે 12 વાગ્યા પછી પણ ખાણી-પીણીની દુકાનો ખુલ્લી રહેશે

News

નવરાત્રિ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેલાડીઓ અને ફૂડ પ્રેમીઓ માટે આ સારા સમાચાર છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે રાજકોટમાં ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ 12 વાગ્યા પછી પણ ખુલ્લી રહેશે. આ ઉપરાંત નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની છૂટ છે.
મધ્ય પ્રદેશના ચાર મજૂરોનું ચમક્યું નસીબ, ખાણમાંથી મળ્યા લાખો રૂપિયાના હીરા

આગામી તારીખ 26 સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થઈ રહી છે. ગરબાના આયોજકો ગરબાના સમયને લઈને મુંઝવણમાં મુકાયા હતા. એ ભ્રમ હવે સમાપ્ત થયો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિ વિશે ટ્વિટ કરીને જાણકારી આપી કે નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે. સરકારે હોસ્પિટલો, અદાલતો અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 મીટર કે તેથી વધુના સાયલન્સ ઝોન પણ જાહેર કર્યા છે.

ગૌ ભકતોએ બતાવ્યો રોષ, 48 કલાકના અલ્ટીમેટ બાદ ગાયો રસ્તામાં છોડી મુકાતા તંત્રમાં મચી દોડધામ
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ગુજરાતની સંસ્કૃતિના મહત્વના ભાગ અને દરેક ગુજરાતીના આત્મા એવા દુર્ગા ઉત્સવ નવરાત્રિના અવસરે લોકોના ઉત્સાહ, વિશ્વાસ અને લાગણીઓને પ્રાધાન્ય આપીને 9 દિવસ 12 સુધી લાઉડસ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાવવાની મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *