છેલ્લા ૧૫ વર્ષથી માતા પોતાના દીકરાની હાલત જોઈને ખુબજ રડતી હતી, એક યુવકે તે માતાને કરી એવી મદદ કે તેમની ૧૫ વર્ષની તકલીફ થઇ દૂર…

Story

આ માતા છેલ્લા ૧૫ વર્ષથી પોતાનો દીકરો સાજો થઇ જાય તેની રાહ જોઈને બેઠી છે. છેલ્લા ૧૫ વર્ષથી માતા પોતાના દીકરાની હાલત જોઈને રડી રહી છે. દીકરાનું નામ ગૌરવ છે અને તે પોતાના પરિવાર સાથે હિમાચલ પ્રદેશના એક નાના ગામમાં રહે છે.

જયારે ગૌરવ ૧૭ વર્ષનો હતો ત્યારે તેમનું એક રોડ એક્સીડંટ થયું હતું. તે સમયથી તેમની સારવાર ચાલી રહી છે. પૈસા ન હોવા ના કારણે માતા પિતા દીકરાની સારી રીતે સારવાર નહતા કરી શક્યા, કારણ કે સારવાર ખુબજ મોંઘી હતી. તો પણ માતા પિતાએ પોતાની ક્ષમતા પ્રમાણે દીકરાની સારવાર કરાવી. તો પણ દીકરાની પરિસ્થિતિમાં કોઈપણ સુધાર આવ્યો નહિ. આજે દીકરાને બીમાર થયે તેને ૧૫ વર્ષ વીતી ગયા છે.

માતા પિતા દીકરાને જોઈને રડ્યા જ કરે છે. એક માતા પિતા પોતાના જવાન જોત દીકરાની આવી હાલત કઈ રીતે જોઈ શકે. માતા પિતાએ આશા જ છોડી દીધી હતી કે હવે દીકરો સાજો થશે. પણ ગૌરવે સોસીયલ મીડિયાના માધ્યમથી એક યુવકનો સંપર્ક કર્યો હતો. તે યુવક ગૌરવને મદદ કરવા માટે તેના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં જઈને જોયું તે પરિવારની સ્થિતિ ખુબજ ખરાબ હતી.

તો તે યુવકે આ પરિવારને ૧ લાખ રૂપિયાની મદદ કરી. ૧ લાખ રૂપિયાની મદદ મળતા જોઈને માતા પિતા રડી પડ્યા. કારણ કે તેમને આજ સુધી કોઈએ મદદ નોતી કરી. હવે માતા પિતા પોતાના દીકરાની સારી એવી સારવાર કરાવી શકશે અને તેમનો દીકરો પહેલા જેવો સામાન્ય થઇ જશે.

Leave a Reply

Your email address will not be published.