આપ થોડા દિવસથી સોશિયલ મીડિયા માં એક વીડિયો જોતા હશો જેમાં અલગ અલગ વાસી ભાજીની પુળી ને સામાન્ય પાણી બાદ કેમિકલ વાળા પાણીમાં બોળવાથી ફરીથી જાણે ખેતરમાંથી તાજી કાઢી હોય એવી બની જાય છે આ અંગે મારે એ ખુલાસો કરવો છે.
આ કેમિકલ 2-[2-(4-nonylphenoxy) ethoxy] ethanol, 1-butanol and tall oil fatty acids છે જે પાણી ના કણોને નેનો સાઈઝમાં બનાવે છે જે કેમિકલ યુક્ત પાણી કોઈપણ પાક કે ભાજીના પાન માં શોષાય છે જેના લીધે આપણને તે વસ્તુ તાજી દેખાય છે.
આવી જ રીતે અન્ય ઘણા બધા ફળપાકો કે શાકભાજી ને કુત્રિમ રીતે પકવવા, કલર લાવવા કે મોટું કરવા કેમિકલ વાપરે છે. એમાં..
૧. Oxytocin કેમિકલના ઇન્જેક્શન દૂધી, કાકડ, તુરીયા, ગલકા કે અન્ય બીજા વેલાવાળા શાકભાજીમાં તરબૂચ, કોળા, રીંગણ માં પણ મારે છે જેના લીધે એક જ રાતમાં તે વસ્તુ ૩ ગણી મોટી થઇને બજાર માં વેચવા લાયક થઈ જાય છે.
૨. Malachite green (4-[(4-dimethylaminophenyl) phenyl-methyl]-N,N-dimethylaniline આ કેમિકલના પાણીમાં ખાસ કરીને વટાણા ના દાણા ને પલાળવામાં આવે છે જેથી તેનો કલર એકદમ ઘેરોલીલો થઈ જાય છે તેવી જ રીતે પરવળ, ભીંડા, ચોળી જેવા શાકભાજીમાં પણ તાજો લીલો કલર આપવા આ કેમિકલ વપરાય છે.
૩. Erythrosine or Red Dye or E127 આ કેમિકલ ખાસ કરીને તરબૂચ, લીચી અને ચેરીમાં લાલ કલર લાવવા માટે વપરાય છે. ડેરી પ્રોડક્ટ માં પણ આ કેમિકલ કલર લાવવા માટે વપરાય છે.
૪. calcium carbide / ethephon and oxytocin/ lauryl alchohol આ કેમિકલ તાત્કાલિક કાચા ફળોને પકવવા માટે વપરાય છે જેમાં ઈથેફોન કેમિકલના દ્રાવણ માં કાચા કેળાની લુમને બોલવાથી એક રાતમાં પીળા થઇને સવારે વેચવા લાયક થઈ જાય છે. સામાન્ય રીતે ઈથીલેન ગેસથી પકવેલા કેળા હોવા જોઈએ જે નુકશાનકારક નથી.
આ બધા જ કેમિકલ સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક છે. જેથી ઘરે લાવીને ગરમ પાણીમાં મીઠું કે બેકિંગ સોડા નાખી ધોઈને ખાવા જોઈએ.
સૌજન્ય:- વી.આર. આહીર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, કૃષિ સંશોધન કેન્દ્ર, મહુવા