પતિ હોવા છતા પત્ની જીવે છે વિધવાઓ જેવુ જીવન, કારણ જાણીને વિશ્વાસ નહીં થાય

News

હિંદુ ધર્મમાં લગ્ન બાદ એક સુહાગન સ્ત્રીના જીવનમાં સિંદૂર, ચાંદલો, મહેંદી જેવી વસ્તુનુ ખૂબ જ મહત્વ હોય છે. આ વસ્તુઓ એક સ્ત્રીના સૌભાગ્યનું પ્રતિક હોય છે. સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સોળ શણગાર સજે છે, વ્રત રાખે છે. પરંતુ એક સમુદાય એવો પણ છે જ્યાં મહિલાઓ પતિ જીવિત હોવા છતા વર્ષનાં કેટલાક દિવસ વિધવાઓી જેમ રહે છે.

આ સમુદાયનું નામ છે ‘ગછવાહા સમુદાય’. આ સમુદાયની મહિલાઓ લાંબા સમયથી ચાલતા આવતા આ રિવાજનો નિર્વાહ કરે છે. જણાવવામાં આવે છે કે, અહીંની મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના કરવા માટે કેટલાક દિવસ સુધી વિધવાઓની જેમ રહે છે.

ગછવાહા સમુદાયના લોકો મુખ્યત્વે પૂર્વી ઉત્તરપ્રદેશમાં રહે છે. અહીંના પુરુષોનો મુખ્ય વ્યવસાય તાડી ઉતારવાનો છે. વર્ષનાં પાંચ મહિના પુરૂષો ઝાડ પરથી તાડી ઉતારવા માટે જંગલમાં રહે છે. આ દરમિયાન મહિલાઓ ન તો સિંદૂર લગાવે છે, કે ન ચાંદલો લગાવે છે. એક સુહાગનનાં કોઈપણ શ્રૃંગાર નથી કરતી. એટલુ જ નહીં તે ઉદાસીન પણ રહે છે.

ગછવાહા સમુદાયમાં તરકુલહા દેવીની કૂળદેવી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. જ્યારે પતિ તાડી ઉતારવા માટે જંગલમાં જાય છે, ત્યારે પત્ની એક સુહાગનનો શણગાર કૂળદેવીના મંદિરમાં ચઢાવી દે છે. હકીકતમાં તાડીના વૃક્ષ ખૂબ જ ઊંચા હોય છે. થોડી પણ ચૂકનું પરિણામ મોત આવી શકે છે. એટલા માટે મહિલાઓ કૂળદેવી પાસે પોતાના પતિના લાંબા આયુષ્ની કામના સાથે શ્રૃંગાર મંદિરમાં પધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *