ગળામાં ખારાશ અને અન્ય સમસ્યાઓનો સંબંધ આપણા શ્વસનતંત્રમાં કોઈ ગરબડ સાથે હોય છે. જ્યારે ગળાના આંતરિક ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે ત્યારે ગળામાં સોજો, ખાંસી અને ખારાશ થવા લાગે છે. જેના કારણે શરદી અને ખાંસી પણ થઈ જાય છે. જેથી આ સમસ્યામાં ડોક્ટર પાસે જવા કરતાં ઘરે જ અહીં જણાવેલા ઉપાયો અજમાવો. તમને ચોક્કસ ફાયદો થશે અને આ સમસ્યા પણ દૂર થશે. નાના-મોટાં સૌને કામ લાગશે આ ઉપાય.
લસણ એક ઉત્તમ ઔષધી છે. તેમાં એલિસિન નામનું તત્વ હોય છે. જે ગળામાં ઈન્ફેક્શન પેદા કરતાં બેક્ટેરિયાને ખતમ કરી દે છે. જેથી રોજ સવારે અથવા જ્યારે ગળાની સમસ્યા બહુ વધી જાય ત્યારે 1 કળી લસણની ચાવીને ખાઈ લો.
1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુનો રસ અને ચપટી મીઠું અને તમને જરૂર લાગે તો થોડી ખાંડ નાખીને પીવો. તેનાથી ગળાને ખારાશથી આરામ મળશે.
ગળાની સમસ્યા થાય તો ડોક્ટર પર ગરમ પાણી અને મીઠાંના કોગળા કરવાની સલાહ આપે છે. તે ગળામાં ઈન્ફેક્શન, સોજો અને ખારાશને પણ દૂર કરે છે. જેનાથી ગળામાં દુખાવો પણ દૂર થાય છે.
પેટથી લઈને વાળ અને અન્ય રોગોમાં પણ બહુ જ ગુણકારી છે આદુ. આદુમાં રહેલું જિન્જેરોલ અને અન્ય તત્વો શિયાળામાં બહુ જ ફાયદો કરે છે. તેની તાસીર ગરમ હોય છે અને તેના એન્ટીબેક્ટેરિયલ તત્વ ગળામાં સોજાની સમસ્ય દૂર કરે છે. જેથી આદુનું સેવન કરો. તમે આદુની ચા બનાવીને પણ પી શકો છો.
જેઠીમધ શિયાળામાં થતી સમસ્યાઓ માટે રામબાણનું કામ કરે છે. સાથે જ તેના ઔષધીય ગુણ ઘણી સમસ્યાઓમાં લાભકારક છે. સિઝનલ ચેન્જિસમાં ગળામાં ઈન્ફેક્શન અને દુખાવો થાય તો જેઠીમધનું ચૂર્ણ મોંમાં રાખી ચૂસવાથી તરત આરામ મળે છે.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.