ખેડુતને માલામાલ કરી દેશે આ વસ્તુની ખેતી, માત્ર 6 મહિનામાં થશે 10 લાખ રૂપિયાનો નફો

Featured

જો તમે પણ ખેતીમાં મોટી કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આવતા મહિને તમને આવી જ એક ખેતી કરવાની તક મળશે. આ ખેતી છે લસણની ખેતી. તમે આ એક જ પાકમાંથી 10 લાખ રૂપિયા સુધીનો નફો મેળવી શકો છો. જો કે, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉપજ જમીનની ગુણવતા પર આધાર રાખે છે અને તેનુ પરીણામ જમીન પ્રમાણે અને બિયારણ પ્રમાણે અલગ અલગ હોય છે. ખેતી કરતા પહેલા, જમીનનું પરીક્ષણ કરો અને કૃષિ નિષ્ણાત પાસેથી જાણો કે તમારા વિસ્તારમાં લસણના કયા પ્રકારની ખેતી સારી ઉપજ આપશે.

લસણની ખેતી વર્ષાઋતુના અંત પછી તરત જ કરવામાં આવે છે. એટલે કે ઓક્ટોબર-નવેમ્બરમાં લસણની ખેતી કરી શકાય છે. તેની કળીઓમાંથી લસણની ખેતી થાય છે. લસણની વાવણી 10 સેમીના અંતરે કરવામાં આવે છે, જેથી તેની ગાંઠ સારી રીતે બેસે. નાના નાના પાળા બનાવીને તેની ખેતી કરવી જોઈએ. લસણની ખેતી કોઈપણ ક્ષેત્રમાં કરી શકાય છે, પરંતુ તેમાં પાણીનો ભરાવો થવો જોઈએ નહીં. લસણનો પાક લગભગ 5-6 મહિનામાં સારી રીતે તૈયાર થઈ જાય છે.

એક હેક્ટર જમીનમાં લસણની ખેતી માટે સરેરાશ 5 ક્વિન્ટલ લસણની કળીઓની જરૂરી પડે છે. તેની સામે એક હેક્ટરમાંથી 120-150 ક્વિન્ટલ લસણનું ઉત્પાદન થાય છે. સરેરાશ, ખેડૂતો 130 ક્વિન્ટલનું ઉત્પાદન સરળતાથી થાય છે. તમે લસણની કળીઓ કોઈપણ બિયારણ વેચતી દુકાનમાંથી મેળવી શકો છો. જો તમારી નજીક કોઈ લસણ ઉગાડે છે, તો તમે લસણની કળીઓ માટે પણ તેનો સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે ઓનલાઇન પણ લસણની કળીઓ મંગાવી શકો છો.

લસણના બિયારણની કિંમત સહિત, તેની ખેતીનો કુલ ખર્ચ આશરે 1 લાખ રૂપિયા જેટલો પ્રતિ હેક્ટર થાય છે. ક્યારેક આ ખર્ચ સવા લાખ રૂપિયા સુધી વધી પણ શકે છે. તેની સામે તમને એક હેકટરમાંથી સરેરાશ 130 ક્વિન્ટલ લસણનું ઉત્પાદન મળશે. લસણનો પાક 30-50 રૂપિયા પ્રતિ કિલો સરળતાથી વેચાય છે. એટલે કે, જો તમારો પાક 40 રૂપિયામાં વેચાય તો પણ 130 ક્વિન્ટલનું ઉત્પાદન કરીને તમે 5.2 લાખ રૂપિયા કમાશો. આમાંથી રૂ .1.25 લાખનો ખર્ચ કાઢી નાખવામાં આવે તો પણ તમને રૂ .4 લાખનો નફો થશે. લસણ છૂટક બજારમાં ખૂબ મોંઘુ વેચાય છે, તેથી જો તમે તેને સીધું છૂટક બજારમાં વેચી શકો, તો તમને ખુબજ વધુ નફો મળશે.

છૂટક બજારમાં લસણની કિંમત 150 થી 200 રૂપિયા સુધીની રહેતી હોય છે. એટલે કે, જો તમે 100 રૂપિયાના દરે પણ છૂટક બજારમાં લસણનું વેચાણ કરો છો, તો તમારા ભાગ્ય ત્યાજ ખુલી જાય છે. જો કે, છૂટક બજારમાં, તમારે ડિમાન્ડ પ્રમાણે થોડું થોડું લસણ વેચવું પડશે, જે વેચવા માટે તમારે થોડું માર્કેટિંગ પણ કરવું પડશે અને તમારા ખર્ચમાં થોડો વધારો થશે. ધારો કે તમારો કુલ (ખેતરમાં અને માર્કેટિંગમાં) ખર્ચ વધીને કદાચ 2 લાખ રૂપિયા થાય તો પણ તેની સામે તમારું લસણ 100 રૂપિયે પણ વેચાય તો તમારો લસણનો પાક 12-13 લાખ રૂપિયાનો થશે. એટલે કે, તમામ ખર્ચ કાઢયા પછી પણ, તમે 10 લાખ રૂપિયા જેટલું કમાશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *