હિન્દુઓનાં પ્રાચીન ગ્રંથ ગરુડ પુરાણમાં કોના ઘરે ભોજન કરવું જોઇએ અને ક્યાં ભોજન કરવું જોઇએ નહીં એ વાત નો ઉલ્લેખ જોવા મળે છે. ગરુડ પુરાણમાં તે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભોજન સારી જગ્યા પર અને સ્વચ્છ હાથથી બનાવેલું હોય તો જ ગ્રહણ કરવું જોઇએ, નહિતર વ્યક્તિનું મન મસ્તિષ્ક દૂષિત થઈ જાય છે. અને વિકાર વધારે છે. તો ચાલો આજે જાણીએ શાસ્ત્રો અનુસાર ક્યાં અને કોના હાથનું ભોજન ગ્રહણ કરવું જોઇએ નહીં.
એવા વ્યક્તિના ઘરમાં ભોજન માટે ના જવું જોઇએ છે, જેના મનમાં કોઇ પણ માટે પ્રેમ અને દયા ના હોય. જેને બીજાના દુઃખ આપવા મજા આવતી હોય. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તે વ્યક્તિનાં ઘરનું ભોજન ભૂલથી પણ ગ્રહણ કરવું જોઇએ નહીં, નહિતર તેના દ્વારા કરવામાં આવેલા પાપોનું દંડ ભોજન કરનાર વ્યક્તિને મળે છે.
ગુરુડ પુરાણ અનુસાર વ્યક્તિને કોઈપણ ચરિત્રહીન સ્ત્રી એટલે કે પોતાની ઈચ્છા અનુસાર અનૈતિક કાર્યમાં લિપ્ત હોય તેના હાથનું ભોજન કરવું જોઇએ નહીં. જો તમે આવું કરો છો તો તે સ્ત્રી દ્વારા કરવામાં આવેલા દરેક પાપ વ્યક્તિ ઉપર આવી જાય છે.
રોગી વ્યક્તિનાં હાથથી બનાવેલ ભોજન અથવા તેના ઘરમાં ખાવું જોઈએ નહીં. ખાસ કરીને જો રોગી અસાધ્ય બીમારીથી પીડિત હોય છે. તેવામાં વ્યક્તિના ઘરમાં ભોજન કરવાથી તેની બીમારી તમને લાગી શકે છે.
આજે ગરીબ વ્યક્તિ પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે વ્યાજ પર પૈસા લેતા હોય છે અને તેનો ઊંચું વ્યાજ ચૂકવે છે. જો મહાજન તેને પૈસા આપે છે, તેની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેનું શોષણ કરે છે અને પાપનો ભાગીદાર પણ બને છે. ગરુડ પુરાણ અનુસાર વ્યાજ પર પૈસા આપતા વ્યક્તિને ત્યાં ક્યારેય પણ ભોજન કરવું જોઇએ નહીં, એવું કરવાથી તેના દ્વારા કરવામાં આવેલા પાપ તમારી ઉપર આવી જાય છે.
કહેવામાં આવી છે કે ગુસ્સો મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે. ગુસ્સામાં વ્યક્તિ પોતાનું અને અન્ય લોકોનું પણ નુકસાન કરી શકે છે. ગરુડ પુરાણ અનુસાર એવા કોઈપણ વ્યક્તિના ઘરમાં ભોજન કરવું જોઇએ નહીં, જે ખૂબ જ વધારે ગુસ્સો કરતો હોય. તેવું કરવાથી તેની અંદરનો ક્રોધ ભોજન કરતા વ્યક્તિમાં આવે છે અને તે પણ સાચા-ખોટાનો ફરક ભૂલી જાય છે.
પ્રજા ઉપર જુલ્મ કરતા શાસકનાં ઘરે પણ ભોજન કરવું જોઇએ નહીં. કારણ કે તે પોતાનું ધન પ્રજાને દુઃખ આપીને ભેગું કરે છે, તેથી ભેગું કરેલું ધન દૂષિત થઈ જાય છે અને તેનાથી બનતું ભોજન પણ દૂષિત હોય છે.
કિન્નરોને દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે કિન્નરોની બદદુઆ ખૂબ જ ખરાબ હોય છે. તેથી તેને દરેક લોકો કોઈ પણ પ્રશ્ન કર્યા વગર દાન આપે છે. દાન આપવામાં અમુક લોકો સારા પણ હોય છે અને અમુક ખરાબ પણ હોય છે. તેથી ખબર નથી પડી શકતી કે ભોજન કોના દાનથી બનેલું હોય છે. તેથી કિન્નરોનાં ઘરમાં ભોજન ગ્રહણ કરવું જોઇએ નહીં.
નશાનો વ્યાપાર કરતાં વાળા વ્યક્તિ પણ ખુબ જ મોટા પાપી હોય છે. તેની ઉપર હજારો ઘર બરબાદ કરવાનું પાપ હોય છે. શાસ્ત્રો અનુસાર આવા લોકોના ઘરમાં ભોજન કરવું જોઇએ નહીં.
જે લોકો એકબીજાની ચુગલી કરે છે અને પોતાનું કામ કઢાવવા માટે કોઇનો પણ ઉપયોગ કરીને બધો દોષ બીજા વ્યક્તિ પર લગાવે છે અને તે કોઈ પાપ થી ઓછું નથી. તેવામાં આવા લોકોનું ભોજન કરવું જોઇએ નહીં, નહિતર તો તમે પાપનાં ભાગીદાર બનશો.