ગરુડ પુરાણ વિશે લગભગ બધા લોકો જાણતા જ હશે. ગરુડ પુરાણમાં ફક્ત ડર કે નરકની વાતો જ નથી. જો કોઈનું મૃત્યુ થાય તો, તેને મોક્ષ મળે તે માટે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. જો તમે ગરુડ પુરાણ માત્ર એક જ વાર વાંચશો તો તમને ઘણો લાભ થશે અને તમને જીવન અને મૃત્યુ સંબંધિત માહિતી પણ મળશે.
ગરુડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ અને પુણ્ય સિવાયની બીજી ઘણી બાબતો છે. ગરુડ પુરાણમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ, નિયમો અને ધર્મની વાતોનો પણ છે. ગરુડ પુરાણમાં એક તરફ મૃત્યુનું રહસ્ય છે, તો બીજી તરફ જીવનનું રહસ્ય છુપાયેલું છે.
ગરુડ પુરાણની હજારો વાતોમાંની એક વાત એ છે કે, “જો તમે આમિર, ધનવાન કે ભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો તમારે સ્વચ્છ, સુંદર અને સુગંધિત વસ્ત્રો પહેરવા જોઈએ.” ગરુણ પુરાણ મુજબ ગંદા કપડા પહેરનારા લોકોનું સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે.
જે લોકો ગંદા કપડા પહેરે છે તેના ઘરમાં લક્ષ્મી ક્યારેય આવતી નથી. જેના કારણે તે ઘરનું સૌભાગ્ય પણ રહેતું છે અને તે ઘર ગરીબીનું નિવાસસ્થાન બની જાય છે.
જે લોકો ધન-સંપત્તિ અને બધી સુવિધઓથી સંપન્ન છે, પરંતુ તેમ છતાં તે લોકો ગંદા કપડા પહેરે છે, તો તેમની સંપત્તિ ધીમે ધીમે નાશ પામે છે. તેથી, આપણે સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરવા જોઈએ જેથી આપણી ઉપર મહાલક્ષ્મીની કૃપા રહે.