ગરુડ પુરાણમાં એવા કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું પાલન કરવાથી જીવનના અનેક દુ:ખ સમાપ્ત થાય છે અને માતા લક્ષ્મીની કૃપા બને છે. ગરુડ પુરાણ મુજબ દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવાનું ખૂબ જ સરળ છે. માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારે તેની પૂજા કરવી જોઈએ અને પૂજા કરતી વખતે કમળનું ફૂલ માતાને અર્પણ કરવું જોઈએ.
આ સિવાય ગરુડ પુરાણમાં એવી પાંચ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ વસ્તુઓ ફક્ત ઘરમાં રાખવા માત્રથી માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે. આપણા પુરાણોમાં જણાવ્યા મુજબ કેટલીક ચીજો એટલી શુભ હોય છે કે તેમને જોવા માત્રથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મી ખુશ થાય છે અને ઘરમાં નિવાસ કરે છે. તેથી, તમારે ગરુડ પુરાણમાં ઉલ્લેખિત આ વસ્તુઓ પણ તમારા ઘરમાં રાખવી જોઇએ અને તેને રોજ એકવાર જોવી જોઈએ.
આ વસ્તુઓ ઘરે રાખો
ગાયનું દૂધ
શાસ્ત્રોમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે અને તેમની પૂજા કરવાની વાત લખવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર ગાયની પૂજા કરવાથી તમામ દેવતાઓનો આશીર્વાદ મળે છે. હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે માત્ર ગાયના દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી બાજુ, ગરુડ પુરાણ અનુસાર, દરરોજ સવારે ગાયનું દૂધ જોવું ખૂબ સારું છે અને વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. માતા લક્ષ્મી નિશ્ચિતપણે એવા ઘરોમાં નિવાસ કરે છે જ્યાં ગાયનું દૂધ હંમેશા હોય છે.
ગૌમૂત્ર
ગૌમૂત્ર આરોગ્ય માટે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે અને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ મટે છે. જો ઘરમાં ગૌમૂત્ર છાંટવામાં આવે તો ઘર શુદ્ધ બને છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ છે. ગરુડ પુરાણ મુજબ ગૌમૂત્ર જોવાથી પુણ્ય મળે છે અને ઘરમાં રાખવાથી ક્યારેય પૈસાની તંગી થતી નથી. જે ઘરમાં ગૌમૂત્ર રાખવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે
છાણ
કોઈ શુભ કાર્ય કે પૂજા કરતા પહેલા છાણનું લીપણ કરવામાં આવે છે. શાસ્ત્રમાં ગાયના છાણને શુભ માનવામાં આવે છે અને તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મકતા રહે છે. ગરુડ પુરાણ મુજબ ગાયનું છાણ જોવું પણ ખૂબ જ લાભકારક છે અને જે ઘરની સામે ગાય માતા આવીને છાણ ત્યાગ કરે છે, એ ઘર પર લક્ષ્મીજીનો આશીર્વાદ મળી રહે છે.
ગાયના પગની ધૂળ
ગાયના પગને સ્પર્શ કરવાથી જ તીર્થયાત્રા કરવાનું ફળ મળે છે. ગાયના પગ નીચેની ધૂળને ઘર રાખવાથી પવિત્ર રહે છે. આવા ઘરમાં હંમેશા સંપત્તિની બરકત રહે છે અને પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ અકબંધ રહે છે. તેથી, તમારા ઘરમાં ગાયના પગ નીચે આવી ગયેલી ધૂળ રાખો. તમે આ ધૂળને લાલ રંગના કાપડમાં લપેટેલી રાખી શકો છો.