ખાટ્ટા ઓડકાર આવે છે ? છાતીમાં બળતરા થાય છે તો આ જરૂર વાંચી લેજો..

Life Style

આજકાલ લોકો બહારનું ભોજન અને અનિયમિતા ના કારણે લોકો ઘણીબધી બીમારીઓ અને સમસ્યાઓનો શિકાર થઇ રહ્યા છે. ખરાબ લાઇફસ્ટાઇલથી અનેક નાની મોટી સમસ્યાઓ જોવા મળવી ખુબજ સામાન્ય છે. ગેસ, અપચો અને ખાટ્ટા ઓડકાર થવાનું મુખ્ય કારણ ખરાબ ખાણી-પીણી, દારૂ કે સિગરેટનું સેવન અને વધારે પડતું ખાવાની ટેવ પણ હોઈ શકે છે. આ સમસ્યા દરમિયાન લોકોને છાતીમાં બળતરા અને ખાટ્ટા ઓડકાર આવવા લાગે છે.

ઘણીવાર જ્યારે આ સમસ્યા ગંભીર થાય છે ત્યારે ખાધેલું બહાર આવી જાય છે. તેની પાછળનું કારણ હોય છે આપણા અન્નનળી અને જઠરની વચ્ચેનો વાલ્વ. આ વાલ્વ ખોરાક અને એસિડને ફૂડ પાઇપમાં પરત જતાં રોકે છે. પરંતુ જ્યારે તે નબળુ પડી જાય છે ત્યારે આ વાલ્વ પોતાની ક્ષમતા ગુમાવી બેસે છે. જાણો, અપચો, ગેસ અને ખાટા ઓડકારથી છૂટકારો મેળવવા માટેના ઉપાય અને તેના લક્ષણો વિશે…

ગેસ, ઇનડાઇજેશન અને ખાટ્ટા ઓડકારના લક્ષણ

મોંઢામાં ખાટું પાણી આવવા લાગવું.

જેમને આ સમસ્યા થાય છે તેમના દાંતનો રંગ બદલાવા લાગે છે.

બોલતી વખતે મોટાભાગે જે લોકોને ખાંસી આવે છે અને લાંબા સમય સુધી ખાંસી રહે છે. આ પણ આ સમસ્યાઓનું લક્ષણ છે.

છાતીમાં બળતરા રહેવી અને મોંઢામાં મોટાભાગે કડવાશ થતી રહેવી પણ આ સમસ્યાઓના લક્ષણોમાંથી એક છે.

આ કારણે થાય છે આ સમસ્યા

ખરાબ લાઇફસ્ટાઇલના કારણે પણ ફૂડ પાઇપ અને પેટ વચ્ચેનો આ વાલ્વ વીક થવા લાગે છે.

વજન વધારે હોવાને કારણે પણ આ સમસ્યા થવા લાગે છે.

જો કોઇ વ્યક્તિ વધારે પ્રમાણમાં દારૂ અથવા ધૂમ્રપાનનું સેવન કરે છે. તેમને પણ આ સમસ્યા થઇ શકે છે.

આ સમસ્યા તે લોકોમાં પણ હોય છે જેમની ડોક નાની હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન પણ આ સમસ્યા થઇ શકે છે.

સ્પાઇસી ફૂડ ખાતાં લોકોમાં આ લક્ષણ મળી આવે છે.

જેમની જોબ બેઠા બેઠા કામ કરવાની હોય છે તેવા લોકોમાં પણ આ પ્રકારની સમસ્યા સર્જાઇ શકે છે.

ગેસ ઇનડાઇજેશનથી બચવાની પદ્ધતિ

જો તમને પણ ગેસ ઇનડાઇજેશન અને ખાટ્ટા ઓડકારની સમસ્યા છે તો તમે તેનાથી બચવા માટે કેટલાક ઉપાય અજમાવી શકો છો. પરંતુ જો આ સમસ્યા વધુ સમય સુધી રહે છે તો ડૉક્ટરની પાસે જઇને દવા લેવાનું જ યોગ્ય રહે છે. જાણો, આ સમસ્યાથી છૂટકારો મેળવવાની પદ્ધતિ વિશે…

જો તમને આ સમસ્યા છે તો તમે પોતાની લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને તેને ઠીક કરી શકો છો. તમે તેમાં દરરોજ એક્સરસાઇઝ કરો અને વધુ સ્પાઇસી ફૂડનું સેવન કરવાનું બંધ કરી દો.

વજન વધુ હોવાને કારણે પણ આ સમસ્યાઓ થઇ શકે છે. એવામાં જો તમે પોતાનું વજન ઓછું કરવા લાગો છો તો આ સમસ્યા જાતે જ ખત્મ થઇ જશે.

દારૂ અને ધૂમ્રપાનનું સેવન કરનારા લોકોને આ સમસ્યાથી બચવા માટે આ ખરાબ આદતોનો ત્યાગ કરવો પડશે.

ગેસ અને ઈનડાઇજેશનની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારે તમારું ભોજન થોડુક થોડુક કરીને ખાવું જોઇએ. ઉદાહરણ તરીકે જો તમે દિવસમાં ત્રણવાર ખાઓ છો તો તમે 6 વારમાં ખાવાનું શરૂ કરો.

રાતનું ભોજન અને ઊંઘવા વચ્ચેનો ગેપ 2 કલાકનો રાખીને પણ તમે આ સમસ્યાથી રાહત મેળવી શકો છો. ધ્યાન રાખો કે ઊંઘવાના થોડાક સમય પહેલા સુધી ન તો પાણી પીઓ અને ન તો દૂધ પીઓ. આ ઉપરાંત ભોજનના 30 અથવા 60 મિનિટ સુધી કોઇ પણ પ્રકારનાં પીણાં ન પીશો.

સવારનો નાસ્તો સારા પ્રમાણમાં કરો, લંચમાં થોડુક ઓછુ ખાઓ અને ડિનરમાં તેનાથી પણ ઓછુ જ ખાઓ.

ગેસ અને ખાટા ઓડકારની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે સૂતા સમયે પોતાની ડોકને થોડીક ઊંચાઇ પર રાખીને સૂઇ જાઓ. તેના માટે તમારી ડોક 15 ડિગ્રી સુધી ઉપર હોવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે આ ઉપચાર તરત કામ કરશે નહીં. કારણ કે તમે લાઇફસ્ટાઇલ અને ખાણી-પીણીમાં ફેરફાર કરી રહ્યા છો તો આ સમસ્યાથી રાહત મેળવવામાં થોડોક સમય લાગી શકે છે. એટલા માટે ધીરજ રાખો.

જો તમને વધારે સમય સુધી ખાટ્ટા ઓડકારની સમસ્યા રહે છે અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કર્યા પછી પણ કોઇ પરિણામ નથી મળતું તો તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડૉક્ટર તમારી મદદ કરી શકે છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *