કરણ જોહરના ફેમસ ટોક શો ‘કોફી વિથ કરણ’ના દરેક એપિસોડને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં, નિર્દેશકે તેમના શોના પ્રોમોનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ગૌરી ખાન, મહિપ કપૂર અને ભાવના પાંડે એકસાથે જોઈ શકાય છે. આ દરમિયાન કરણ જોહર ત્રણેયને ખૂબ જ રમુજી પ્રશ્નો પૂછતો જોવા મળે છે. કરણના શોમાં જ ગૌરી ખાન તેની પુત્રી સુહાના ખાનને ખાસ સલાહ આપતી જોવા મળી હતી. માતા ગૌરીની દીકરીને આપેલી સલાહ સાંભળીને કરણ જોહર પણ ચોંકી ગયો હતો.
‘કોફી વિથ કરણ’ના સિઝલિંગ પ્રોમોમાં, કરણ જોહર ગૌરી ખાન, મહિપ કપૂર અને ભાવના પાંડેને રમુજી પ્રશ્નો પૂછતો જોવા મળે છે. આ દરમિયાન કરણે ગૌરી અને શાહરૂખના સંબંધો અંગે પણ રસપ્રદ પ્રશ્નો ઉઠાવ્યા હતા. બીજી તરફ કરણે ગૌરીને દીકરી સુહાના ખાન વિશે પૂછ્યું કે, તે સુહાનાને ડેટિંગ પર શું સલાહ આપશે?
ગૌરીની સુહાનાને સલાહ
આમાં ગૌરી ખાન કહે છે કે એક સાથે બે છોકરાઓને ક્યારેય ડેટ ન કરો. આ સાંભળીને કરણ જોહર એકદમ ચોંકી જાય છે અને હસીને રિએક્શન આપે છે. ગૌરી ખાનની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
સુશાંત ની બહેન પ્રિયંકા સિંહે કરી એક દિલધડક પોસ્ટ- ‘સુશાંત મારા સપનામાં…’
કરણ જોહર પણ ચોંકી ગયો
આ દરમિયાન ગૌરીને પૂછવામાં આવ્યું કે શાહરૂખ ખાન અને તેની લવ સ્ટોરીને કઈ ફિલ્મનું ટાઈટલ આપવું જોઈએ? તો ગૌરી ખાને જવાબ આપ્યો કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. આ સાંભળીને કરણ પણ ગૌરીની વાત સાથે સહમત થતો જોવા મળ્યો હતો.
કરણે પ્રોમો શેર કર્યો
પ્રોમોમાં કરણ માત્ર ગૌરીને જ નહીં પરંતુ મહિપ કપૂરને પણ પ્રશ્નો પૂછતો જોવા મળ્યો હતો. કરણે પૂછ્યું કે તે કોની સાથે ફિલ્મ કરવા ઈચ્છશે? આથી મહિપે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર રિતિક રોશનનું નામ લીધું. આ સાંભળીને કરણ જોહર પણ ચોંકી ગયો હતો.
કાજોલ રાતના અંધારામાં સીધી ચાલી પણ નહોતી શકતી, લથડિયાં ખાતી હિરોઈનને દીકરાએ સંભાળી, લોકોએ આ વાત પર ખુબ કરી ટ્રોલ
ગૌરી સુંદર દેખાતી હતી
આઉટફિટ વિશે વાત કરીએ તો ગૌરી ખાને કો-ઓર્ડ સેટ, પિંક બ્લેઝર અને મેચિંગ સ્કર્ટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે મહિપ પિંક ગાઉનમાં જોવા મળી હતી. આ દરમિયાન શાહરૂખ ખાન વિશે પણ ઘણી વાતો થઈ હતી.
ગૌરીએ શાહરૂખની પોલ ખુલ્લી પાડી
શોમાં શાહરૂખ વિશે વાત કરતા ગૌરી ખાને જણાવ્યું કે તે કેટલો સજ્જન છે. ગૌરી ખાને કહ્યું કે શાહરૂખની કાર સુધી મહેમાનને મુકવા જવાની આદત ક્યારેક તેને હેરાન કરી મૂકે છે. કારણ કે શાહરૂખ પાર્ટીમાં રહેવાને બદલે અંદર બહાર કરતો રહે છે.