ઘરના ભોજન ખાઈને પણ વજન ઘટાડી શકાય છે, કરો માત્ર આ ઉપાય…

Life Style

આજકાલ લોકોમાં તણાવ અને દોડાદોડી વાળી જિંદગીના લિધે મેદસ્વીતા મોટી સમસ્યા બની ગઈ છે. એમા પણ ખાસ કરીને કોરોના અને લોકડાઉનના લિધે બાળકોના વજનમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો છે. બેઠાડું જીવન મેદસ્વીતાનું મુખ્ય કારણ બની ગયું છે. ઘટતી જતી રોગ પ્રતિકારક શક્તિ અને વધતુ વજન લોકો માટે પરેશાનીનું કારણ બની ગયું છે. ઘણા લોકોની એવી પણ ફરિયાદ હોય છે કે, કસરત કરવાનો સમય નથી મળતો. ડાયેટિંગ માટે પણ કંઈ કરવાનો પણ સમય નથી. તો આવા લોકો એ ખાસ ડાયેટ કરવાનું છે. જે છે દાળ રોટલી ખાવ અને વજન ઘટાડો.

વજન ઘટાડવા માટે કુદરતી ઉપાયને જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. અન્ય રીતે ઘટાડવામાં આવેલું વજન ફરી વધી જવાની સંભાવના છે. અનેક વાર લોકો વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું સાવ છોડી દે છે. પરંતુ એવું કરવાની જરૂર નથી. ઘરે બનાવેલી દાળ-રોટલી ખાઈને પણ સરળતાથી તમે વજન ઘટાડી શકો છો.

સવારનો નાસ્તો દિવસનું સૌથી જરૂરી ભોજન છે. બ્રેકફાસ્ટ તમને દિવસ શરૂ કરવાની એનર્જી આપે છે. વજન ઘટાડવા માટે પ્રોટીન અને ફાયબર યુક્ત ભોજન લેવું જોઈએ. સવારે નાસ્તામાં બ્રાઉન બ્રેડ સાથે ગોળમાંથી બનાવેલી ચા લો. ગોળ લોહીને સાફ કરવાની સાથે શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે. ગ્રીન-ટીની જેમ ગોળ બૉડીને ડીટૉક્સ કરે છે અને વજન ઘટાડે છે.

વજન વધારવું જેટલું સરળ છે એટલું જ મુશ્કેલ વજન ઘટાડવું હોય છે, પરંતુ જો આ નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઝડપથી વજન ઘટાડી શકાય છે. જો વજન ઘટાડવું જ હોય તો, લંચમાં ઘઉંની રોટલીના બદલે મગદાળના પુડલા લઈ શકો છો. અથવા તો બાજરા કે જુવારની રોટલી લઈ શકો છો. આ સાથે પ્રોટીન માટે દાળ અવશ્ય લો. દહીંને ભોજનમાં સામેલ કરો. જે પાચન શક્તિને તેજ બનાવશે.

સ્વસ્થ શરીર માટે સાંજે જેટલું હળવો ખોરાક લેશો એટલા જ ફાયદામાં રહેશો. રાત્રે તમે ઉપમા, ઓટ્સ કે ડાળીયા સાથે ઓછા તેલમાં પકાવેલા શાકભાજી લઈ શકો છો. સાથે જ ખિચડી પણ સારો ઓપ્શન છે.

ડાયેટની સાથે જો હળવી કસરત પણ કરશો તો ખુબજ જલ્દી વજન ઘટશે. ચાલવા જવું કે સાયકલ ચલાવવી વગેરે જેવી હળવી કસરતો કરતા રહો. લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળું. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ કસરત કરો. આ ઉપરાત ડાન્સ કરીને પણ તમે કેલેરી ઓછી કરી શકો છો.

હવે કદાચ તમને એવું લાગશે કે, આ તો બોરિંગ ડાયેટ છે. તો અમે તમને એનો પણ એક ઉપાય જણાવી રહ્યા છીએ. અઠવાડિયામાં એક વાર તમે ઘરે બનેલા નાસ્તો અથવા તમને ભાવતા પરાઠા, નાન લઈ શકો છો. જો કાંઈ ગળ્યું ખાવાનું મન થાય તો હલવો કે શીરો લઈ શકો છે. માત્ર એટલું ધ્યાન રાખો કે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો. જેનાથી તમારા શરીરમાં ઓછી કેલેરી ભેગી થશે અને ટેસ્ટમાં તમને ચેન્જ મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *