માતા લક્ષ્મી જીને ધનની દેવી માનવામાં આવે છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે તેમની ઉપર પણ ધનની દેવી માતા લક્ષ્મીજી નો સદેવ આશીર્વાદ રહે, જેના કારણે તેમને તેમના જીવનમાં પૈસા(નાણાં)થી સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે, અને તેથી લોકો તેમના ઘરોમાં માતા લક્ષ્મીનો ફોટો રાખતા હોય છે.

જેથી તેમના ઘરમાં ધનની અછત રહે નહીં અને વધારેને વધારે સંપત્તિઓ તમારા ઘરમાં આવે, સાથે સાથે તેના કુટુંબમાં પણ શાંતિ રહે. હિન્દુ ધર્મના લોકીઓના ઘરોમાં મંદિર અવશ્ય હોય જ છે, બધા લોકો પોતાના ઘરમાં એમ અલગ જગ્યા રાખતા હોય છે જ્યાં તેઓ તેમના મંદિરને રાખતા હોય છે, પછી ભલે તે જગ્યા નાની હોય કે મોટી.
વાસ્તુ શાસ્ત્ર મુજબ, જો ઘરમાં કોઈ પણ દેવી દેવતાઓના ફોટાઓ રાખવામાં આવે છે, તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તેની સાથે શાસ્ત્રોમાં પણ કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે જ નિયમો અનુસાર, આપણે આપણા ઘરમાં કોઈ પણ દેવી-દેવતાઓની સ્થાપના કરવી જરૂરી હોય છે.

અને જો તેમ કરવામાં ન આવે તો, તમારે લાભની જગ્યાએ કોઈ મોટી ખોટનો સામનો કરવો પડી શકે છે, તેથી આ બધી બાબતો પર ધ્યાન આપવું એ ખૂબ જ વધારે મહત્વપૂર્ણ છે. આજે અમે તમને આ લેખ દ્વારા ધનની દેવી માતા લક્ષ્મી વિષે ની ઘણી જાણકારી આપવાના છીએ. જેથી શાસ્ત્રો અનુસાર તમે સંપત્તિની દેવી દેવીની કેટલાક ફોટાઓની સ્થાપના કરીને તેનો સંપૂર્ણ લાભ લઈ શકો.
શસ્ત્રો અનુસાર ધનની દેવી માતા લક્ષ્મીના ઘણા એવા પણ ફોટાઓ છે જેને ક્યારેય ઘર ઓફિસમાં માં રાખવા જોઈએ નહીં, જો આ ફોટાઓને ઘરમાં અથવા ઓફિસમાં રાખવામાં આવે છે તો તેના કારણે તમારા ઘરમાં અશાંતિ ફેલાઈ શકે છે, તેની સાથે સાથે તમારે ધનની ખોટનો પણ સામનો કરવો પડી શકે છે, તેથી આજે અમે તમને આવા ઘણા ફોટાઓ વિશે જણાવવા જય રહ્યા છીએ.

ચાલો આપણે જાણીએ કે માતા લક્ષ્મીના ક્યાં ફોટાઓને ઘરમાં કયારેય રાખવા ન જોઈએ:
1) ઘુવડ ઉપર સવાર માતા લક્ષ્મીનો ફોટો
ઘણાં લોકોના ઘરોમાં માતા લક્ષ્મીના એવા ફોટાઓ જોવા મળતા હોય છે જેમાં માતા લક્ષ્મી ઘુવડ ઉપર સવાર હોય છે પરંતુ ઘુવડ પર સવાર માતા લક્ષ્મી ને ચંચળતા(એક જગ્યાએ ન રહે તેવું)નું પ્રતીક માનવામાં આવે છે. તે એક જગ્યાથી બીજી જગ્યાએ આવતી જતી રહતી હોય છે, એટલે કે તે ક્યારેય એક જગ્યાએ તકતી નથી. તેથી જ તમે ક્યારે માતા લક્ષ્મીના આવા ફોટાઓ લગાડતા નહીં જેમાં તેઓ ઘુવડ ઉપર સવાર હોય, નહીં તો આવા ફોટાઓને કારણે તમારા ઘરમાં પૈસા ક્યારેય ટકશે નહીં.
2) માતા લક્ષ્મીના ઉભો ફોટો
તમારે તમારા ઘરમાં માતા લક્ષ્મીના એવા ફોટાઓ ક્યારેય લગાવવા ન જોઈએ, જે માં તેઓ ઉભા હોય. દેવી લક્ષ્મીજીની આવી મૂર્તિ સ્થાપિત કરવી એ તમારા માટે ઘણી અશુભ હોય શકે છે. તેને વિદાય લેવાનું પ્રતિક માનવામાં આવે છે, તેથી તમે તમારા ઘરમાં માતા લક્ષ્મી ના કોઈ પણ બેઠેલા ફોટાઓ રાખી શકો છો.

કમળ ઉપર બેઠેલા માતા લક્ષ્મીના ફોટાઓ ને માનવામાં આવે છે ઘણા શુભ: –
જો તમે માતા લક્ષ્મીજીના એવા ફોટાઓ તમારા ઘરમાં લગાવો ચો જેમાં તે કમળ પર બિરાજમાન હોય છે, તો તે તમારા માટે ખૂબ જ વધારે શુભ છે. તમે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કમલ ઉપર બેઠેલા અને ઘણા વધારે ખુશ હોય એવા ફોટા લગાવવા થી તમારા ઘરની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે.