ગોંડલની વિધાનસભા બેઠકમાં આંતરિક જંગ જોવા મળી રહ્યો છે, ગોંડલમાં થોડા દિવસ પૂર્વે યુદ્ધ એજ કલાયણ ગ્રુપના સન્માનમાં પૂર્વધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ની બાદબાકી કરાઈ હતી. અને તેમાં નરેશ પટેલ, જયંતી ઢોલ, પાસના અલ્પેશ કથીરિયા વરુણ પટેલસહીત હાજર રહ્યા હતા. આ મામલે ગોંડલના મોવિયામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આકરું વક્તવ્ય આપ્યું હતું. જેમાં કડવાપાટીદાર સમાજની બેઠકમાં જયરાજસિંહએ રીબડા અને અનિરુદ્ધસિંહ જાડેજા પર પ્રહાર કર્યા હતા.
તેમણે વક્તવ્યમાં જણાવ્યું હતું કે,મારે એમના વિશે એક પણ ઘસાતો શબ્દ બોલવો નથી અને ઘસાતો શબ્દ બોલવાનો મને અધિકારનથી પરંતુ મિત્રો મારે દુઃખ સાથે એટલું કહેવું છે રાજકારણમાં ક્યારેય કોઈ કોઈના કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી તમેક્યાં બેસો છો? તેની તમને સભાન અવસ્થા હોવી જોઈએ આવું મારું માનવું છે માની લ્યો કે કોઈ કારણોસર હું તમને નથી ગમ્યો એટલેતમે બીજા સભ્ય સમાજ પાસે બેસો છો તમે રીબડા મહિપતસિંહ બાપુના પગમાં હાથ નાખો છો. આ બાબતે હું જયંતીભાઈ ની ટીકા કરુંછું તમે મારા વડીલ છો તમે મારા વડીલ છો મારાથી કોઈ ભૂલ થશે અને તમે મને ઠપકો આપશો તો એ હું માથે ચડાવીશ પણ તમે આવુંન કરી શકો.
વધુમાં તેમણે કહ્યું હતું કે,એને શું કર્યું છે અને એણે શું કરવાનું છે જયંતીભાઈની વાત અહીં પૂરી થઈ અત્યારથી ત્યાં બધા પ્લાનિંગોનીશરૂઆત થઈ ગઈ જેમ કે આપણે ત્યાં માર્કેટયાર્ડ છે, તો તેના ચેરમેન કોણ નગરપાલિકા છે તો તેના પ્રમુખ કોણ તાલુકા પંચાયત હવેકોના પાડે જશે. નાગરિક બેંક હવે કોને દેશો ધારાસભ્ય તો હવે આપણે બની ગયા ભાઈ અનિરુદ્ધ સિંહના સુપુત્ર રાજદીપસિંહ ભાઈએધારાસભ્ય બની ગયા છે હવે જે આંતરિક વાત મને મળે છે એ હું તમારી સમક્ષ હું કહું છું.
વધુમાં તેમણે કહ્યું હતું કે,અનિરુદ્ધસિંહ એવું કહે છે કે યાર્ડનું રક્ષણ તો હું કરીશ આમાં બે વસ્તુ કઈ ભેગી નથી થતી ખબર છે ને તમારેદૂધની ભલામણ કરવી હોય તો મીંદડી ને છેટી રાખવી પડે તમારો લોક હોય તો તેને સ્ટ્રોંગ બનાવવો પડે તેની આગળ ગન મેન રાખવો પડેચોરને આ જવાબદારી ન સોંપાય બાકી રીબડામાં જેની ઇન્ડસ્ટ્રીઝ હશે એ બધા મિત્રોને ખબર હશે. રીબડાની અંદર જમીન કેવી રીતેવહેંચાય છે હું એક શબ્દ પણ ખોટો બોલું તો મારો બાપ બીજો હોય.
સંમેલનમાં કિશોરભાઈ અંદીપરાએ જણાવ્યું કે, રાજકારણમાં ગોફણીયા મારવા સહેલા છે પણ સમાજ હીત જાળવવું કઠીન છે. જ્યારેઅરાજકતા કે અસ્થિરતા વધતી જાય ત્યારે કોઈ પણ સમાજે પ્રભુત્વ બતાવું જરૂરી છે. ગોંડલના રાજકારણમા ઝંઝાવાતનો દૌર શરુ થયોછે. ત્યારે કડવા પાટીદાર સમાજે તેનું સ્ટેન્ડ નક્કી કરી લીધું છે. છેલ્લા કેટલાક સમયથી અફવાઓ અને દુવીધાઓના માહોલ વચ્ચેશંકાકુશંકાઓ દુર કરવા સમાજે આ નિર્ણય લીધો છે.
સંમેલનમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ મહામંત્રી મનીષ ચાંગેલાએ કહ્યું કે, ગોંડલમાં 1998થી વિકાસની વણથંભી યાત્રા શરૂ થઈ છે. આપણે તેમાં ફરી સામેલ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના છે. ત્યારે આપણા સમાજનું ભવિષ્ય મજબુતબનાવવા પરીપકવ નિર્ણય જરુરી છે. તેવું કહી જયરાજસિહ સર્વમાન્ય આગેવાન હોવાનુ જણાવ્યું હતું.
સંમેલનમાં એ.પી.નરોડીયા, જાગૃતિ સ્કુલના મંત્રી વલ્લભભાઈ કનેરીયા, ભરતભાઇ પરવડીયા, ચિરાગભાઇ દુદાણી એ જ્ઞાતિ સંગઠનનેમજબુત બનાવી ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરવતો નિર્ણય લેવાયાનું જણાવ્યું હતું. સંમેલનમાં કિશોરભાઈ કાલરીયા, ભાર્ગવભાઇઅંદીપરા, અનુભાઇ અમૃતિયા, ડૉ.મહેશ બોકરવડીયા, ડૉ.હિતેશ કાલરીયા, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પાણ, રવિભાઈ કાલરીયા, અશોકભાઈ પરવડીયા, મનીષભાઈ ગોલ, અશ્ર્વીનભાઇ પાચાણી, મનુભાઈ જીવાણી સહીત ઉપસ્થિત રહ્યા હતા.