હિન્દી સિનેમાનાં 100 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ તેનું જાદુ આજે પણ પ્રેક્ષકો પર છવાઈ રહ્યો છે. બોલિવૂડમાં કમર્શિયલ અને નોન-કમર્શિયલ ફિલ્મો આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. બોલિવૂડ સ્ટાર્સની ગ્લેમર લાઇફ અને તેમની સ્ટાઈલનાં બધા કાયલ રહે છે. ચાહકો પણ તેમના મનપસંદ સ્ટારની નકલ કરવા માટે પ્રયત્ન કરે છે. તેની ગ્લેમરસ જીવનશૈલી ફેનને આકર્ષિત કરે છે. તમે એવી ઘણી બોલિવૂડ હસ્તીઓને જાણતા હશો કે જેને દર વર્ષે વિવિધ એવોર્ડથી નવાજવામાં આવે છે પછી ભલે તે નેશનલ એવોર્ડ હોય કે ફિલ્મ એવોર્ડ.
આ યાદીમાં પ્રથમ નામ સદીના મહાન નાયક અમિતાભ બચ્ચનનું છે. અમિતાભ બચ્ચનનું નામ ગિનીસ બુકમાં એટલા માટે છે, કારણકે શ્રીહનુમાન ચાલીસા ગાનારા તેઓ બોલિવૂડનાં પહેલાં અભિનેતા છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન એકમાત્ર એવા અભિનેતા છે જેમણે બોલીવુડના 13 ગાયકો સાથે મળીને હનુમાન ચાલીસા ગાઈ છે.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં ફક્ત અમિતાભ બચ્ચન જ નહીં પરંતુ તેમના પુત્ર અને અભિનેતા અભિષેક બચ્ચનનું નામ પણ નોંધાયેલું છે. પોતાની ફિલ્મ દિલ્હી 6 ના પ્રમોશન માટે અભિષેક બચ્ચને 12 કલાકમાં 1800 કિ.મી.નો પ્રવાસ કર્યો હતો. 12 કલાક સુધી ઘણાં શહેરો ફરી ફરીને પ્રમોશન કરવા બદલ અભિષેક બચ્ચનનું નામ ગિનીસ બુકમાં નોંધવામાં આવ્યું.
આ યાદીમાં બોલિવૂડના પ્લેબેક સિંગર કુમાર સાનુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 1993માં એક જ દિવસમાં 28 ગીતો ગાવા બદલ કુમાર સાનુને આ એવોર્ડ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કુમાર સાનુના અત્યાર સુધીના તમામ ગીતો ખૂબ સુપરહિટ રહ્યા છે. નોંધનીય છે કે, બ્લોકબસ્ટર ફિલ્મ આશિકીના ગીતોના બાદથી કુમાર સાનુની ખ્યાતિમાં વધારો થયો હતો.
આ યાદીમાં સલમાન ખાન અને રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ અને લાખો લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી કેટરિના કૈફનું નામ પણ શામેલ છે. સૌથી વધુ ફી વસુલવાનાં કારણે 2013માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં કેટરીનાનું નામ નોંધાયું હતું. કેટરીનાએ એક ફિલ્મ માટે ફી પેટે દસ કરોડ ડોલર લીધા હતા.
ફિલ્મોમાં પોલીસની ભૂમિકા ક્યારેક સકારાત્મક તો ક્યારેક નકારાત્મક હોય છે. ઘણા બધા અભિનેતાઓને પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા દ્વારા ઓળખવામાં આવે છે. જગદીશ રાજ પણ આવા જ એક અભિનેતા છે. તેમણે 144 ફિલ્મોમાં પોલીસ નિરીક્ષકની ભૂમિકા ભજવી હતી. આ માટે તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે.
2015ની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા બાદ આજે પોતે એક રેકોર્ડ બની ગઈ છે. ફિલ્મની સફળતાને જોતા, ફિલ્મી જગતના ઇતિહાસમાં બાહુબલી ફિલ્મનું સૌથી મોટું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું. જે પચાસ હજાર ચોરસફૂટથી પણ મોટું હતું. જેને કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
શાહરૂખ ખાનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં દુનિયામાં સૌથી વધુ કમાણી કરવાની રેસમાં શાહરૂખ ખાન સૌથી આગળ હતા. આ વર્ષે તેમણે લગભગ 220 કરોડની કમાણી કરી છે.
અભિનેત્રીની નકારાત્મક ભૂમિકામાં જોરદાર અભિનય માટે જાણીતી બનેલી અભિનેત્રી લલિતા પવાર પણ આ રેસમાં છે. તમને જણાવી દઈએ કે લલિતા પવારે બાર વર્ષની ઉંમરથી બોલિવૂડમાં પગ મૂક્યો હતો અને 70 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં 700થી વધુ ફિલ્મોમાં સતત કામ કર્યું છે. લલિતા પવાર એકમાત્ર એવી અભિનેત્રી છે કે જેમણે સતત 70 વર્ષ સુધી બોલિવૂડમાં કામ કર્યું.
કોકિલ કંઠી લત્તા મંગેશકરની બહેન અને પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેએ પણ આ ટાઈટલ પોતાના નામે કર્યુ છે. આશા ભોંસલેએ વીસથી વધુ ભાષાઓમાં અગિયાર હજારથી વધુ ગીતો ગાઈને પોતાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે.