ગુજરાતી દાળનો મસાલો બનાવી 6 મહિના સુધી બહાર રાખી શકાય છે. અને આટલો મસાલો અઠવાડિયામાં 3 વખત દાળ બનાવતા હોય તો 6 મહિના સુધી ચાલે છે.
1 કપ તુવેર દાળ માટે એક મોટી ચમચી મસાલો ઉમેરી જરૂર મુજબ લીલાં મરચાં-આદુની પેસ્ટ,ગોળ- લીંબુનો રસ ઉમેરી દાળ બનાવી શકાય છે. નિચે જણાવાયેલી સામગ્રી વડે 1.250 કિ.ગ્રા. જેટલો મસાલો બને છે.
સામગ્રી:-
100 ગ્રામ શીંગદાણા, 50 ગ્રામ મેથી, 100 આખી ધાણી, 250 ગ્રામ ખારેક, 150 ગ્રામ બેસન, 25 ગ્રામ હિંગ, 100 ગ્રામ હળદર, 200 ગ્રામ મરચું પાઉડર, 50 ગ્રામ કાશ્મીરી મરચું પાઉડર, 300 ગ્રામ મીઠું, 4-5 ચમચી તેલ
બનાવાની રીત:-
૧. સૌપ્રથમ શીંગદાણા, મેથી અને ધાણીને અલગ અલગ ધીમા તાપે 5 થી 7 મિનિટ સુધી શેકી લો. ઠંડુ થાય એટલે મિક્સર જારમાં અલગ અલગ પાઉડર કરી લો ખારેકને તડકામાં તપાવી બી કાઢી મિક્સર જારમાં પાઉડર કરી લો.
૨. હવે બધી વસ્તુઓ એક મોટા વાસણમાં કાઢી લો. બધી સામગ્રી મિક્સ કરી લો.
૩. હવે તેલ ઉમેરી મોઈ લો. હવે એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ મસાલો 6 મહિના સુધી બહાર રાખી શકાય છે.
રેસિપી સૌજન્ય:- ઉર્મી દેસાઈ