કેગ રિપોર્ટ માં થયો ચોંકાવનારો ખુલાસો: ગુજરાત ની હવા પ્રદુષિત છે જેને કારણે 2019 માં 16.70 લાખ લોકો ના મોત થયા

News

ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. ત્યારબાદ સતત બીજા દિવસે કોંગ્રેસે વિવિધ મુદ્દાઓ પર ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. કેગનો રિપોર્ટ વિધાનસભાના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં પ્રદૂષણને કારણે થતા મોતને લઈને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 2019માં વાયુ પ્રદૂષણને કારણે 16.70 લાખ લોકોના મોત થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનામાં લોકડાઉન દરમિયાન હવાની ગુણવત્તામાં સુધારો દેખાયો હતો.

વાયુ પ્રદૂષણ નિયંત્રણ પર CAGનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. જે મુજબ, 2014-15 થી 2020-21 દરમિયાન ગુજરાતમાં વાયુ પ્રદૂષણ પર ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 2019માં ગુજરાતમાં વાયુ પ્રદૂષણને કારણે 16.70 લાખ લોકોના મોત થયા હોવાનું બહાર આવ્યું હતું. પ્રદુષણની અસર ગુજરાતના ઉદ્યોગ પર પણ પડી છે. પ્રદૂષણને કારણે દેશના બિઝનેસને વાર્ષિક $95 બિલિયનનું નુકસાન થાય છે. રિપોર્ટ અનુસાર રાજ્યમાં હવાની ગુણવત્તા બગડી રહી છે.

CAGના રિપોર્ટમાં વાયુ પ્રદૂષણ પર GPCBની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન સમયગાળા દરમિયાન ગુણવત્તામાં સુધારો થયો હતો . પરંતુ જીપીસીબી વાયુ પ્રદુષણને કાબુમાં લેવામાં નિષ્ફળ રહી છે. CAG એ રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે કે GPCB ઔદ્યોગિક એકમોમાં ધ્વનિ પ્રદૂષણ પર નજર રાખતું નથી. જીપીસીબીએ 14 શહેરો અને આસપાસના 62 સ્ટેશનોમાં હવાની ગુણવત્તા પર નજર રાખી હતી. પરંતુ જીપીસીબીએ હવા પ્રદુષણવાળા વિસ્તારોની ગુણવત્તા પર નજર રાખી નથી.

GPCB પ્રદૂષણ ફેલાવતા એકમોમાં ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં નિષ્ફળ ગઈ છે. 6 વર્ષમાં 67 યુનિટમાં ઓનલાઈન વ્યવસ્થા થઈ નથી અને અન્યનો ડેટા પણ ઉપલબ્ધ નથી. GPCB 30900 ઉદ્યોગો, 42 હજાર એકમો, 34 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, 21 બાયોમેડિકલ વેસ્ટનું મોનિટરિંગ કરવા માટે જવાબદાર હતું. જે તે યોગ્ય રીતે કરી શક્યું ન હતું . બાંધકામ પ્રવૃતિઓ, ઘન કચરો, ઈંટોના ભઠ્ઠા, સ્ટોન ક્રશર, લાકડા અને કોલ્ડ સ્ટોરેજ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત છે. અમદાવાદ-ગાંધીનગરમાં અવૈજ્ઞાનિક ઘન કચરાનો નિકાલ હવા પ્રદૂષણનું કારણ બને છે

ઉપરાંત, રિપોર્ટમાં જણાવાયું છે કે પૂરતા સ્ટાફના અભાવે GPCB તેનું કામ યોગ્ય રીતે કરી શકી નથી. રાજ્યમાં વધી રહેલા પ્રદૂષણ સામે સરકારે GPCBની 223 જગ્યાઓ નાબૂદ કરી છે. હાલમાં GPCB માત્ર 505 કર્મચારીઓ સાથે કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *