જાણો કોમેડિયન “ગુજ્જુ લવ ગુરુ” ની કેટલીક એવી વાતો જેનાથી તમે હશો અજાણ…

Story

કહેવાય છે ને કે અથાક મહેનત અને પરિશ્રમ કરવાથી કોઈપણ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના કલાકારો અને લોક સાહિત્ય કલાકારો દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. તે આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય કે, આપણા ગુજરાતનું સાહિત્ય અને સંસ્કૃતિ લોક સાહિત્યકાર અને સંગીતકાર ને કારણે દેશ અને વિદેશની અંદર ખૂબ જ પ્રસિદ્ધ બન્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ નાના પાયે કોમેડી ના વિડીયો બનાવીને લોકો યુ ટ્યુબ ના માધ્યમ દ્વારા ખૂબ જ પ્રખ્યાત બનતા હોય છે.

પોતાની ચટપટી કોમેડી અને અભિનયથી ગુજરાતની અંદર ખૂબ જ લોકપ્રિય બનેલા એવા કલાકારની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, તમને જણાવી દઈએ કે જે આખા ગુજરાતની અંદર ગુજ્જુ લવ ગુરુ તરીકે ઓળખાઈ રહ્યો છે. કહેવાય છે કે કોઈ વ્યક્તિની અંદર ટેલેન્ટ ની કોઈ કમી નથી, પરંતુ તે ટેલેન્ટને યોગ્ય સમયે અને યોગ્ય રીતે લોકોની સમક્ષ રજુ કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે ગુજ્જુ લવ ગુરુ હોય તેમના જીવનની અંદર ખૂબ જ ખરાબ દિવસો પણ જોડાયેલા છે અને તેમણે ક્યારેય પણ હિંમત હારી નથી..

ગુજ્જુ લવ ગુરુ નામથી પ્રખ્યાત થયેલા કોમેડી કિંગ નું સાચું નામ ચંદન રાઠોડ છે. તમે જણાવી દઈએ કે ચંદન રાઠોડ નું ગામ બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા સુઈગામ છે. અને આ સુઈગામ ની વાત કરીએ તો તે જગ્યાએ બોર્ડર નો વિસ્તાર લાગે છે. ચંદન રાઠોડને પૂછવામાં આવ્યું હતું કે પ્રાથમિક શાળાનો અભ્યાસ કઈ જગ્યાએથી લીધો હતો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, પ્રાથમિક શાળાનો અભ્યાસ તેમણે સુઈગામ થી જ લીધો હતો.

ચંદન રાઠોડ જણાવે છે કે, જ્યારે બાળપણમાં તે સ્કૂલે જતા હતા ત્યારે તે પાછળની બેન્ચ ઉપર બેઠા બેઠા પોતાની અલગ જ મોજ માં રહેતા હતા. એ કહેતા કે અમે ભેગા મળીને અવનવી કોમેડી કરતા હતા. એમાં જ તેમણે હસીને જવાબ આપ્યો હતો કે, અમે પોતે પણ ભણતા નહોતા અને બીજાને કોમેડી કરી કરીને ભણવા પણ નહોતા દેતા. ચંદન રાઠોડ આગળ જણાવે છે કે બાળપણમાં જ્યારે અમે અલગ પ્રકારની અમારી મોજમાં હોય ત્યારે અમને માર પણ ઘણો બધો પડેલો છે.

ચંદન રાઠોડને બાળપણથી જ ભણવામાં રસ નહોતો પરંતુ તેને રમેશ મહેતા જેવી અલગ અલગ પ્રકાર ની કોમેડી કરવાની ઈચ્છા હતી અને રમેશ મહેતા જેવું બનવાની બાળપણથી જ ઈચ્છા હતી. ચંદન રાઠોડ જણાવતા હતા કે જ્યારે સ્કૂલ ની અંદર અમે દરેક મિત્રોની સાથે મળીને ખૂબ જ કોમેડી કરતા હતા અને બીજા જે વિદ્યાર્થીઓ ભણતા હતા તેનું પણ ધ્યાન ભંગ કરતા હતા. ચંદન રાઠોડે ને પૂછ્યું કે બાળપણમાં કોઈ હુલામણું નામ કોઈ એ પાડ્યું હતું??

ત્યારે ચંદન રાઠોડ જણાવે છે, છોકરીઓમાંથી મને કાળીયો કહેતા. ચંદન રાઠોડ જણાવે છે કે જ્યારે તેનો આધાર કાર્ડની અંદર નામ ચાંંદાભાઇ કરી છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા ઉપર ચણા અને મમરા ની પણ ખુબ જ જોરદાર લડાઈ ચાલી હતી. ચંદન રાઠોડ ના અભ્યાસની વાત કરીએ તો તેમણે સ્કૂલની ગણતરી પ્રમાણે 10 પાસ કરેલું છે. ચંદન રાઠોડ અને તેના માતા પિતા નો વ્યવસાય ખેતી છે. તેઓ જણાવે છે કે પરિવારની પરિસ્થિતિ પહેલેથી જ ખૂબ જ નબળી હતી.

તેને કારણે, ચંદન ને નોકરી કરવાનું વિચાર્યું હતું. તેમણે સીરામીક ની નોકરી ચાલુ કરી હતી. ચંદન નોકરી કરતા ની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પોતાના કોમેડી વિડીયો થી શરૂઆત કરી હતી. ચંદન નો સૌથી પહેલો વિડીયો કાકા-ભત્રીજા ઉપર બનાવેલા હતો અને તે પહેલો વિડીયોકોલ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને ખૂબ જ ભરપૂર માત્રામાં વાયરલ થયો હતો. ચંદન ના વિડીયો નાના છોકરા થી માંડીને મહિલાઓ અને પુરુષો તેમજ વૃધ્ધ વ્યક્તિઓ સુધી દરેક લોકો જોવે છે. તેમણે સૌથી પહેલા મ્યુઝિકલી થી શરૂઆત કરી હતી.

ચંદન ની સફળતા, યુટયુબ તેમજ સાથે સાથે ટિક્તોક તેમજ ઇંસ્ટાગ્રામ પર ખૂબ વધારે સફળતા મળી હતી. ચંદને સૌથી પહેલા શરૂઆત મોબાઈલથી વિડીયો શુટીંગ કરીને શરૂઆત કરી હતી. ચંદન ને ધીમે ધીમે યુટયુબ માંથી સફળતા મળી હતી. જ્યારે ઈન્ટરવ્યું માં ચંદનને પૂછવામાં આવ્યું હતું કે તમે લગ્ન કરી લીધા છે કે હજુ પણ કુંવારા છો.??,

તે સમયે તેમને જણાવ્યું હતું કે, લગ્નની વાત ઉપર હું ચૂપ છું. લગ્ન તો હું કરીશ પરંતુ અત્યારે નહીં, મારા લાયક કોઈ સારી છોકરી મળે પછી. ચંદન પોતાના જીવનની અંદર અટાર્થ સંઘર્ષ અને મહેનત કરી છે. ત્યારે બાળપણથી જ ખૂબ ગરીબીમાં પોતાનું જીવન વિતાવ્યું હતું અને, અત્યારે પોતાની કોમેડીથી આ ગુજરાતની અંદર ખૂબ લોકપ્રિય બની ગયા છે. ચંદન પોતાના વીડિયો સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા લગભગ ઘરે ઘરે લોકો ઓળખી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.