જાણો કેવી રીતે ગુલશન કુમારે રસ્તા પર જ્યુસ અને કેસેટ વેચીને ભારતની સૌથી મોટી મ્યુઝિક કંપની T-Series બનાવી?

Bollywood

કોણ કહે છે કે આકાશમાં કઈ ન હોઈ શકે, તમે એક પથ્થર તો ફેંકી જુઓ… તમે આ કહેવત કોઈને કોઈ સમયે સાંભળી જ હશે. પરંતુ તેનો સાચો અર્થ સમજવામાં માણસનું આખું જીવન લાગે છે.જો કે, આ દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જેઓ આ કહેવતને માત્ર સાચી નથી બનાવતા પરંતુ આવનારી પેઢીને એક બોધપાઠ પણ આપે છે. આવા લોકોમાંથી એક ગુલશન કુમારનું નામ છે, જેમણે T-Series ની સ્થાપના કરી અને બિઝનેસના ક્ષેત્રમાં ઘણી ઊંચાઈઓ હાંસલ કરી.

ગુલશન કુમાર:
ગુલશન કુમાર ભલે આજે આપણા બધાની વચ્ચે નથી, પરંતુ તેમના દ્વારા ગાયેલા ભક્તિ ગીતો અને બિઝનેસની સફળતા આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. 5 મે 1956ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં જન્મેલા ગુલશન કુમારે બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર કરેલું હતું, કારણ કે તેમના પિતાની જ્યુસની નાની દુકાન હતી.

જ્યુસની દુકાનમાંથી પરિવારનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલ પડી જતું હતું, જેથી ગુલશન કુમાર બાળપણથી જ તેમના પિતાને જ્યુસની દુકાનમાં મદદ કરવા લાગ્યા. આ રીતે દુકાનમાં કામ કરતાં ગુલશન કુમારનો બિઝનેસમાં રસ વધવા લાગ્યો, ત્યારપછી તેણે 23 વર્ષની ઉંમરે એક નાની દુકાનથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો.

કેસેટ ની દુકાન થી ટી-સિરીઝ સુધીની સફર:
ગુલશન કુમારે દુકાનમાં ઓડિયો કેસેટ વેચવાનું શરૂ કર્યું જેનું તેણે ‘સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ’ નામ આપ્યું. આ રીતે થોડા સમય પછી ગુલશન કુમારે પોતાના અવાજમાં ઓરિજિનલ ગીતો બનાવીને પોતાની કેસેટ વેચવાનું શરૂ કર્યું, જેના કારણે તેમને ઘણો નફો થયો.પોતાનો વ્યવસાય વધારવા માટે, ગુલશન કુમારે સસ્તા ભાવે કેસેટ વેચવાનું શરૂ કર્યું, જ્યાં અન્ય કંપનીઓ 28 રૂપિયામાં કેસેટ વેંચતી હતી જ્યારે ગુલશન કુમારની કંપની ગ્રાહકોને 15 રૂપિયામાં કેસેટ પૂરી પાડતી હતી. આમ 70ના દાયકામાં ગુલશન કુમારની કેસેટની માંગ અચાનક ઝડપથી વધવા લાગી.

ગુલશન કુમારે કેસેટની માંગ વધતી જોઈને તેમણે ભક્તિ ગીતોની શ્રેણી શરૂ કરવાનું નક્કી કર્યું. પરંતુ ગુલશન કુમાર તેમના વ્યવસાયને એક નામ આપવા માંગતા હતા, તેથી તેમણે 11 જુલાઈ 1983 ના રોજ ટી-સિરીઝનો પાયો નાખ્યો. ગુલશન કુમારે આ મ્યુઝિક કંપની હેઠળ ન માત્ર પોતાની કારકિર્દીની શરૂઆત કરી પરંતુ ઘણા લોકોના ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવામાં પણ ભૂમિકા ભજવી.આ રીતે ગુલશન કુમારે પોતાનો બિઝનેસ વધારવા માટે ભક્તિ ગીતો ગાવાનું શરૂ કર્યું, જે ભારતમાં ખૂબ પ્રખ્યાત થયું. આ રીતે ગુલશન કુમારે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને એક સફળ બિઝનેસમેન તરીકે ઓળખ બનાવવામાં સફળ રહ્યા.

સંગીત ઉદ્યોગથી ફિલ્મ જગત સુધીની સફર:
ગુલશન કુમારે આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્યથી જે કેસેટોનો ધંધો શરૂ કર્યો હતો, હવે એ જ ધંધો અલગ રૂપ ધારણ કરી ચૂક્યો છે. ગુલશન કુમાર ભારતના પ્રખ્યાત ભક્તિ ગાયક બની ગયા હતા, ત્યારબાદ તેમણે ફિલ્મી દુનિયામાં આવવાનું નક્કી કર્યું. ગુલશન કુમાર એ વ્યક્તિ હતા જેમણે હિન્દુ પૌરાણિક કથાઓ અને વાર્તાઓ દ્વારા બોલીવુડને ધાર્મિક ફિલ્મો અને સિરિયલો આપી હતી. આ રીતે ગુલશન કુમારે ઘણી ધાર્મિક સિરિયલો અને ફિલ્મો બનાવી અને તેમાં ભક્તિ ગીતો ગાયા.

સામાજિક અને ધાર્મિક કલ્યાણ માટે ચેરિટી:
ગુલશન કુમારને ભક્તિ ગીતો દ્વારા એટલી સફળતા મળી કે તેમણે પોતાની કમાણીનો એક ભાગ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપવાનું શરૂ કર્યું, જેથી લોક કલ્યાણ માટે મહત્વપૂર્ણ પગલાં લઈ શકાય. ગુલશન કુમારને મા વૈષ્ણો દેવીમાં અપાર માન અને શ્રદ્ધા હતી, તેથી તેમણે માતાના દરબારમાં ભંડારાનું આયોજન કરવાનું શરૂ કર્યું. ગુલશન કુમારના કારણે માતાના દરબારમાં આવેલા કોઈ પણ ભક્ત ખાલી પેટ પાછા ફર્યા નહીં, જેના કારણે ગુલશન કુમાર સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયા.

મૃત્યુ પછી પુત્રએ કંપની સંભાળી:
ભક્તિ કાર્યક્રમો અને મંદિરોને દાન આપનાર ગુલશન કુમારને 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈના જીતેશ્વર મહાદેવ મંદિરની બહાર ગોળી વાગી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તે સમયે, ગુલશન કુમારનો પુત્ર ભૂષણ કુમાર 19 વર્ષનો હતો, જેણે નાની ઉંમરમાં પિતાના વ્યવસાયને સંભાળવાની જવાબદારી ઉપાડી લીધી હતી.

ત્યારથી, T-Series તરીકે ભૂષણ કુમાર સંભાળી રહ્યા છે, જે ઘણા બૉલીવુડ ગીતો t series ના બેનર હેઠળ છે. હાલમાં, T-Seriesના YouTube પર 183 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, જે વિશ્વની સૌથી વધુ સબ્સ્ક્રાઇબ થયેલી YouTube ચેનલ તરીકે ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published.