ગુરુપદ લજવ્યુ! સરકારી શાળામાં 54 વર્ષના શિક્ષકે 15 વિધાર્થીઓ સાથે 3 મહિના સુધી કરી શરમજનક હરકત

News

બેંગ્લોર (Bengaluru)માં એક સરકારી શાળાના 54 વર્ષીય શિક્ષકની વિદ્યાર્થીઓનું યૌન શોષણ (teacher held for sexually assaulting) કરવાના મામલે ગુરુવારે ધરપકડ કરવામાં આવી છે. આ શિક્ષકે લગભગ ત્રણ મહિના સુધી 15 વિદ્યાર્થીઓનું યૌન શોષણ કર્યું હતું.
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે વિમાન ..લોકો શાકભાજી ખરીદવા પણ વિમાનમાં જાય છે.. જાણો આ ગામ વિશે..!

આરોપી અંજનપ્પા હેબ્બલની સરકારી શાળામાં શારીરિક શિક્ષણ (physical education teacher)નો વિષય ભણાવતો હતો.

હેબ્બલ પોલીસ (Hebbal police) ઈન્સ્પેક્ટર દિલીપ કુમાર કે. એચ. એ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ધોરણ 8 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓએ જ્યારે પોતાના માતા-પિતાને શિક્ષકની હરકતો વિશે જણાવ્યું ત્યારે ઘટના સામે આવી છે.

લંચ દરમિયાન અભદ્ર સ્પર્શ કરતા
માતા-પિતાએ શાળાના પ્રિન્સિપલનો સંપર્ક કરતા તેમણે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ આ અંગે જણાવ્યું છે કે, શિક્ષક તેમને લંચ દરમિયાન અભદ્ર સ્પર્શ કરતા હતા અને તેમને કિસ પણ કરતા હતા.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, શિક્ષક સામે જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે, તે સંપૂર્ણપણે સત્ય છે. પ્રિન્સિપલે ત્યાર બાદ પોલીસનો સંપર્ક કર્યો અને તે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે.

આ શિક્ષકે બે થી ત્રણ મહિનામાં અનેક વિદ્યાર્થીઓનું યૌન શોષણ કર્યું છે. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા પોલીસે તપાસ કરી હતી અને પ્રિન્સિપાલે મંગળવારે રાત્રે પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ
ફરિયાદ કર્યા બાદ શિક્ષક સામે પોક્સો એક્ટ (Protection of Children from Sexual Offences, Pocso) અને ઈન્ડિયન પિનલ કોડ (Indian Penal Code, IPC) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ ઈન્સ્પેક્ટરે આ અંગે જણાવ્યું છે કે, ‘શિક્ષકને પોક્સો અધિનિયમની ધારા 8 (યૌન શોષણ માટે ત્રણથી પાંચ વર્ષની સજા) અને ધારા 12 (બાળકને સેક્સ્યુઅલી હેરેસ કરવા અને સજા માટે ત્રણ વર્ષની જેલ) અને 354 (મહિલાની ગરિમાને હાનિ પહોંચાડવાના હેતુથી બળજબરી કરવી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.’

શિક્ષક શરૂઆતમાં ફરાર (teacher absconding) થઈ ગયો હતો, બુધવારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

શિક્ષકને ચાર પાંચ દિવસથી શાળામાં જોવામાં આવ્યો નહોતો. શોધખોળ કર્યા બાદ આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે. આવનારા દિવસોમાં આ મામલે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તમામ સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવશે.
મધ્યાહન ભોજનમાં ગરોળી જોવા મળી, શિક્ષકે કહ્યું, શાંતિથી ખાઓ, રીંગણ છે; 200 વિદ્યાર્થીઓ બીમાર, શિક્ષકે તેમને બળજબરીથી ખવડાવ્યું

Leave a Reply

Your email address will not be published.