આવતી કાલે હનુમાન જ્યંતી છે. માટે હનુમાન મંદિરમાં ભકતો ભારે ભીડ જોવા મળશે. ત્યારે આજે અમે તમને ગુજરાતમાં આવેલા એક એવા હનુમાન મંદિર વિષે જણાવીશું કે જેને બીજું સારંગપુર ધામ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર નવસારીમાં આવેલું છે અને તેને વીરવાડી હનુમાન મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
આ મંદિર હનુમાન દાદાના પરચાઓ માટે આખા ગુજરાતમાં જાણીતું છે.આજથી ૪૦૦ વર્ષ પહેલા આ જગ્યાએ હનુમાન દાદા સાક્ષાત પ્રગટ થયા હતા. વીરવાડી હનુમાન મંદિરમાં દાદા બાલ સ્વરૂપે બિરાજમાન છે. અહીં જો કોઈ ભક્ત સાચા દિલથી હનુમાન દાદાને પ્રાર્થના કરે છે.
તો હનુમાન દાદા તે ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. લોકો દૂર દૂરથી વીરવાડી હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે. વરવાડી હનુમાન મંદિરમાં દર્શન કરવાથી ભક્તને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. સાથે સાથે તમામ પ્રકારના દુઃખ દર્દથી પણ છુટકાળો મળે છે.
વરવાળી હનુમાન દાદાએ પોતાના ભકતોને ઘણા પરચાઓ આપ્યા છે. લાખો ભકતોની મનોકામનાઓ પૂર્ણ કરી છે. જો કોઈપણ ભક્ત સાચા દિલથી માનતા માને તો તેમની માનતા જરૂરથી પુરી થાય છે.
લોકો કોઈપણ શુભ કામ કરતા પહેલા આ મંદિરમાં દાદાના દર્શન કરવા માટે આવે છે અને પછી જ પોતાના કામને શરૂઆત કરે છે. આ મંદિરમાં દાદા પોતાના બાળ સ્વરૂપમાં બિરાજમાન છે. વિધાર્થીઓ પણ પરીક્ષા આપતા પહેલા અહીં દર્શન કરવા માટે આવે છે. તો તે તે પરીક્ષામાં સારા ગુણથી પાસ થાય છે.