સુનિલ નારાયણ ની વિકેટ પડતા જ Hardik Pandya ની પત્ની નતાશા એ કર્યો એવો ડાન્સ કે…જુઓ video

Story

IPL 2022 KKR vs GT ગુજરાત ટાઇટન્સ IPL 2022 માં સૌથી સફળ ફ્રેન્ચાઇઝી તરીકે ઉભરી આવી છે. હાર્દિક પંડ્યાની ટીમ સાતમાંથી છ મેચ જીતી છે. 12 પોઈન્ટ સાથે આ ટીમનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. પહેલીવાર કેપ્ટનશિપમાં હાથ અજમાવી રહેલા હાર્દિકે ત્રણ બેક ટુ બેક મેચમાં અડધી સદી ફટકારી છે. આવી સ્થિતિમાં પત્ની નતાશા માટે ખુશીથી ડાન્સ કરવો સ્વાભાવિક છે.

આ સમયે નતાશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મેચ દરમિયાન ડાન્સ કરતી જોવા મળી રહી છે.સુનિલ નારાયણ આઉટ થયો એ સમય એ નતાશા એટલી ખુશ થઇ ગય કે ઉછળી ઉછળી ને ડાન્સ કરવા લાગી હતી એનો વિડિઓ સોશિઅલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે

શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. હાર્દિકના બેટમાંથી 49 બોલમાં 67 રન આવ્યા હતા. જવાબમાં કોલકાતાની ટીમ આઠ વિકેટે 148 રન જ બનાવી શકી હતી. કોલકાતાની ટીમે ત્રીજી ઓવરમાં બીજી વિકેટ તરીકે સુનીલ નારાયણની વિકેટ ગુમાવી દીધી હતી. લોકી ફર્ગ્યુસને મોહમ્મદ શમીની બોલ પર તેનો શાનદાર કેચ પકડ્યો હતો.અને આ એજ ક્ષણ હતી

સુનીલ નારાયણના આઉટ થયા સમયે સ્ટેન્ડમાં હાજર નતાશા સ્ટેનકોવિક મસ્તીમાં ઝૂલતી જોવા મળી હતી. આ જ કારણ છે કે આ સમયે હાર્દિકની પત્નીના સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચામાં આવ્યો હતો. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.નતાશા સોશિઅલ મીડીયા પર એકટીવ રહે છે અને ઘણી વાર તે ચર્ચા નો વિષય બને છે હાર્દિક અને તેના પુત્ર ના વિડિઓ તે અવાર નવાર સોશિઅલ મીડિયા માં મૂકે છે જે ચાહકો ને ખુબ પસંદ પડે છે.

Leave a Reply

Your email address will not be published.