બાળકોના ભવિષ્ય માટે આખી જિંદગી રીક્ષા ચલાવી અને દીકરા વિદેશમાં સ્થાઈ થઇ ગયા અને આજે પિતા દિવસો પસાર કરવા માટે મંદિરોમાં ખાવા અને રોડ પર સુવા માટે લાચાર બની ગયા.

Story

માતા પિતા આખું જીવન પોતાના બાળકો માટે ખુબજ મહેનત મજૂરી કરતા હોય છે. માતા પિતાને ઉમંગ હોય છે કે તેના બાળકો સારી એવી નોકરી કરે. એટલે તેમનું ઘડપણ ખુબજ સારી રીતે વીતશે. પણ આ પિતાની કહાની સાંભળીને તમારી આંખો માંથી આંસુ આવી જશે. આ પિતા પહેલા રીક્ષા ચલાવતા હતા. રીક્ષા ચલાવીને પોતાના બાળકોને મોટા કર્યા. આજે તેમના બાળકો વિદેશમાં નોકરી કરી રહ્યાં છે. દીકરીના લગ્ન થઇ જવાથી તે પોતાની સાસરિયામાં રહે છે. આજે પિતા એકલા પડી ગયા છે.

તેમને હવે રીક્ષા ચલાવવાનું કામ પણ છોડી દીધું છે. આજે બધાએ તેમનો સાથ છોડી દીધો છે. માટે તે રસ્તા પર પોતાનું જીવન ગુજારવા માટે મજબુર બની ગયા છે. આ પિતા રાત આખી રોડ પર સુવે છે. અને સવાર સાંજ મંદિરમાં ખાઈને પોતાના દિવસો પસાર કરે છે. આજે બધા વિદેશોમાં વસી ગયા હોવાથી આ પિતા એકલા પડી ગયા છે અને ખુબજ તકલીફઆ પોતાનું જીવન જીવવામાં માટે મજબુર બની ગયા છે.

આજે તેમના પરિવારના લોકો તાપસ કરવાની કોશિશ પણ નથી કરી રહયા કે તે કયાં છે અને કેવી સ્થિતિમાં છે. પિતાએ તકલીફો વેઠીને બાળકોને મોટા કર્યા અને બાળકોનું જીવન સુખમય બનાવ્યું. બાળકો આજે વિદેશોમાં લાખો રૂપિયાની નોકરી કરી રહયા છે અને પિતાના ભાગમાં આજે પણ તકલીફો જ છે. એક યુવકે આ દાદાની આવી હાલત જોઈને તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને આપી અને દાદાના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયત્ન કર્યા.

Leave a Reply

Your email address will not be published.