ઉનાળો આવતાની સાથે જ આપણે ઘરોમાં ઠંડી વસ્તુઓનો વધુ ઉપયોગ શરૂ કરીએ છીએ. જેમ કે- દહીં, છાશ, નાળિયેર પાણી, કાકડી, તરબૂચ વગેરે. આમાથી ફૂદીનો પણ છે જેનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. કેટલાકને ફુદીનાની ચટણી ખાવાનું ગમે છે, તો કેટલાક ફુદીનાનું પાણી પીવે છે, તો કેટલાક ફુદીનોનો રસ પણ પીવે છે. ઉનાળાની ફૂદીનાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.
સામાન્ય ગણાતી આ વનસ્પતિમાં એટલા બધા ઔષધિય ગુણો રહેલા છે કે નિયમિત રીતે બે-પાંચ પાંદડા ખાવ તો ફાયદો જ ફાયદો થાય! તબીબો અને આયુર્વેદ વિજ્ઞાાન એમાંથી અનેક જાતની દવા-ઔષધો બનાવે છે, જેની માંગ હવે તો ભારત ઉપરાંત વિદેશોમાં પણ ખૂબ વધી રહી છે. ફુદીનાના પાંદડામાંથી ખાંસીની દવા તેમ જ શક્તિવર્ધક દવાઓ પણ બનાવવામાં આવે છે. તેમ જ યકૃત અને દમની બીમારી માટે પણ ફુદીનો લાભદાયી પુરવાર થયો છે.
ઉનાળામાં એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓ ઘણી વધારે હોય છે. આ કિસ્સામાં, ફુદીનાના પાંદડા એક કુદરતી જડીબુટ્ટી છે, . ફૂદીનાની તાસીર ઠંડી હોય છે. જેથી ઉનાળામાં પેટને ઠંડુ રાખવામાં મદદ કરે છે અને ત્વચાના ચેપ સાથે અનેક પ્રકારના રોગોથી પણ બચાવે છે. આયુર્વેદમાં પણ ફૂદીનાનો વ્યાપકપણે થાય છે કારણ કે તે ત્રણેય પ્રકારના દોષો – પિત્ત, વાયુ અને કફને દૂર કરવામાં મદદ કરે છે.
તબીબો કહે છે કે એક નિરોગી વ્યક્તિને જેટલા કેલ્શ્યિમ, લોહતત્ત્વ, વિટામિન-એ,વિટામિન-ઈ, તેમ જ કાર્બોદિત પદાર્થો, પ્રોટીન વગેરે તત્ત્વોની જરૃરિયાત હોય છે. એટલા તત્ત્વો વ્યક્તિને લીલા ફુદીનામાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વળી ભોજનમાં ચરબી સ્વરૃપે ફુદીનાનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી મોટા ભાગના વિટામિનો એકીસાથે મળી જાય છે.
પાચનમાં સુધારો:- ફુદીનાની શ્રેષ્ઠ સુગંધ લાળ ગ્રંથિને સક્રિય બનાવે છે, જે પાચક ઉત્સેચકોને ઉત્તેજીત કરે છે અને પાચનની પ્રક્રિયાને પણ વેગ આપે છે. ફૂદીનાથી પાચન સંબંધી રોગો જેવા કે અપચો, અપચો, હાર્ટબર્નમાં પણ મદદ મળે છે.
ફુદીનામાં ઔષધિય ગુણો ઉપરાંત વિટામિનો પણ સારા પ્રમાણમાં છે. ૧૦૦ ગ્રામ ફુદીનામાં ૧૫.૬ મિલિગ્રામ લોહ, ૨૦૦ મિ. ગ્રામ કેલ્શિયમ, વિટામિન-એ ૧૬૨૦૦, કેરોટીન વિટામિન ૨૭ મિલીગ્રામ હોય છે. જ્યારે ફુદીનાના તાજાં લીલા પાંદડા ન હોય ત્યારે સુકાયેલા પાંદડા પણ ઔષધ તરીરે કામ આપે છે. એ સિવાય ફુદીનાનો રસ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. એટલે ફુદીનાનો રસ નિયમિત રીતે પીવાથી પાચન સારું રહે છે. શ્વાસ સંબંધી તકલીફોમાંથી ફુદીનાના રસના એકાદ-બે ટીપાં નાકમાં ઉમેરવાથી બંધ નાક ખૂલી જાય છે તેમ જ શરદીમાં પણ રાહત થાય છે.
માથાના દુખાવામાં રાહત:- ઉનાળામાં, તમે હંમેશાં જોયું હશે કે તડકામાં માથાનો દુખાવો શરૂ થવા લાગે છે. તેવામાં ફૂદીનો શરીરના તાપમાનને ઓછું કરીને માથાનો દુખાવોની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે કારણ કે ફૂદીનામાં શરીરને ઠંડુ કરવાના ગુણધર્મો છે.
ઉનાળામાં ફુદીનાના રસમાં સાકર ઉમેરી શરબત તરીકે ઉપયોગ કરવાથી તરસ તો છીપાય જ છે પરંતુ કફ પણ દૂર થાય છે. કફ ઉપરાંત ઉધરસ, મંદાગ્નિ, સંગ્રહણી ઝાડા, જાર્ણજ્વર તથા કૃમિનો નાશ કરવામાં ફુદીનો સારુંકામ આપે છે. કોલેરામાં પણ ફુદીનો અકસીર પુરવાર થાય છે. જેમાં દસ મિલીગ્રામ ફુદીનાનો રસ, અડધું લીંબુ, ડુંગળીનો રસ અને સાકર પાણીમાં મેળવી શરબત જેવું બનાવીને પીવડાવવાથી દરદીને ઘણો ફાયદો થાય છે.
શ્વાસની દુર્ગંધ દૂર થશે:- તમે હંમેશાં જોયું હશે કે ફુદીનાનો સ્વાદમાં ચ્યુઇંગમ અથવા મિન્ટ જેવો જોવા મળે છે. આનું કારણ એ છે કે ફૂદીનો ખરાબ શ્વાસ બંધ કરવામાં મદદ કરે છે અને મોંમાં તાજગી અનુભવાય છે. ફુદીનામાં મેન્થોલ હોય છે જે ઠંડક આપે છે અને તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ બેક્ટેરિયાને નાશ કરવામાં મદદ કરે છે.
એ ઉપરાંત દાઢ દુઃખતી હોય, મોમાંથી દુર્ગંધ આવતી હોય તો ફુદીનાને ગરમ પાણીમાં ઉકાળીને પાણીથી કોગળા કરવાથી દર્દીનેરાહત થાય છે. તેમ જ દુર્ગંધ પણ જતી રહે છે. છાતીમાં કફ જામી ગયો હોય તો અડધો અડધો તોલો ફુદીનો, તુલસી, આદુના રસમાં એક ચમચી કાળું મરચું અને ચાર પીપર નાખીને પીવાથી કફ સાફ થાય છે.
સ્કીન માટે ફાયદારૂપ:- ફૂદીનામાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે જે પિમ્પલ્સ (ખીલ) તેમજ ત્વચાના ડાઘ, ફોલ્લીઓ અને ખંજવાળ સામે લડવામાં મદદ કરે છે. શરીરમાં ગરમી હોય ત્યારે પણ ત્વચા પર ફોલ્લીઓ થાય છે. આ કિસ્સામાં, આહારમાં ફૂદીનાને તમે ત્વચા પર લગાવી શકો છો.
ફુદીનો ઉત્તમ ઔષધિ તો છે જ. પરંતુ સૌંદર્ય માટે પણ ફુદીનાના ગુણગાન ગવાયા છે. ફુદીનાને સુકવીને નહાવાના પાણીમાં રોજ એક ચમચી નાખી સ્નાન કરવાથી શરીર તરોતાજા રહે છે. એ ઉપરાંત બસો ગ્રામ ફુદીનાના રસમાં શુદ્ધ પેટ્રોલિયમ જેલી મેળવીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ એટલે કે મલમ અઠવાડિયામાં બે વખત પાંચ મિનિટ સુધી ચહેરા ઉપર લગાડો એનાથી ચહેરાનો રંગ ઊઘડશે અને ચામડી ચમકદાર બનશે. જો ખીલ થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલાં મોઢા પરના ખીલ ઉપર ફુદીનાનો રસ ચોપડી સવારે ધોઈ નાખવાથી ધીમે ધીમે ખીલ દૂર થાય છે.
એ ઉપરાંત સ્ત્રીરોગોમાં પણ ફુદીનો સારી અસર ઉપજાવે છે. ખાસ કરીને માસિક ધર્મ વખતે કમરના દુખાવામાં, પેટમાં શૂળ ભોંકાતી હોય તેવી પીડા થતી હોેય ત્યારે, રજઃસ્ત્રાવ બિલકુલ આવતું ન હોય ત્યારે ફુદીનો સારું કામ આપે છે.
આમ ફુદીનો સસ્તી, સરળ, સુલભ અને ઉપયોગી પુરવાર થયેલી આંગણાની ઉત્તમ ઔષધિ છે. જે માનવજાત માટે ખરેખર આશીર્વાદ સમાન પુરવાર થઈ છે. આ નિર્દોષ અને આડઅસર વિનાની ઔષધનો ઉપયોગ સહુએ યોગ્ય રીતે કરવો જોઈએ.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.