આ કસરત કરવાથી જિંદગીમાં ક્યારેય નહીં થાય હદયની કોઈ બીમારી, નહીં આવે કયારેય હાર્ટઅટેક

Health

હૃદય આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. આનું કારણ લોકોમાં ખરાબ આહાર અને ખરાબ જીવનશૈલી છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કરવી જરૂરી છે. કસરતનો અભાવ હૃદયરોગની શક્યતા વધારે છે. એવી કેટલીક કસરતો છે જે તમારા હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. ચાલો તમને કેટલીક એવી કસરતો જણાવીએ, જે દરરોજ કરવાથી તે હંમેશા તમારા હૃદયને સ્વસ્થ રાખશે.

કસરત શા માટે છે મહત્વની: કસરત દરમિયાન, વધુ હવા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને હૃદય ઝડપથી ધબકે છે. ફેફસાંમાંથી લોહી દ્વારા ઓક્સિજનનો વધુ જથ્થો શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે. અને, શ્વાસ બહાર કાતી વખતે, કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર આવે છે અને ડિઓક્સિજેનેટેડ લોહી હૃદય દ્વારા ફેફસામાં પહોંચે છે. સ્નાયુઓ વધુ ઉર્જા પેદા કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. એટલા માટે કસરત તમને ઉર્જાવાન રાખે છે.

અમેરિકન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મુજબ, દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવી જોઈએ. નિયમિત વ્યાયામ કરનારાઓમાં હૃદયરોગનું જોખમ અન્યની સરખામણીમાં આશરે 45% ઘટે છે. કોલેસ્ટરોલ અને લિપિડનું સ્તર પણ સુધરે છે. ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલનું સ્તર ઘટે છે. જો કે, સારા કોલેસ્ટ્રોલનું સ્તર સુધારવા માટે પણ કસરત કરવી જરૂરી છે.

કાર્ડિયો કસરતો: હૃદયને મજબૂત કરવા માટે કાર્ડિયો એક્સરસાઇઝ કરો. કાર્ડિયો કસરતોમાં દોડવું, જોગિંગ, સ્વિમિંગનો સમાવેશ થાય છે. આ કસરતો કરતી વખતે, તમે તેમની ગતિ ધીમે ધીમે વધારીને ધબકારા વધારી શકો છો. આ રક્ત પરિભ્રમણમાં સુધારો કરશે અને હૃદયને મજબૂત કરશે.

સ્ટ્રેચિંગ: હૃદયને મજબૂત બનાવવા સાથે, શરીરને લચીલું બનાવવા માટે સ્ટ્રેચિંગ કરો. અઠવાડિયામાં માત્ર બે દિવસ કરેલુ સ્ટ્રેચિંગ હૃદયને મજબૂત કરવા માટે પૂરતું છે. સ્ટ્રેચિંગ કરતી વખતે સાવચેત રહો જેથી તમારા સ્નાયુઓને તકલીફ ન પડે.

સ્ટ્રેંથ ટ્રેનિગ: સ્ટ્રેંથ ટ્રેનિંગ એટલે વધુ મહેનત વાળી કસરતો. સ્ટ્રેંથ ટ્રેનિંગ કરવાથી, હૃદયની સાથે, શરીર પણ મજબૂત અને ગઠીલુ બને છે. સ્ટ્રેંથ ટ્રેનિંગ છાતીને મજબૂત બનાવે જ છે સાથે તે હૃદયના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. સ્ટ્રેંથ ટ્રેનિંગ કરવાથી, શ્વાસની ગતિ અને હદયના ધબકારા વધે છે, જેના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ વધુ સારું થાય છે.

સાઇકલ ચલાવો: નિયમિત સાઇકલ ચલાવવાથી હૃદય પણ મજબૂત બને છે. દૈનિક સાઇકલિંગ હૃદય માટે સારી કસરત છે. જો તમે દરરોજ 30-40 મિનિટ સાઇકલ ચલાવો છો, તો તમને હૃદયની બીમારીઓ નહીં થાય અને હૃદય મજબૂત રહેશે. સાયકલ ચલાવવાથી શ્વાસની ગતિ વધે છે જે હૃદય માટે ફાયદાકારક છે. સાયકલિંગ હૃદયના સ્નાયુઓને પણ મજબૂતી આપે છે.

પુશઅપ્સ કરો: પુશ-અપ્સ હૃદયને મજબૂત કરવા માટે ખૂબ જ સરળ કસરત છે અને ગમે ત્યારે અને ગમે ત્યાં કરી શકાય છે. પુશઅપ્સ કરીને, હૃદયની સાથે, હાથ, છાતી, ખભાનો વ્યાયામ થાય છે. તે હૃદયની આસપાસના સ્નાયુઓને મજબૂત બનાવે છે.

યોગ કરો: હૃદયને મજબૂત કરવા માટે યોગ પણ કરી શકાય છે. યોગ દરમિયાન લાંબા શ્વાસ લેવા અને શ્વાસ બહાર કાઢવાથી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. યોગની કેટલીક મુદ્રાઓ જેમ કે તાડાસન, સર્વાંગાસન, સ્વસ્તિકાસન, શીર્ષાસન વગેરે કરવાથી હૃદય મજબૂત બને છે.

વર્કઆઉટ કરો: હૃદયને મજબૂત કરવા માટે વર્ક આઉટ જેવી કસરત પણ કરી શકાય છે. વોર્મ-અપ સાથે વર્કઆઉટ શરૂ કરો, ત્યારબાદ લંગ્સ, બર્પીઝ, બ્રિજ, સ્ક્વોટ્સ વગેરે. અઠવાડિયામાં ત્રણ દિવસ કસરત કરવાથી જ હૃદય મજબૂત બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *