કંઈક આવી છે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની કહાની, જાણો મલ્હાર ઠાકર ની અમુક એવી વાતો જે ભાગયે જ લોકો જાણતા હશે…

Story

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતી સિનેમાનો ખૂબ જ સોનેરી સમય ચાલી રહ્યો છે, એવામાં જ્યારે ગુજરાતી સિનેમા ની વાત કરે ત્યારે સૌથી પહેલા જુવાનિયા ના મોઢે છેલ્લા દિવસ નામના મુવી ની વાતો કરે છે. તમે જણાવી દઇએ કે, આ મુવી ની અંદર ખાસ કરીને વિકી ભાઈ ને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લો દિવસ ફિલ્મ 20 નવેમ્બર ૨૦૧૫ ના રોજ આખા ગુજરાતની અંદર રિલીઝ કરવામાં આવી હતી. તેમજ આ ફિલ્મે લોકોને ખૂબ જ કરાવી નાખ્યા હતા અને, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક નવું રૂપ આપ્યું હતું.

તમને જણાવી દઈએ કે, છેલ્લા દિવસની અંદર વિકી ભાઈ નો રોલ કરતાં મલ્હાર ઠાકર આજે ગુજરાતમાં ઘરે ઘરે જાણીતા બન્યા છે. ખાસ કરીને મલ્હાર ઠાકરે ઘણા બધા ગુજરાતી નાટકો ની અંદર ભાગ ભજવ્યો હતો અને તેમાંથી ધીમે ધીમે આગળ આવ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષ કર્યા પછી અત્યારે આ સફળતા મેળવી છે. આજે અમે તમને મલ્હાર ઠાકર વિશે એવી અવનવી ઘણી બધી વાતો જણાવવા જઈ રહ્યા છીએ, કે ઘણા લોકો નથી જાણતા.

મલ્હાર ઠાકર બાળપણથી જ ખૂબ જ સારા એવા એક્ટર બનવા માગતા હતા, તમને જણાવી દઈએ કે, તેઓ જ્યારે નવરંગ સ્કૂલ ની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે નાટક અને ડાન્સ જેવા પ્રોગ્રામમાં ભાગ લેતા હતાં. આ સિવાય મલ્હાર ઠાકર સાહિત્ય જેવા વિષયો જેવા કે અંગ્રેજી અને ગુજરાતી માં શાળા દરમિયાન સૌથી વધારે માર્ક્સ લાવતા હતા. તેમજ તેઓ ખૂબ જ સારા એવા વોલીબોલ અને હેન્ડબોલ પ્લેયર પણ રહી ચૂક્યા છે.

મલ્હાર ઠાકરે છેલ્લો દિવસ નામની ફિલ્મ કર્યા પછી ખૂબ જ પ્રસિદ્ધિ હાંસલ કરી છે. એમાં જ તેઓ ખૂબ જ પ્રખ્યાત બન્યા હતા, છેલ્લા દિવસ મુવી કર્યા પછી તેમણે ક્યારેય પણ પોતાના જીવનમાં પાછું વળીને જોયું નથી. વિકિડાનિ જબરદસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પોતાની આગવી છાપ ઉભી કરી હતી. ઢોલિવૂડની અંદર અત્યાર સુધીમાં સૌથી લોકપ્રિય એવા મલ્હાર ઠાકર છેલ્લો દિવસ, પાસપોર્ટ, શરતો લાગુ, લવની ભવાઈ, જેવા ઘણા બધા સુપરડુપર હિટ ગુજરાતી ફિલ્મો ની અંદર તે કામ કરી ચૂક્યા છે.

ગુજરાત ના લોકો ને પોતાની કોમેડી થી ખડખડાટ હસાવનાર મલ્હાર ઠાકર નો જન્મ 28 જૂન ૧૯૯૦ ની અંદર ગુજરાતની અંદર આવેલ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થયો હતો. તેમાં જ્યારે તેમનો ઉછેર અમદાવાદ ની અંદર થયો હતો. મજા ઠાકરેએ પોતાના બાળપણ નું પ્રાથમિક શિક્ષણ અમદાવાદની અંદર આવેલી નવરંગ સ્કૂલ માં કર્યું હતું. તેમજ ધોરણ 10 સુધી તેમણે અમદાવાદની નવરંગ સ્કૂલ માં અને ત્યારબાદ શેઠ સી એન વિદ્યાલયની અંદર ધોરણ 11માં આર્ટસનો અભ્યાસ કરનાર મલ્હાર ઠાકરે, પોતાનો કોલેજનો અભ્યાસ મુંબઈથી મેળવ્યો હતો.

મલ્હાર ઠાકર પહેલા તો ગુજરાતી નાટકોની અંદર ખૂબ જ સારી એવી એક્ટિંગ કરીને ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી, ત્યારબાદ તેમણે ધીમે ધીમે ગુજરાતી ફિલ્મો ની અંદર પ્રવેશ કરીને મલ્હાર ઠાકર આજે ગુજરાતના સુપર સ્ટાર બની ગયા છે. મલ્હાર ઠાકર માત્ર ગુજરાતના જ નહીં પરંતુ અત્યારે દેશ અને વિદેશમાં પણ પોતાની અનોખી છાપ ઉભી કરી છે. મલ્હાર ઠાકર ને કવિતા વાંચવા અને લખવાનો ખૂબ જ શોખ રહેલો છે, તેમજ જ્યારે તેઓ મુંબઈ માં હતા ત્યારે તેમણે ખૂબ સંઘર્ષ કર્યો છે,

વર્ષ 2012ની અંદર આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ ની અંદર મલ્હાર ઠાકરે ખૂબ જ નાની એવી ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે સુપરહીટ ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની અંદર વર્ષ ૨૦૧૩ના એક એપિસોડ ની અંદર જેઠાલાલના મિત્ર પરાગ નું પાત્ર ભજવ્યા છે. 20 નવેમ્બર ૨૦૧૫ રિલીઝ થયેલી છેલ્લા દિવસ નામની ફિલ્મમાં મલ્હાર ઠાકર ને ખૂબ જ સફળતા મળી હતી. ત્યારબાદ તેમણે પોતાના જીવનમાં ક્યારેય પાછુ વળીને જોયું નથી.

થોડા વર્ષો પછી 2017 ની અંદર મલ્હાર ઠાકરે, કેશ ઓન ડિલિવરી અને લવની ભવાઈ જોવી ખૂબ જ સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ત્યારબાદ તમે 2018માં ગુના નાટક – મિજાજ અને કોમેડી, એમાં શું થયું તેવી ફિલ્મમાં પણ તેમણે ઘણી સફળતા મળી હતી. ખાસ કરીને જ્યારે નવરંગ સ્કૂલ ની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે, ફિલ્મ લગનના પોપ્યુલર ગીત ‘ સુન મિત્વા ‘ ઉપર તેમણે ખુબ જબરદસ્ત રીતે ડાન્સ પર્ફોમન્સ કર્યું હતું. આ સિવાય તેમણે ગરબામાં સારી એવી પકડ મેળવી ને, એક પ્રભાવશાળી એક્ટર તરીખે ની શરૂઆત થઈ ચૂકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *