આપણા ગુજરાતમાં ઘણા એવા ચમત્કારિક સ્થળો આવેલા છે કે જેની મહિમા ખુબજ અપરંપાર છે. જે સ્થળ હજારો વર્ષ જૂનું છે. જ્યાં જવા માત્રથી જ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સ્થળને પૂજારીની વાવ તરીકે ઓળખવામાં આવે છે.
આ સ્થળ પણ પાંડવોની માતા કુંતીએ પૂજા કરી હતી. આ સ્થળ પોરબંદરના કુતિયાણા ગામે આવેલું છે.આ સ્થળ ખુબજ પવિત્ર છે. જ્યાં જવા માત્રથી જ ભકતોની દરેક માનતા પુરી થાય છે. માટે આ જગ્યાને માંગેલી માનતા પુરી થાય એવી જગ્યા કહેવામાં આવે છે.
પૂજારીની વાવ માં વિષ્ણુ ભગવાન અને નાગ દેવતા બિરાજમાન છે. આ ગામમાં જે કોઈ નવ દંપતી લગ્ન કરીને આવે છે. ત્યારે તે સૌથી પહેલા અહીં વાવની દર્શન કરવા માટે આવે છે.
જયારે લોકોએ માંગેલી માનતા પુરી થયા છે. ત્યારે તે વાવને પગથિયે ઢસડાઈને પોતાની માનતા પુરી કરવા માટે આવે છે. આ મંદિરમાં વર્ષોથી એક સાધ્વી ઘણા વર્ષોથી અહીં રહે છે. આ માતાજી ગુજરાતના નથી પણ તે દહેરાદુનના છે.
તે અહીં રહીને ભક્તિ કરે છે. લોકો અહીં આવીને માતાજીના આશીર્વાદ લે છે. કુંતી માતાએ અહીં પૂજા કરી હતી.માટે આ સ્થળ ખુબજ પવિત્ર છે. જ્યાં માંગેલી માનતા જરૂરથી પુરી થાય છે. અહીં હજારો લોકો પૂજારીની વાવમાં મનોકામના પૂર્ણ થઇ છે. આ વાવનું પાણી આજ સુધી સુકાયું નથી. ભર ઉનાળામાં પણ આજ સુધી આ ચમત્કારિક વાવનું પાણી સુકાયું નથી.